________________
પઉમચરિય-પદ્મચરિત્ર
રહેલ મણિઓના કિરણથી કરેલી ભાવાળા ત્રણે ભાઈઓ ઘોર તપકર્મ કરવા લાગ્યા. એકલાખ-પ્રમાણ જાપ પૂર્ણ કરવાથી તેને અષ્ટાક્ષરી વિદ્યા સિદ્ધ થઈ અને સર્વકામા નામની વિદ્યા તે પણ અર્ધ દિવસમાં સિદ્ધ થઈ. દશકરેડ હજાર પરિવારવાળો મંત્ર અર્થાત્ એટલી સંખ્યા પ્રમાણ જાપ કરવાથી સિદ્ધ થતા સોળ અક્ષરોથી નિબદ્ધ છેડશાક્ષરી નામની વિદ્યા તેને સિદ્ધ થઈ. તે સમયે એક હજાર યુવતિથી પરિવરેલ જંબુદ્વીપના અધિપતિ અનાદત નામને યક્ષદેવ કીડા કરવા માટે તે વનમાં આવ્યો. સ્વાભાવિક વિલાસથી કીડા કરતી આ સુન્દરીઓની નજર તપ અને ધ્યાનમાં સ્થિરતાથી રહેલાં તે કુમારના શરીર ઉપર પડી. ઉત્તમ કમલ સરખા કમલા મુખવાળી તે દેવીઓ તેમની નજીકમાં જઈને કહેવા લાગી કે, “અરે! તપ-નિયમ કરવાથી શેષિત આ કુમારનાં રૂપ અને લાવણ્ય તો નિહાળો ! ઉત્તમકુમાર ! હજુ તો પ્રથમ (બાળ) વયવાળા શ્વેતવસ્ત્રને ધારણ કરનાર છો, કયા કારણથી આવું મહાન ઘોર તપકર્મ કરે છે? જલદી તમે ઉભા થાવ અને ઘરે પાછા જાવ. આ દેહને શેષણ કરવાથી શું લાભ મેળવવાના છો? હે પ્રિયદર્શન કુમારે ! અમારી સાથે તમે ભોગો ભોગવો. બખ્તર પહેરેલા સુભટને જેમ શસ્ત્ર તેમ વિલાસ ઉત્પન્ન કરનાર મધુર વચન બેલનાર તે યુવતીઓનાં વચનથી તેઓનું મન લગાર પણ ચલાયમાન ન થયું, અગર તો ન ભેદાયું. દેવીઓની વચ્ચે રહેલા રાવણને જોઈને અનાદત દેવે તેને કહ્યું કે, “અહીં ઉભા ઉભા તમે કયા દેવનું ચિંતવન કરે છે ? આદર પૂર્વક પૂછવા છતાં તેઓ ધ્યાનમગ્ન હોવાથી જવાબ આપતા નથી, ત્યારે રોષાયમાન થએલા યક્ષાધિપતિ અનાદતે તેઓને ઘોર ઉપસર્ગો કર્યા, કેવા ઉપસર્ગો કર્યા તે કહે છે. વેતાલ, વ્યંતર, ગ્રહ, ભૂત તથા ભયંકર અને વિકરાલ મુખ તેમ જ દાંતવાળા યક્ષે અનેક પ્રકારનાં રૂપ વિકુવને તે કુમારોને ડરાવવા લાગ્યા. કઈ યક્ષ પર્વતના મોટા શિખરને તોડીને પૃથ્વી–તલ ફેડી નાખે તે પ્રકારે પત્થરની મહાશિલાઓ તેના ઉપર ફેંકવા લાગ્યા. કેઈ યક્ષે લાંબા ઝેરી સર્પોની વિક્ર્વણા કરીને તેના શરીર પર ભરડો માર્યો. તો પણ તે કુમારે ક્ષોભ ન પામ્યા. મજબૂત દાઢવાળા અને ચપળ જિહાયુક્ત સિંહનાદ કરતા, ભયંકર મુખવાળા નખથી ભૂમિને ખેદતા સિંહનાં રૂપો બનાવીને કુમારને ડરાવતા હતા.
આ પ્રમાણે વિવિધ રૂપ બતાવવાથી તે ક્ષોભ પમાડવા સમર્થ ન થયા, ત્યારે ગાઢ અંધકાર સરખા શ્યામવર્ણવાળા પ્લેચ્છ સિન્યને એકદમ બતાવ્યું. તેઓએ કુસુમાન્તપુરને બળાત્કારે હતું–ન હતું તેવું ઉજજડ અને અતિશય પીડિત કર્યું. ત્યાર પછી રત્નશ્રવને દેરડાથી મજબૂત બાંધીને તેમની સામે બેસાડ્યો. તેમજ કઠેર મજબૂત દોરડાથી બાંધેલા વિલાપ કરતા અને દીન મુખવાળા અંતઃપુરને, તથા તેના બંધુઓને તેમની સામે બેસાડ્યા. તે અનાર્ય શ્લેચ્છાએ વળી બેડીમાં જકડેલી તેમની માતાને કેશ પકડીને ખેંચી લાવી તેઓની પાસે બેસાડી. “હે પુત્રો! આ ભીલના પંજામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org