________________
[૬] રાક્ષસ અને વાનરોને પ્રવજ્યા-વિધાન અધિકાર
: ૫૩ : તે સર્વ યથાર્થ કહી સંભળાવ્યો. તે આ પ્રમાણે તે નગરમાં અશનિવેગે સ્થાપન કરેલ શત્રુના ભયને ન ગણનાર નિર્ધાત નામને દાનવ રહે છે. ગુણસમૃદ્ધ તે નગરી અમારી વંશ-પરંપરાની માલિકીની હતી, પણ હે પુત્રો ! અત્યંત રમણીય તે નગરીને અમે તેના ભયથી ત્યાગ કર્યો. હે પુત્રો ! તે પાપીએ ભયંકર વિકરાળ રૂપ કરીને નગરની ચારે તરફ એવાં યંત્રોને ગોઠવ્યાં છે કે, જેથી લોકો તેમાં પલાઈને મૃત્યુ પામે.” આ હકીકત સાંભળીને વિદ્યામાં સિદ્ધિ મેળવનાર તે સિંહ સરખા કુમારે પાતાલપુરથી બહાર નીકળ્યા. ચતુરંગ-સેના સહિત તેઓ એકદમ આકાશમાગમાં ઉડીને યંત્રના સમૂહને વિનાશ કરીને લંકાનગરીએ પહોંચ્યા. રાક્ષસસુભટો સહિત નિર્ધાત આ સમાચાર સાંભળીને તેને સામનો કરવા માટે સૂર્ય સરખો પ્રજ્વલિત થઈ તે હાથમાં તરવાર અને બીજાં શસ્ત્ર ગ્રહણ કરીને રણમેદાનમાં નીકળ્યો. જેમ વર્ષાકાલમાં મેઘ વ્યાપી જાય, પવન ફુકાય, જળ વરસે અને વીજળી ચમકે તેમ રણભૂમિ હાથીરૂપી મેઘથી છવાઈ ગઈ, મદજળ ઝરવાથી પાણીવાળી, તલવાર ચમકવા રૂપી વિજજળીના ઝબકારાવાળી, હાથીના કાનના ફડફડાટથી પવનવાળી અણધારી બની ગઈ. એક બીજાના ઉપર વેગથી ફેંકેલા બાણોના અગ્રભાગ અથડાવાના કારણે ઉત્પન્ન થએલ ઉલ્કાવાળાં શસ્ત્રોથી બંને પક્ષના સુભટો જીવવાની આશા છોડીને લડવા લાગ્યા. દર્પવાળા દેવ અને દાનવ સરખા માલી અને નિર્ધાતના સુભટો સામસામા આયુધે ફેંકતા અને પ્રહાર કરતા લડવા લાગ્યા. બંને પક્ષનું આવા પ્રકારનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે માલીના સુભટે નિર્ધાતને એવો પ્રહાર કર્યો કે તે મૃત્યુ પામ્યો. યુદ્ધમાં નિર્ધાતનું મરણ સાંભળીને તેને સિનિક ભયાકુલ મનવાળા થયા અને ભાગીને વૈતાઢ્યમાં પહોંચી ગયા. ત્યારપછી ઢેલ, ભેરી, ઝાલર તથા જયકાર શબ્દ-મિશ્રિત મંગલશબ્દ કરતા કરતા માલી વગેરે બંધુવગે લંકાપુરીમાં પ્રવેશ કર્યો. પિતા-માતા અને સ્વજન તથા પરિવારના વિસ્તાર સહિત ભેગ-સમૃદ્ધિવાળા નિષ્કટેક અનુકૂલ રાજ્યસુખને ભોગવવા લાગ્યા.
આ બાજુ હેમાંગપુર નામના નગરમાં હિમરાજાની ભાર્યા ભગવતીના ગર્ભથી ઉત્પન્ન થએલી ચંદ્રમતી નામની એક કન્યા હતી. જે પોતાના રૂપ અને યૌવન ગુણ વડે દૂરથી આકર્ષિત કરતી હતી, તેનાં માલી કુમાર સાથે મહાવિભૂતિથી લગ્ન થયાં. પ્રીતિપુરમાં પ્રિયંકર રાજાની રાણી પ્રીતિમતીથી ઉત્પન્ન થએલી, વિશાલનેત્રોવાળી મહાપ્રીતિ નામની એક સુંદર કન્યા હતી. તે અત્યંત સુંદર અવયવવાળી, લક્ષણ તેમ જ ગુણોથી યુક્ત, રતિ કરતાં ચડિયાતા રૂપવાળી તે સુમાલી કુમારની ભાર્યા થઈ. કનકપુરના કનકરાજાની ભાર્યા કનકશ્રીની પુત્રી કનકાવલી નામની કન્યા હતી, તે લોકમાં અધિક ગુણવાળી હતી. તેનાં લગ્ન માલ્યવંત કુમાર સાથે થયાં. હજારે યુવતીઓના પરિવારવાળો માલી રાજા બંને શ્રેણીનું સ્વામિત્વ પામ્યું. અનેક મુગટધારી રાજાઓ આદરથી તેની આજ્ઞા માનતા હતા એવા મહારાજ્યને ભગવટો કરતા હતા. આવા દેશ-કાલ વર્તી રહેલા હતા, ત્યારે સુકેશી અને કિષ્કિથી રાજાને વૈરાગ્ય થયો. આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org