________________
[૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ
એકબીજાને પ્રહાર કરવા લાગ્યા. વિજળી સરખાં ચમકતાં અને ચપળ હથિયારના પ્રહારથી લડતા સુભટોનાં ધડ તે સમયે મસ્તકથી છૂટાં પડીને એવી રીતે નૃત્ય કરવા લાગ્યાં કે જાણે રણભૂમિ ફેરવાઈને નાટ્યભૂમિ ન બની ગઈ હોય? ત્યાર પછી એકદમ દશમુખે રણભૂમિમાં યક્ષ સુભટોને વિષે સમગ્ર રાક્ષસ-સન્યને ચક્રની જેમ ભમતું જોયું. તે પછી રાવણે મજબૂતપણે ધનુષને હાથથી પકડીને તેની દોરીથી છૂટેલાં બાણથી અતિશય ઘવાયેલા યક્ષના સુભટોને યુદ્ધ કરવાથી વિમુખ બનાવ્યા. યક્ષસૈન્યમાં કઈ એ રથિક, ગજારૂઢ, અસ્વાર કે પાયદલ ન હતું કે, જે દશમુખે છોડેલા બાણથી ભેદાય ન હોય.
યુદ્ધભૂમિમાં રાવણને પિતાની સમક્ષ આવતો દેખીને યક્ષનરેન્દ્રને અતિશય બધુસ્નેહ ઉત્પન્ન થયા. પૂર્વકાલમાં જેમ યુદ્ધભૂમિમાં બાહુબલી સંવેગ પામ્યા, તે પ્રમાણે ચિતવીને સંસારવાસનો તિરસ્કાર કરવા લાગ્યા. “માનમાં અતિગર્વિત બની તથા વિષયમાં માહિત થઈ મેં બધુજનોને વિનાશ અને લેકમાં અપકીર્તિ કરનાર કાર્ય આચર્યું!” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરી તે રાવણને કહેવા લાગ્યો કે, “હે રાવણ ! એકાગ્ર મનથી તમે મારું વચન સાંભળો. આ ક્ષણભંગુર લક્ષ્મી ખાતર તમે આ હિંસાનું પાપકર્મ ન કરે. હે રાવણ! આપણે બંને બે સગી બહેનના પુત્રો છીએ, માટે ભાઈઓએ એકબીજા સાથે લડાઈ કરવી એગ્ય ન ગણાય. વિષયસુખની તૃષ્ણામાં તીવ્ર આસક્તિવાળા પુણ્યહીન પુરુષો જીવોને ઘાત કરીને અતિવેદનાવાળા નરકમાં જાય છે. એક દિવસ રાજ્યસુખ ભોગવીને વરસ દિવસનું પાપ ઉપાર્જન કરે છે. ખરેખર અજ્ઞાની જન દેરા માટે રત્નહારને તેડી નાખે છે. માટે રાગ-દ્વેષને ત્યાગ કરો, પિતાના સનેહીઓ પ્રત્યે ભ્રાતૃભાવ બતાવે, વિષયભેગની તૃષ્ણાથી પિતાનાં અંગો પર પ્રહાર ન કરે.” આવું વચન સાંભળીને પોતાના બલથી ઉન્મત્ત બનેલ રાવણુ કહેવા લાગે કે, “હે શ્રમણ ! રણસંગ્રામમાં ધર્મોપદેશ સાંભળવાનો અવસર હોતે નથી. હવે બહુ કહેવાથી સર્યું, કાં તે તરવારની ધારના માર્ગમાં અથવા મને પ્રણામ કર. આ સિવાય હવે તને કઈ શરણ નથી. યુદ્ધમાં રાવણને સામે આવતે જાણું હવે વૈશ્રમણ રાવણને કહેવા લાગ્યું કે, “આ પ્રમાણે બેલે છે, પરંતુ આ વચનેથી તારું મરણ નજીક પ્રતીત થાય છે. બાંધવ-સ્નેહ ખાતર મેં તને મધુર વચનથી નિવારણ કર્યો, તેથી તું એમ માનવા લાગ્યું કે, આ યક્ષરાજા તારાથી ડરી ગયેલ છે. જે તને તારા બલનું અતિ ઘમંડ છે, તો હે દશમુખ ! પ્રથમ તું પ્રહાર કર, તેમાં વિલંબ ન કર.” ત્યારે રાક્ષસેન્દ્ર રાવણ કહેવા લાગ્યું કે, “યુદ્ધમાં સર્વ આયુધ સાથે મૈત્રી કરેલા મારા હાથ શત્રુ સુભટ ઉપર પ્રથમ પ્રહાર કરતા નથી. તે સમયે રેષાયમાન યક્ષાધિપતિ શ્રમણ રાવણ ઉપર સેંકડો બાણથી વૃષ્ટિ કરવા લાગ્યું, ત્યારે આકાશના મધ્યભાગમાં જાણે હજારો કિરણવાળ ન હોય તેમ પ્રતીતિ થવા લાગી. વૈશ્રમણે છેડેલા બાણસમૂહને રાવણે અર્ધચંદ્રાકાર બાણથી છેદીને આકાશમાં બાણના મંડપ સરખો દેખાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org