________________
[૭] દશમુખ-રાવણની વિદ્યા-સાધના
મને છોડાવે, મારું રક્ષણ કરે, કારણ કે તેઓ મને પિતાની પલ્લીમાં લઈ જાય છે. તમે આટલા સંગ્રામમાં શૂરવીર હોવા છતાં આવા પરાભવ કેમ સહન કરી લે છે? હે પુત્ર ! મારા સ્તનના ચૌદે સ્રોતમાંથી મેં તમને દૂધ પાયું છે, પરંતુ તેમાંથી એક સ્રોતના દૂધને બદલે આ પુરુષના હાથમાંથી છોડાવીને તમે વાળી શક્યા નથી.” આ અને બીજા ઉપસર્ગો કરવા છતાં જ્યારે તેમને ધ્યાનથી ચલાયમાન ન કરી શક્યા, ત્યારે તેમના પિતા રત્નશ્રવનું મસ્તક તે ત્રણે પુત્ર સમક્ષ તલવારથી છેદી નાખ્યું. આટલા ઉપસર્ગો કરવા છતાં રાવણનું ચિત્ત સર્વ ઈન્દ્રિયોને સંવર કરવા પૂર્વક મેરુપર્વતની જેમ અડોલ રહ્યું, પણ બહાર બિલકુલ ન ગયું. જે કોઈ સંયમી મુનિવર આવા પ્રકારનું ધ્યાન મોક્ષ માટે શુદ્ધ શ્રદ્ધાથી કરે, તો કર્મબંધને સર્વથા ક્ષય કરીને સિદ્ધિગતિ પામે–એ વિષયમાં સંદેહ ન કરે. આ સમયે વિવિધરૂપ ધારણ કરનાર એક હજાર વિદ્યાઓ મસ્તક પર બે હાથની અંજલિ કરવા પૂર્વક દશમુખને સિદ્ધ થઈ સાધક પુરુષને આ વિદ્યા અતિ દુઃખ અને દેહની પીડા સહન કરે તે કોઈકને લાંબા કાળે અને કેઈ તેવા પુણ્યશાલીને પિતાના પુણ્યપ્રભાવથી ટૂંકા સમયમાં પણ સિદ્ધ થાય છે. અભવ્ય આત્માઓ યોગ્ય સમયે સુપાત્રમાં દાન આપવાને પ્રસંગ સમ્યકત્વની નિર્મળતા, બેધિપ્રાપ્તિ, અન્તસમયે સમાધિમરણની પ્રાપ્તિ પામી શકતા નથી. માટે મનુષ્ય સર્વાદરથી સુકૃત-પુણ્યકર્મ કરવું જોઈએ. પુણ્યથી જ અનુકૂળ સંપત્તિઓ અને પરંપરાએ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. તે શ્રેણિક ! દશમુખે પૂર્વભવમાં જે પુણ્યકર્મ કર્યું હતું, તેના પ્રભાવથી કાલ પા એટલે તેને મહાવિદ્યાઓ સિદ્ધ થઈ. તેને જે વિદ્યાઓ સિદ્ધ થઈ, તેનાં વિવિધ નામો કહું છું, તે એકાગ્ર મનથી સાંભળો–
૧ આકાશગામિની, ૨ કામદાયિની, ૩ કામગામી, ૪ દુર્નિવારા, ૫ જયકર્મા, ૬ પ્રજ્ઞપ્તિ, ૭ ભાનુમાલિની, ૮ અણિમા, ૯ લધિમા, ૧૦ મનઃસ્તંભની, ૧૧ અક્ષોલ્યા, ૧૨ સંવાહિની, ૧૩ સુરવંસી, ૧૪ કૌમારી, ૧૫ વધકારિણી, ૧૬ સુવિધાના, ૧૭ તમરૂપ, ૧૮ વિપુલાકરી, ૧૯ દહની, ૨૦ શુભદાયિની, ૨૧ રરૂપ, ૨૨ દિન-રજનીકરી, ૨૩ વજોદરી, ૨૪ સમાદિષ્ટી, ૨૫ અજરામરા, ર૬ વિસંજ્ઞા, ૨૭ જલસ્તંભની, ૨૮ અગ્નિસ્તંભની, ર૯ ગિરિદારિણી, ૩૦ અવલોકની, ૩૧ અરિવિધ્વંસિની, ૩ર ઘોરા, ૩૩ વીરા, ૩૪ ભગિની, ૩૫ વારુણ, ૩૬ ભવના, ૩૭ દારુણી, ૩૮ મદનાશની, ૩૯ રવિતેજા, ૪૦ ભયજનની, ૪૧ એશાની, ૪૨ જયા, ૪૩ વિજયા, ૪૪ બંધની, ૪૫ વારાહી, ૪૬ કુટિલા, ૪૭ કીર્તિ, ૪૮ વાયૂભવા, ૪૯ શાન્તિ, ૫૦ કૌબેરી, પ૧ શંકરી, પર યોગેશ્વરી, પ૩ બલમથની, ૫૪ ચાંડાલી, ૫૫ વર્ષિણી.
હે શ્રેણિક ! આવા પ્રકારની અનેકવિધ ગુણવાળી વિદ્યાઓ દશમુખને થોડા દિવસમાં સિદ્ધ થઈ અને તેના વિષે લીન બની.
ભાનુકર્ણને સર્વાહિણી, રતિવૃદ્ધિ, આકાશગામિની, જભિની અને પાંચમી નિદ્રાણી એમ વિદ્યાઓ સિદ્ધ થઈ. તે સમયે બિભીષણને પણ સિદ્ધાર્થા, અરિદમની, નિર્ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org