________________
: ૫૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
હાથની ચપળતાથી તેઓ બંને એક બીજાનાં બાણ અને ચક્રો છેદી નાખતા હતા, આમ વિદ્યાબલવાળા બંને એક બીજાને મત્સર કરતા રણમાં યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી માલીરાજાએ રેષપૂર્વક અગ્નિ-પ્રજવલિત ભયંકર શક્તિ હથીયારથી ઇન્દ્રના કપાળ પ્રદેશમાં સખત પ્રહાર કર્યો. શક્તિના પ્રહારથી હણાએલ ઈન્દ્ર રુધિર નીકળવાના કારણે લાલકમલની શોભા સરખો અને અસ્તાચલ પર્વત પર સંધ્યા સમયના સૂર્ય સરખો લાલ વર્ણવાળો દેખાવા લાગે. ક્રોધાધીન બનેલા, રેષાગ્નિથી ભરપૂર લાલનેત્રવાળા ઈન્દ્ર માલિરાજાનું મસ્તક ચક્રથી છેદી નાખ્યું.
યુદ્ધમાં પિતાના ભાઈને મરેલો દેખીને હવે સુમાલી રાજનીતિ અને સમય સમઅને એકદમ યુદ્ધમાંથી ભાગી ગયો. બલ અને દર્પથી ગતિ સેમ નામનો દેવ તેની પાછળ ગયો અને ભિડિમાલ નામના શસ્ત્રથી તેને સુમાલીએ ઘાયલ કર્યો. પ્રહારની મૂચ્છવડે બીડાએલાં નેત્રવાળે સેમ દેવ જ્યારે લાંબા કાળે સ્વસ્થ થયે, તેટલામાં સુમાલી રાજા પાતાલપુરમાં પહોંચી ગયા. રાક્ષસના સુભટોએ પણ એકદમ પાતાલલંકાપુરમાં પ્રવેશ કર્યો. માનભંગ પામેલા તેઓએ જાણે બીજે જન્મ ધારણ કર્યો હોય, તેમ ત્યાં રહેવા લાગ્યા. સ્વસ્થતા પામેલે સોમ ઇન્દ્રની પાસે ગયે અને જય શબ્દની ઉદઘોષણા કરતા ઈન્દ્ર રથન પુર નગરમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણે યુદ્ધમાં શત્રુએને જિતને ઈન્દ્ર મહારાજ્યને ભેગવવા લાગ્યા અને લોકમાં “ઈન્દ્ર” એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા. લોકપાલની ઉત્પત્તિનું વર્ણન
ત્યાર પછી ગૌતમ ગણધર ભગવંત શ્રેણિક રાજાને કહેવા લાગ્યા કે-“હે મગધરાજ! હવે લોકપાલની ઉત્પત્તિ જે પ્રમાણે થઈ, તે કમસર કહું છું, તે એક ચિત્તથી સાંભળો. મકરધ્વજને આદિત્યકીર્તિ નામની પત્નીથી સેમ નામને પુત્ર જન્ય, તેને
જ્યોતિપુરની રાજગાદી પર સ્થાપન કર્યો અને લોકપાલ તરીકે તેની પ્રસિદ્ધિ થઈ. મેઘરથને વરુણું નામની પત્નીની કુક્ષિથી વરુણ નામને પુત્ર થયો અને તે મેઘપુર નગરનો રાજા થયે. તે મટી ઋદ્ધિવાળો લેકપાલ થયો. વિદ્યાધરોમાં ઈન્દ્ર સરખા સૂર્યરાજાને કનકાવલી નામની ભાર્યાથી કુબેર નામને પુત્ર થયે, જે મહાસત્ત્વશાલી કુબેર નામના લોકપાલ હતા અને કંચનપુરમાં વાસ કરતા હતા. કાલાગ્નિ નામના વિદ્યાધરને શ્રીપ્રભા નામની પત્નીથી ઉત્પન્ન થએલ પરાક્રમી દૃઢનિશ્ચયપૂર્વક વ્યવસાય કરનાર યમ નામને પુત્ર હતા, તે કિષ્કિ િનગરીનો રાજા થયે. પૂર્વ દિશામાં મને, પશ્ચિમ દિશામાં વરુણને, ઉત્તરદિશામાં કુબેરને અને દક્ષિણદિશામાં યમને લોકપાલ તરીકે સ્થાપિત કર્યો. જેનું જે નામ હતું, તેના નગરનું નામ પણ તેના સરખું હતું, તેમ જ જેમના યશ પ્રસિદ્ધ થયા છે, એવા વિદ્યાધરને પૃથ્વીતલ પર નિયુક્ત કર્યા. અસુર નામના નગરમાં રહેનારા અસુરે, યક્ષપુરમાં રહેનારા યક્ષે, કિન્નરગીત નગરમાં રહેનારા કિન્નરો ત્રણે લેકમાં પ્રસિદ્ધિ પામ્યા. ગન્ધર્વપુરમાં રહેનારા ગન્ધર્વો, આશ્વનીપુરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org