________________
:
૫૮ :
પઉમરિયપદ્મચરિત્ર
તેના વેગમાં વિદ્ઘ ન આવે, તેમ રક્ષણ કરવા લાગી. હવે વિદ્યા-સાધના પૂર્ણ થઈ રહ્યા પછી જિનેશ્વરની સ્તુતિ કરીને જ્યાં આગળ નજર કરી, એટલે પિતાની નજીકમાં એક વિદ્યાધર-આલિકાને જોઈ. ઉત્તમકમલ સરખા નેત્રવાળી, પદ્મકમલ સરખા મુખવાળી, પદ્મકમલન ગર્ભ સમાન ગૌરવર્ણવાળી, પદ્મસરોવરમાં નિવાસ કરનારી શું લક્ષ્મીદેવી જાતે જ હાજર થયાં હશે કે શું? એ પ્રમાણે આશ્ચર્ય પામેલા રત્નશવાએ કન્યાને પૂછયું કે-“હે ઉત્તમલાવણ્યવાળી ! ટોળાંથી વિખૂટી પડેલી હરણ સરખી તું કયા કારણથી અહીં રહેલી છે ?” ત્યારે કન્યાએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “નન્દવતીના ગર્ભથી ઉત્પન્ન થએલી હું આકાશબિન્દુની કેકસી નામની પુત્રી છું. પિતાએ મને તમને અર્પણ કરી છે. રત્નશ્રાને સિદ્ધ થએલી માનસસુન્દરી નામની મહાવિદ્યાએ તે જ સમયે પોતાનાં રૂપ, બેલ, વિર્ય અને માહાસ્ય બતાવ્યાં. વિદ્યાના પ્રભાવથી ત્યાં આગળ તરત જ ઉત્તમ સેંકડો ભવથી યુક્ત કુસુમાન્તક નામનું દિવ્ય મહાનગર વસાવ્યું. તે કન્યાની સાથે વિધિપૂર્વક લગ્ન કરીને નિરંતર અનેક મનવાંછિત ભેગો ભોગવવા લાગ્યા.
કેઈક સમયે તે અત્યંત કિંમતી શયનમાં સુખે સુતેલી હતી ત્યારે, તેણે પ્રશસ્ત સ્વપ્ન દેખ્યાં અને મંગલ શબ્દો સાંભળીને જાગી. થોડોક સૂર્ય ઉગ્યો એટલે સર્વ અલંકારથી શેભાયમાન શરીર કરીને પોતાના પતિ પાસે જઈને દેખેલાં સ્વપ્નો નિવેદન કર્યા. દઢ–મજબૂત કાયાવાળા અણવર્ણ કેશવાળીયુક્ત સિંહે મારા ઉદરમાં પ્રવેશ કર્યો તથા બીજા સૂર્ય અને ચન્ટે મારા ખોળામાં સ્થાન ધારણ કર્યું. આ દેખીને વાજિંત્રના શબ્દો સાંભળીને હું જાગી. આ સ્વપ્નોને ફલાદેશ જાણવાની અભિલાષાવાળી મને તેને પરમાર્થ જણાવે. અષ્ટાંગનિમિત્ત અને જ્યોતિષ જાણનારે કહ્યું કે, આ સ્વપ્નો સર્વ પ્રકારના અભ્યદય કરનાર એવા પુત્રની પ્રાપ્તિનું સૂચન કરનારા છે. પરાક્રમ, માહાસ્ય અને શક્તિવાળા, દેવતાઓના સ્વામી ઈન્દ્રના રૂપ સરખ, વિરોધી શત્રુના નાશ કરનાર એવા ત્રણ વીર પુત્રો થશે. હે ભદ્રે ! તને જે પ્રથમ પુત્ર થશે, તે પુણ્યકર્મના પરિણામરૂપ વિશાલ કીર્તિવાળો અને ચક્રવર્તી સમાન વૈભવવાળો થશે. શત્રુપક્ષ તરફના ભયની અવગણના કરનાર, હંમેશાં યુદ્ધક્રીડા અને કલહ કરવામાં તત્પર, અતિક્ર કર્મ કરનાર થશે. આ વિષયમાં કોઈ સંદેહ ન સમજવો. તેના બે નાના ભાઈ થશે, તેઓ પુણ્યના પ્રભાવથી ભવ્ય, દઢ સમ્યકત્વવાળા અને સુંદર વર્તનવાળા નિશ્ચિત થશે. સ્વપ્નને આ ફલાદેશ સાંભળીને પ્રસન્ન નયનવાળી તે અત્યંત તુષ્ટ થઈ અને ત્યાર પછી જિન-પ્રતિમાઓની પૂજા અને અપૂર્વ મહોત્સવ કરવા લાગી. રાવણ વગેરેના જન્મ
ત્યાર પછી જ્યારથી માંડીને તેના ગર્ભમાં પ્રથમ ગર્ભની ઉત્પત્તિ થઈ, ત્યારથી માંડીને તેના મુખમાંથી નિષ્ઠુર વાણી નીકળવા લાગી. તેનું શરીર અતિકઠણ બની ગયું. યુદ્ધના વિષયમાં નિર્ભય અને ઉત્સાહવાળું શૂરાતનવાળું હદય થઈ ગયું, ઈન્દ્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org