________________
પઉમચરિય-પદ્મચરિત્ર
પ્રકારના પ્રસિદ્ધિ પામેલા યશવાળા વાનરવશના રાજાએએ તેમજ રાક્ષસ-સુભટાએ દીક્ષા અંગીકાર કરી. તપ અને સયમની સાધના લાંખાકાળ સુધી કરીને ભય તેમજ આસક્તિથી રહિત, જ્ઞાન–ચારિત્રવાળા રાક્ષસેા અને વાનરા કુશલાનુબંધી વિમલ ક ઉપાર્જન કરીને ક્રમે કરી કલ્યાણકારી અચલ અને અનંત સિદ્ધિસુખ પામ્યા. (૨૪૪)
: ૫૪ :
પદ્મરિતમાં રાક્ષસ-વાનરાના દીક્ષા-વિધાન નામના છઠ્ઠો ઉદ્દેશા પૂણ થયા. [૬]
[ ૭ ] દશમુખ રાવણની વિદ્યા-સાધના
ઈન્દ્રના જન્મ
એ સમયે રથનૂપુર-ચક્રવાલપુર નામના નગરમાં સર્વત્ર ફેલાએલ પ્રતાપવાળા, સદા આન ંદિત મનવાળા સહસ્રાર નામના રાજા રાજ્ય કરતાહતા. તેને પેાતાના અનુરૂપ ગુણવાળી માનસસુન્દરી નામની ઉત્તમ રાણી હતી. કાઇક સમયે અકસ્માત્ દુ લ દેહવાળી રાણીને દેખીને રાજાએ પૂછ્યું કે હું સુન્દરી ! તારા મનમાં કે શરીરમાં શું દુઃખ છે ? જે કાઈ મન-ઇચ્છિત પદાર્થ માગીશ, તે હું તને આપીશ.’ આ પ્રમાણે કહેવાએલી વિકસિત નેત્રાવાળી રાણીએ કહ્યું કે- જ્યારથી માંડી મારા ગર્ભમાં આ કાઇ જીવ ઉત્પન્ન થયા છે, તેના કર્મના દોષથી મને ઇન્દ્રની સપત્તિ જોવાની ઇચ્છા થાય છે. આ હકીકત મેં આપને કુલમાગત લજ્જા છેાડીને જણાવી છે.' તે જ ક્ષણે વિદ્યાના ખલથી ગર્વિત થએલા તેણે ઈન્દ્રની ઋદ્ધિની વિષુવા કરીને પઢા આદિક તેને અતાવ્યાં. પૂર્ણ થએલા દોહલાવાળી તે રાણીનાં મન અને નેત્રા આનંદથી પ્રક્રુલ્લિત થયાં. યાગ્ય સમયે ઈન્દ્ર સરખા ઉત્તમ કુમારને તેણે જન્મ આપ્યા. રાજાએ જન્માત્સવ લાયક સર્વ મંગલ-વધામણાં કરાવ્યાં અને ઇન્દ્રની અભિલાષા થઈ હતી, તેથી ઈન્દ્ર એવું કુમારનું નામ પાડ્યું. અનુક્રમે યૌવન, અલ, વીર્ય, તેજ, ગૌરવ વધવા લાગ્યાં. વૈતાઢ્યવાસી વિદ્યાધરાના રાજા થયા. ચાર લેાકપાલ, સાત સૈન્યા, ત્રણ પદાઓ, એરાવણ હાથી, મહાઆયુધ વ, ચાલીસ હજાર યુવતીઓ, મંત્રી, બૃહસ્પતિ, સેનાપતિ, હરિણેગમેષી વગેરે હંમેશાં તેની સેવામાં હાજર રહેતા હતા. આ કારણે તે નિમ જેવા જણાતા હતા. વિદ્યા અને ખલથી ગર્વિત થએલા ધીર તે વિશ્વાસપૂર્વક વ વિદ્યાધરાનું સ્વામિત્વ ભગવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org