________________
[૬] રાક્ષસો અને વાનરને પ્રવજ્યા-વિધાન અધિકાર
: ૫૧ :
તરવાર, પત્થર, ચક્ર, ઘણુ, હથોડા, હથીયારના ઘા કરવા ઈત્યાદિકથી વિદ્યાધર રાજાઓના સુભટો તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. હાથીઓ હાથી સાથે, રથની સાથે રથ, ઘોડાની સાથે જોડા અને પાયદલ સાથે પાયદળ એમ યુદ્ધ કરવા લાગ્યા. આમ વિદ્યાધરે અને વાનરેનું મહાયુદ્ધ ચાલી રહેલું હતું, ત્યારે કિષ્કિધિને મિત્ર સુકેશીરાજા ત્યાં આવી પહોંચ્યું. મહાનાગની જેમ તે રાક્ષસનાથ તેની આગળ આવ્યું અને વિસ્તારવાળા સૈન્ય-પરિવારયુક્ત વિદ્યાધરોની સાથે લડવા લાગે.
અત્યંત શૂરવીર અંધકવર અને વિજયસિંહની વચ્ચે એક બીજા સામે હથીયાર ફેંકવા રૂપ મહાભયંકર યુદ્ધ જામ્યું. તે સમયે કિષ્કિધિના સહોદર અન્ધકકુમારે યુદ્ધમાં તરવારથી વિજયસિંહ રાજાનું મસ્તક છેદી નાખ્યું. પુત્રનું મરણ સાંભળીને અશનિવેગ વજથી હણાયે હોય તેમ શેકસાગરમાં ડૂબી ગયા અને વિલાપ કરવા લાગે. વિજયસિંહને વધ કરીને આકાશમાં ગમન કરવામાં દક્ષ સૈન્યસહિત વાનરે અને રાક્ષસે કિષ્કિધિપુરમાં પહોંચી ગયા. રેષથી કોપાયમાન અશનિવેગ રાજા પણ શોક છેડીને તેઓની પાછળ કિષ્કિબીપુરમાં આવ્યા. યુદ્ધભૂમિમાં પ્રચંડ શૂરાતન બતાવનાર અશનિવેગનું આગમન સાંભળીને વાનર અને રાક્ષસ રાજાના સુભટો તેને સામને કરવા માટે બહાર આવ્યા. તરવાર, પત્થર, પરશુ, પશિ શસ્ત્ર આદિ હથિયારો એક બીજા સાથે અથડાવાથી તેમાંથી અગ્નિતણખા ઉડતા હતા. તે સમયે ઘણું જીવન અંત કરનાર એવું ભયંકર યુદ્ધ જામ્યું. હાથમાં તરવાર ઊંચી ફેરવતો અંધક અશનિવેગ તરફ પહોંચ્યો. તેમજ કિષ્કિધી યુદ્ધભૂમિ પર વિઘુગ સાથે લડવા લાગ્યો. યુદ્ધભૂમિમાં ચંડાર્ક વેગે અંધકકુમારને મારી નાખ્યો, જીવવાની આશાથી મુક્ત થએલ તેણે ચુદ્ધને રસ છોડી દીધો. કિષ્કિધિ રાજાએ પણ એક મજબૂત શિલા ગ્રહણ કરીને ફેંકી કે જે વિદ્યદ્રગની છાતી ઉપર પડી. રેષાયમાન થએલા અશનિવેગના પુત્ર વિદ્યવેગે તે મોટી અને વિશાલ શિલા તે વાનરનાથના પર પાછી ફેંકી. તરતજ પર્વત અથવા નગરના દરવાજા સરખા તેના વક્ષસ્થળ પર શિલા પડી. તેના પ્રહારથી કિષ્કિધિ રાજા મૂચ્છ પા. લંકાના રાજાએ તેને ગ્રહણ કર્યો અને તેને પાતાલપુરમાં લાવ્યા.
જ્યારે તેની મૂચ્છ ઉતરી અને સ્વસ્થ થયો ત્યારે પૂછયું કે, તે અંધકકુમાર ક્યાં છે? ત્યારે તેણે સર્વ હકીકત જણાવતાં કહ્યું કે-યુદ્ધમાં તે તારા બંધુને અશનિવેગ રાજાએ રણભૂમિમાં હણી નાખ્યો, જેથી તે મહાનિદ્રામાં પોઢી ગયા. શક્તિ હથીયારના પ્રહારથી હણવા સરખું અને કર્ણને અણગમતું એ વચન સાંભળતાં જ મૂર્છાથી બંધ થએલા નેત્રવાળો ધસ કરતાંક ધરણી પર ઢળી પડયે. ચંદન-મિશ્રિત જળથી સિંચાએલ શરીરવાળે તે પાછો સ્વસ્થ થયે. અને ભાઈના વિયેગના દુઃખથી શકાતુર બનેલ વિવિધ પ્રકારના પ્રલાપ કરીને રુદન કરવા લાગ્યા. (૨૦૦) અનેક પ્રકારના વિલાપ કરીને ભયથી ઉદ્વેગ પામેલે સુકેશી કિષ્કિધિના સમગ્ર સૈન્યસહિત એકદમ પાતાલલંકાપુર પહોંચી ગયા. સુવર્ણ અને ઉત્તમરને યુક્ત ઉન્નત પ્રાકારવાળા, નગરમાં પ્રવેશ કરીને પ્રમોદ અને શોક વહન કરતા બંધુ સહિત રહેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org