________________
પઉમચરિય-પદ્મચરિત્ર ઘાતા અને આકાશગામિની એમ ચાર વિદ્યા પ્રાપ્ત થઈ. પ્રતિજ્ઞા સમાપ્ત થઈ એટલે ત્યાં તુષ્ટ થએલ યક્ષાધિપતિએ તેમનું સન્માન અને પૂજા કરી, વળી આશીર્વાદ આપવા પૂર્વક કહ્યું કે-“હે દશમુખ! તે બધુઓ સહિત અત્યંત મહાઋદ્ધિ અને શક્તિ પ્રાપ્ત કરી છે, શત્રુઓથી અપરાજિત તું ઘણું લાંબા કાળ સુધી જીવતો રહે. બીજી પણ એક વાત સાંભળ કે, મારા પ્રસાદથી આ જંબુદ્વીપમાં સમુદ્રના છેડા સુધી તારી ઈચ્છા પ્રમાણે તું સુખેથી વિચરણ કર.”
ધનદે દશમુખ માટે કેલાસના શિખર સરખાં ઉંચા ભવનેથી શોભાયમાન એવું દિવ્ય સ્વયંપ્રભ નામનું નગર વસાવ્યું. આ પ્રમાણે રાવણનું સન્માન કરીને મહાયક્ષ અનાદતે પિતાની નગરી તરફ પ્રયાણ કર્યું. રાક્ષસ સુભટો પણ પોતાના સમગ્ર પરિવાર સહિત જલદી ત્યાં આવી પહોંચ્યા. ત્યારપછી અત્યંત હર્ષિત મનવાળા તેઓએ અનેક પ્રકારના વાજિંત્રોના શબ્દાવાળા અને સિદ્ધાંગનાઓના મંગલગીતવાળા મહામહોત્સવ કર્યા. સુમાલી, પિતામહ માલ્યવાન, ઋક્ષરજ, આદિત્યરજ તથા રત્નશ્રવ વિગેરે સર્વ સપરિવાર આવી પહોંચ્યા. તેઓએ વિનયવંત અને ગુરુભક્ત એવા કુમારોને જોયા. એકઠા મળીને સ્વયંપ્રભ નગર તરફ ચાલ્યા. માતા કેકસી પણ ઉત્તમ હાર, કુંડલ અને આભૂષણ ધારણ કરેલા પુત્રને દેખીને હર્ષથી રોમાંચિત અંગવાળી થઈ અને એટલે હર્ષ ઉત્પન્ન થયો કે, તે પિતાના અંગમાં સમાતું ન હતું. વિવિધ રત્નોથી કરેલાં શોભાવાળાં ભવનોની શ્રેણીયુક્ત, જેના ઉપર ઉંચી ધજા-પતાકાઓ ફરકી રહેલી છે, જાણે સ્વર્ગમાંથી નીચે વિમાન ઉતર્યું હોય તેવા સ્વયંપ્રભપુરમાં તેઓ આવી પહોંચ્યા. સૂર્ય મધ્ય આકાશમાં આવ્યા અર્થાત્ મધ્યાહ્ન સમય થયો. તેમજ મેટા ઢોલ-મૃદંગના ઘણું શબ્દ-મિશ્રિત જય જયકારની ગંભીર ઉઘોષણા થતી હતી. તે સમયે કુમારોએ સ્નાનવિધિ કર્યો, સ્નાન કર્યા પછી બલિકર્મ કર્યું. સર્વાલંકારભૂષિત શરીરવાળા વડીલ વર્ગને પ્રણામ કરીને પ્રાપ્ત કરેલા આશીર્વાદવાળા સર્વે સુખ પૂર્વક બેઠા. આનંદ પૂર્વક ગેડી-વિનોદ ચાલતો હતો, ત્યારે ત્યાં સુમાલી આવ્યો અને માલિના મરણ સંબંધી ઉદ્વેગવાળા સમાચાર કહેતા કહેતે તે એકદમ મૂચ્છ ખાઈને ભૂમિ પર ઢળી પડ્યા. ચંદન-મિશ્રિત જળ છંટકાવ કરીને સ્વસ્થ કરેલા સુમાલીને દશમુખે પૂછ્યું કે, “કયા કારણે તું આટલું મહાન દુઃખ પામ્યો છે ?” ત્યારે સુમાલી કહેવા લાગ્યું કે, “હે પુત્ર! અમારા શરીરમાં જે મહાદુઃખ ઉત્પન્ન થયું છે, તેની હકીકત કહું છું, તે એકાગ્ર મનથી સાવધાનીથી કાન દઈને સાંભળો–
આગળ મેઘવાહન નામને લંકાપુરીને રાજા હતો, આ મોટા પરિવારવાળો તેને રાક્ષસવંશ ઉત્પન્ન થએલ છે. એ જ મહાવંશમાં લંકાનગરીમાં અનેક લાખ વિદ્યાધર રાજાઓ કુલકમાગત થઈ ગયા. એ વંશમાં તડિકેશ, તેને પુત્ર સુકેશ ઉત્પન્ન થયો, તેને માલી, હું અને માલ્યવંત એમ પુત્ર ઉત્પન્ન થયા. મારા બંધુ માલી હતા. પુરુષમાં સિંહ સરખા તે શત્રુઓને જિતને લંકાપુરીને રાજા થયા હતા, એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org