________________
પઉમરિય-પદ્મચરિત્ર
*
ત્યારપછી ચક્રવર્તી સગરે પૂછ્યું કે હે વિભા ! આ સહસ્રનયન ઉપર મને અતિશય પ્રીતિ કયા કારણે ઉત્પન્ન થઇ છે ? તેનું કારણ આપ કહે.' આ વિષયના પ્રત્યુત્તર આપતા તી કર ભગવંતે કહ્યુ કે, પૂર્વજન્મમાં મુનિવરને ભિક્ષાદાન કરવાના ફલરૂપે રંભકને દેવત્વ પ્રાપ્ત થયું. સૌધર્માં દેવલાકથી ચ્યવીને ચદ્રપુરમાં રાજાની ભાર્યાની કુક્ષિમાં વરકીર્તિ નામથી ઉત્પન્ન થઇ, દીક્ષા અંગીકાર કરી, મરીને દેવપણે ઉત્પન્ન થયેા. ત્યાંથી ચ્યવીને ત્યાર પછી પશ્ચિમવિદેહમાં રત્નસંચયપુરમાં ચંદ્ર સરખી ઉજજવલ તિવાળા મહાઘાષના પુત્ર થયા. ત્યાં દીક્ષા લઇને પ્રજાખલ નામના મુનિ થયા. કાલ પામી પ્રાણતકલ્પમાં દેવ થઈ ચ્યવીને ભરતક્ષેત્રમાં પૃથ્વીપુરમાં યશેાધર રાજા અને જયા રાણીના યશઃકીર્તિ નામના પુત્ર થયા. પિતા પાસે દ્વીક્ષા અ'ગીકાર કરીને વિજય નામના વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને ચૌદ રત્નના અધિપતિ તેમજ શૂરવીર સમગ્ર ભરતના સ્વામી તું સગર ચક્રવર્તી થયા છે. જે કારણથી પહેલાં રંભકને આવલિક પ્રિય હતા, તે કારણથી સહસ્રનયન ઉપર તારા અધિક સ્નેહ છે. પેાતાનું અને પિતાનું ચિત્ર સાંભળીને હપૂર્ણ નેત્રવાળા તે તીથ કરના સદ્ભૂત ગુણાની સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે ? (૧૨૦)
: ૩૪ :
“ હે નાથ ! આપ નિષ્કારણ અનાથ જીવા ઉપર ઉપકાર કરવામાં તત્પર રહે છે, એથી માટું બીજું કયું આશ્ચય હાઇ શકે ? હે નાથ ! તમે બ્રહ્મા, ત્રિલેાચન શંકર, સ્વયં બુદ્ધ, અનંત નારાયણ, તેમજ ત્રણે લેાકથી પૂજવા ચેાગ્ય અન્ત છે. તે સમયે ત્યાં રહેલા રાક્ષસપતિ ભીમે મેઘવાહનને કહ્યું કે- હે પુરુષ ! તમે જિનેશ્વરના શરણમાં આવ્યા, તે ઠીક કર્યું. હવે મારું વચન સાંભળેા. ભગવંતનું શરણ ભય અને શેકને નાશ કરનાર, હિતકારી, પછી પણ લાભ કરનાર અને મૃત્યુ પછી મેાક્ષ આપનાર થાય છે. આ વૈતાઢ્યમાં ખલવાળા વિદ્યાધરા તમારા શત્રુએ છે, તેમની સાથે નિર્ભયતાથી તમે એકલા હે સજજન ! કેવી રીતે સમય પસાર કરશે ? માટે મારી વાત સાંભળે !
લંકા નગરી
સમુદ્ર વચ્ચે વિદ્રુમ મણિ તેમજ રત્નેનાં કિરણેાથી દેીપ્યમાન તથા ખાગ ઉદ્યાનાથી રમણીય એવે રાક્ષસ નામના દ્વીપ છે. તે ચારે બાજુ સાતસે યાજન વિસ્તારવાળા છે. તેના મધ્યભાગમાં ત્રિકૂટ નામને એક ઉત્તમ પર્વત છે. તે નવ ચાજન ઊંચા અને ચારે બાજુ પચાસ-પચાસ યેાજન વિસ્તૃત છે. દશે દિશાઓને પ્રકાશિત કરતું તેનું શિખર શૈાભી રહેલું છે. તે શિખરની નીચે સુવર્ણના વિચિત્ર ચારે ખાજી ફરતે કિલ્લે! હતા, અને દેવતાએ સરખી સમૃદ્ધિવાળી લંકા નામની નગરી છે. તમારા આંધવ વગેરે સ્નેહિજન સહિત એકક્રમ તમેા ત્યાં જાવ અને ભય-શાકથી રહિત થઇ વિશ્વસ્તપણે સુખેથી હંમેશાં ત્યાં રહેા. આ પ્રમાણે કહીને રાક્ષસપતિએ બીજી કેટલીક વિદ્યાએ સહિત દેવતાઓથી રક્ષિત, મણીઓના કિરણેાથી ઝળહળતા એક હાર તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org