________________
[૭] દશમુખ-રાવણની વિદ્યા-સાધના
: ૫૯ :
પણ આજ્ઞા કરવાની અભિલાષા થવા લાગી, દર્પણ હોવા છતાં પણ તલવારમાં પોતાના મુખની છાયા દેખવા લાગી, વળી બે હાથની અંજલિ જોડીને ગુરુઓની ભક્તિ કરવા લાગી. સંપૂર્ણ કરાએલ દહલાવાળી તેણે શત્રુઓનાં સિંહાસનને કંપાવતા, બધુજનેના હૃદયને આનંદ આપતા, આશ્ચર્યકારી રૂપ અને શરીર આકૃતિવાળા પુત્રને જન્મ આપ્યું. તે સમયે ભૂતોએ વિવિધ વાજિંત્રો સહિત દુંદુભીઓ વગાડી, પિતાએ ઘણા ઠાઠમાઠથી મેટ મનહર પુત્ર-જમેત્સવ વિધિથી કરાવ્યું. તે સમયે સૂતિકાઘરમાં શયનમાં રહેલા આ બાળકે પૃથ્વીતલ પર પડેલા કિરણોના સમૂહને ફેલાવતા હારને હાથથી ગ્રહણ કર્યો. આ તે જ હાર, કે જે રાક્ષસપતિએ પૂર્વકાલમાં મેઘવાહનને આપે હતો. આજ સુધીમાં કોઈ પણ વિદ્યાધર રાજાએ તેને શરીર પર ધારણ કર્યો ન હતે. બાળકને હાર પકડેલો દેખીને માતા સર્વાદરથી અતિશય દુષ્ટ થઈ અને પોતાના પતિ રત્નથવાને કહેવા લાગી કે, આ બાળકને પ્રભાવ તો જુઓ. હારલતાને કઠણ હસ્તથી પકડેલ એવા બાળકને રત્ન દેખતાં જ મનથી ચિંતવ્યું કે, નકકી આ બાળક કોઈ મહાપુરુષ થશે. હજારો નાગદેવ જેનું પ્રયત્ન પૂર્વક રક્ષણ કરતા હતા, તે ઉત્તમહારને માતાએ બાળકના કંઠમાં પહેરાવ્યો. હારમાં રહેલાં રત્ન-કિરણોમાં પિતાનાં સરખાં નવ મુખે પ્રગટપણે દેખ્યાં, તેથી તેનું દશમુખ નામ પાડયું. કેટલાક સમય ગયા પછી ભાનુકને જન્મ થયે, તેના ગંડતલની શોભાથી તેના કાન ભાનુ સરખાં શોભતા હતા. તે બંને પુત્રો પછી ચંદ્ર સરખા સૌમ્યમુખવાળી ચંદ્રનખા નામની નાની પુત્રી જન્મી અને તેના પછી તેને બિભીષણ નામને નાનો ભાઈ ઉત્પન્ન થયે.
આ પ્રકારે કુમાર-ગ્ય બાલક્રીડા કરતા રાવણે વિશાલ આકાશતલમાં સર્વ બલ-સૈન્ય સહિત વૈશ્રમણને જે. માતાને રાવણે પૂછયું કે, “હે માતા ! ભયની પરવા કર્યા વગર પિતાની ઈચ્છાનુસાર સુખેથી વિચરનાર ઈન્દ્રની કીડા સરખી કીડા કરનાર વિશ્વસ્ત બની આ આકાશમાગે કોણ જઈ રહ્યો છે ? એમ પૂછતાં માતાએ રાવણને પ્રત્યુત્તર આપ્યો કે- હે પુત્ર ! એ શ્રમણ નામનો મારે ભગિનીપુત્ર ભાણેજ જ છે. ચારે દિશામાં ફેલાએલ પ્રતાપવાળો એ લંકાપુરીના રાજા ઈન્દ્રને મુખ્ય સુભટ છે. હે પુત્ર! એ મનગમતી લંકાપુરી કુલ-ક્રમાગત–પરંપરાથી તમારી છે. આપણા પિતામહને રાજગાદીએથી ઉઠાડીને એ ત્યાં બેસી ગયો છે. હે પુત્ર ! ઘણા મોટા સેંકડો મનોરથો ચિંતવતા તારા પિતા આ સુંદર નગરી માટે ક્ષણવાર પણ નિદ્રા પામી શકતા ન હતા. આવા પ્રકારનાં માતાનાં વચન સાંભળીને ઉત્સાહિત બનેલે દશાનન વિદ્યાએની સાધના કરવા માટે ભીમારણ્યક નામના વનમાં ગયે. રાવણ આદિએ કરેલી વિધા-સાધના
એ વનમાં માંસ ભક્ષણ કરનાર કૂર પ્રાણીઓના ભય પમાડનાર શબ્દો અને તેના પડઘાથી ભય પામતા દે, સિદ્ધા અને કિન્નરો ઉપર થઈને વનનું ઉલ્લંઘન કરી શકતા ન હતા. એવા ભયંકર બીહામણુ વનમાં જટા બાંધેલ મસ્તકવાળા, શિખા પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org