________________
[૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ
: ૭૫ :
રાવણ સનમુખ આવ્યો. ત્યાર પછી ચતુર અને કાર્યકુશલ રાવણે સ્વાભાવિક લીલાથી હાથીની સન્મુખ પૃથ્વીપીઠ પર પિતાનું ઉત્તરીય વસ્ત્ર ફેંક્યું, એટલે હાથી તે વસ્ત્રને દાંતથી કચરવા લાગ્યો. હાથી પૃથ્વી પર બેસીને પોતાના દાંતના અગ્રભાગથી જ્યારે વસ્ત્રને ફાડવા લાગ્યા, ત્યારે રત્નથવાના પુત્ર રાવણે પિતાના હાથથી તેના ગંડસ્થલમાં લપડાક મારી. તેની પીડાથી વ્યાકુલ બનેલો તે ખાડામાં સરકવા લાગ્યો, ત્યારે રાવણ તેની આગળ-પાછળ આમ-તેમ ફરવા લાગ્યો. વશીકરણ મંત્રથી અસ્થિર કરેલા ચક્ર પર આરૂઢ કરેલ હોય, તેમ પરિભ્રમણ કરવા લાગે. યુદ્ધમાં હાથીને દર્પ અને ઉત્સાહથી રહિત બનાવીને રાવણ કૂદકો મારીને લીલાપૂર્વક હાથીની ખાંધ પર ચડી બેઠે. આ પ્રકારે હાથીને દર્ય અને ઉત્સાહથી રહિત બનાવવાના કારણે આનંદમાં આવેલા વિદ્યાધરરાજાઓ નગારાં, ઢાલ અને બીજા વાજિંત્રો વગાડતા ભારી ઉત્સવ માણવા લાગ્યા.
ભુવનાલંકાર” નામના શ્રેષ્ઠ હાથીને પ્રાપ્ત કરીને તે રાવણ મનથી ચિંતવવા લાગે કે, ખરેખર મને ત્રણે લોક સ્વાધીન થયા છે. રાવણે કરેલો યમવિજય
રાત્રિવાસ ત્યાં રહીને પ્રાતઃકાળમાં જાગ્રત થયેલ દશાનન સુખપૂર્વક સભામંડપમાં સુભટો સાથે હાથીની હકીકત કહેવામાં લીન બન્યો. તે સમયે આકાશમાર્ગથી પ્રહરણે વડે ભેદાએલા શરીરવાળે પવનવેગ નામને એક વિદ્યાધર તે સભામંડપમાં આવી પહોં, પ્રણામ કરીને દશમુખની નજીક બેઠો અને પોતે પાતાલપુરમાંથી કેમ આવ્યો છે? તે હકીકત કહેવા લાગ્યા. કુલની કમ-પરંપરાથી પ્રાપ્ત થએલ કિષ્કિધિનગર લેવા માટે આદિત્યરાજે અને ઋક્ષરજે પોતાના સુભટ સહિત યમના ઉપર ઘેરે ઘાલવા પ્રયાણ કર્યું. શત્રુસૈન્યને આવેલ સાંભળીને તે યમ તરત બહાર નીકળે અને અભિમાની તે વાનરે સહિત યુદ્ધ કરવા લાગ્યો. ઘણું સુભટોનો અંત કરનાર એવા યુદ્ધમાં આદિત્યરજની સાથે ઋક્ષરજ પણ પકડાઈ ગયે. જેમાં મારઝુડ થાય, બળવું, રંધાવું, માર ખા, છેદાવું, ભેદાવું ઈત્યાદિ કર્મો કરવામાં આવે એવી વિતરણ વગેરે ઘણી નરકે યમે કરાવી. જે વાનરસુભટો તે લડાઈમાં હારી ગયા એ સર્વેને પરિવાર સહિત નરકમાં દુખપૂર્ણ મરણ પામવા માટે યમે ત્યાં ધકેલી દીધા. યમનું આવું આચરણ દેખીને હે રાજન્ ! ઋક્ષરજ અને આદિત્યરજન સેવક હું મારાથી બને તેટલી ઉતાવળથી અહીં આવી પહોંચ્યું છું. હે પ્રભુ! વાનરકેતુએ જે કંઈ વચન કહ્યું હતું, તે આપને મેં નિવેદન કર્યું. આપ જલદી તેને દુઃખથી મુક્ત કરી રક્ષણ કરો. તે દૂતના શરીર પર લાગેલા ઘાની ચિકિત્સા કરવાની આજ્ઞા કરીને રત્નથવાના પુત્ર રાવણે કિષ્કિધિ ઉપર એકદમ હલ્લો કર્યો. ત્યાં પહોંચીને નરકને તરત છિન્ન-ભિન્ન કરી નાખી અને નરકપાલને ખેદાન-મેદાન કરી ઉખેડી નાખ્યા. તેઓ સર્વેએ યમની પાસે જઈને દશમુખનું આગમન જણાવ્યું. રાવણને આવેલો સાંભળીને તે યમ રથ, હાથી અને ડાઓ સહિત તેમજ સુભટના સૈન્યસમૂહ સાથે એકદમ બહાર નીકળ્યો. સહુથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org