________________
[૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ
: ૬૫ :
વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણીમાં રહેલા સુરસંગીત નામના નગરના સ્વામી, શૂરવીર આ ભયરાજા વિદ્યાધરના સ્વામી છે. હે ગુણાકર! વિશિષ્ટ લાવણ્યયુક્ત પોતાની પુત્રી તમને આપવા માટે આ રાજા સુભટ સેન્ય–પરિવાર સાથે અહીં જલ્દી આવ્યા છે. આ વચન સાંભળીને દશાનન જિનગૃહમાં ગયે, પૂજા કરીને પછી તુષ્ટ થયેલે તે પ્રભુને વંદન કરવા લાગ્યા. ત્યાં જ વિધિપૂર્વક સ્વજન પરિજનને આનંદ આપનાર પૃથ્વીમાં ન બનેલો એ અપૂર્વ લગ્ન–મહોત્સવ પ્રવર્તે. સર્વ ભુવનની શ્રેષ્ઠ લક્ષ્મી પિતાને મળી હોય તેમ માનતો રોમાંચિત ગાત્રવાળે દશાનન તેની સાથે સ્વયંપ્રભપુરમાં પહોંચ્યા. મયરાજા પિતાની પુત્રીના વિયોગના કારણે શેકને અને યોગ્ય વર મળવાથી પ્રમાદને વહન કરતા પરિવાર–સહિત પિતાના નગર તરફ ચાલ્યા. વિશાળ નેત્રવાળી મંદોદરી દશાનનની મુખ્યરાણું બની, તેને ગુણમાં અનુરાગવાળે તે કેટલે કાળ પસાર થયે, તે પણ જાણતું ન હતું.
ઉત્સાહી અને નિશ્ચિત મનવાળો તે વિદ્યાઓના વીર્ય અને પ્રભાવ જાણવાની ઈચ્છાવાળે છે, તેથી તેને અનેક પ્રકારને ઉપયોગ કરવા લાગ્યો. પિતે એક હોવા છતાં વિદ્યાર્થી અનેક રૂપ ધારણ કરીને સર્વ યુવતીઓને આલિંગન આપવા લાગ્યું. સૂર્યની જેમ ગરમી કરતો હતો અને કોઈ વખત ચંદ્રની જેમ સ્ના ફેલાવતે હતે. અગ્નિની જેમ વાલા કાઢતું હતું, તે જ સમયે મેઘ ઉત્પન્ન કરીને વરસાદ વરસાવતો હતે. વાયુની જેમ પર્વતને ચલાવતા હતા, તે કઈ વખત સુરપતિનું રૂપ ધારણ કરતો હતો. કેઈ વખત જાણે પ્રગટ સમુદ્ર હોય તેવું રૂપ, કોઈ વખત મત્ત હાથી કે ઘોડાનું રૂપ કરતો હતો, કેઈ વખત નજીક, કઈ વખત દૂર, કઈ વખત ક્ષણવારમાં અદશ્ય થઈ જતો હતો, કઈ વખત મહાન રૂપ તો કઈ વખત ક્ષણવારમાં સૂક્ષમ રૂપ પામતો હતો. એ પ્રમાણે ક્રીડા કરતાં કરતાં તે મેઘવર નામના પર્વત નજીક આવી પહોંચ્યા. ત્યાં તેણે નિર્મળ જળથી ઉત્પન્ન થતી નાના નાના તરંગોવાળી, કુમુદે અને કમળોથી ઢંકાએલી ભમરના ગુંજારવના મધુર શબ્દવાળી વાવડી દેખી. ત્યાં આગળ તેણે ક્રીડા કરતી લાવણ્યવાળી છ હજાર વિદ્યાધરકન્યાઓ દેખી. તેઓએ પણ સુંદર હાર ધારણ કરેલ, મુગુટ પહેરેલ, વિમાનમાં આરૂઢ થએલ, ઈન્દ્રની કીડાનું અનુકરણ કરતા તે કુમારને જે. દશાનનને જોઈને તેઓ એમ બેલવા લાગી કે, “મન અને નયનને આનંદ આપનાર જે આ પુરુષ આપણો ભર્તાર ન થાય તો આપણે આ જન્મ નિષ્ફલ ગણાય.”
સુરસુન્દરની પુત્રી ઉત્તમ પદ્મ કમળ સરખા વદનવાળી લહમીદેવીની જેમ પદ્માસવરમાં નિવાસ કરનારી પદ્માવતી નામની કન્યા હતી. બીજી બુધની પુત્રી મનરેગાની કુક્ષિથી જન્મેલી પુષ્પલતાની જેમ શેભતી અશોકલતા નામની બાલા હતી. કનકરાજાની પુત્રી સંધ્યાદેવીની કુક્ષિથી જન્મેલી, વિજળીના સરખા વર્ણવાળી વિદ્યુતપ્રભા નામની કન્યા હતી. રૂપ-યૌવનને ધારણ કરનારી આવી ઘણી કન્યાઓ જળક્રીડા છોડીને તે ઉત્તમ પુરુષને નીહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org