________________
પઉમરિય-પદ્મચરિત્ર
વાળા મારા પુત્ર ! અણધાર્યા કયા દુષ્ટ વેરીએ વગર અપરાધે તમાને મારી નાખ્યા ? હે હજારા ગુણાના સ્થાન ! હે ઉત્તમરૂપવાળા ! ચંદ્ર સરખા સૌમ્યવદનવાળા ! નિય અને અનુકપા વગરના ધ્રુવે મારા પુત્રાને હણી નાખ્યા ? હે પાપી દૈવ! શું તને હૃદયવલ્લભ પુત્ર અને ખળકા નથી ? જેથી કરીને અહીં મારા સાઠ હજાર પુત્રાને તે મારી નાખ્યા.”
: ૩૮ :
આ પ્રમાણે સગર ચક્રવર્તી ઘણાં પ્રકારનાં વિલાપ-વચના મેલ્યા પછી પ્રતિબેાધ પામ્યા અને ત્યારપછી સંવેગ પામેલા તે આ પ્રમાણે કહેવા લાગ્યા કે-“ખેદની વાત છે કે વિષયાસક્ત અનેલા અને પુત્ર-સ્નેહરૂપી દોરડાથી જકડાએલા નિર્ભીગી મેં તરુણુવયમાં ધનુ સેવન ન કર્યું. જો દુર્લભતાથી પ્રાપ્ત કરેલા પુત્રાનુ મુખ-દર્શન ન થાય તે નવ નિધિએ, ચૌદ રત્ના સહિત આ છ ખ`ડવાળી પૃથ્વીનું મારે શું પ્રત્યેાજન છે ? ભરતાદિક તે મહાપુરુષો ધન્ય છે કે, જેઓએ કામભાગેાથી વિરક્ત અની, રાજ્યના ત્યાગ કરી, નિઃસંગ થઇને પ્રવ્રજ્યા અગીકાર કરી.” (૨૦૦)
આ પ્રમાણે વિચારીને સગરે જન્નુપુત્ર ભગીરથના રાજ્યાભિષેક કરીને ભીમરથની સાથે જિનેશ્વરની પાસે દ્વીક્ષા અંગીકાર કરી. ઉદાર તપ કરીને, કેવલજ્ઞાન ઉપાર્જન કરીને પુત્ર સાથે આયુષ્ય પૂર્ણ કરીને સગર સિદ્ધિપદને પામ્યા.
ભગીરથના પૂભવ
ઇન્દ્ર જેમ દેવનગરીમાં તેમ અનેક મહાસુભટાથી પિરવરેલ ભગીરથ પણ સાકેત નગરીમાં રાજ્ય કરતા હતા. કાઇક સમયે ભગીરથ ઉત્તમમુનિની પાસે પ્રણામ કરીને બેઠા અને ધર્મ સાંભળ્યેા. ત્યાં શ્રુતસાગર નામના અનગારને ભગીરથ કુમારે પૂછ્યું કે, સાઠ હજારમાં અમે એ કેમ બચી ગયા અને મૃત્યુ ન પામ્યા ? તેનું કારણ કહેા. ત્યારે મુનિવરે તેને ઉત્તર આપ્યા કે, કાઇ વખત મુનિવરાના ગણુ સમ્મેતશિખરની યાત્રા કરવા માટે ધીમે ધીમે વિહાર કરતા હતા અને તેમ કરતાં નજીકના છેલ્લા ગામે પહોંચ્યા. ત્યાં શ્રમણસ'ઘને દેખીને તે ગામના લેાકેા મુનિવરને ઉપસર્ગ કરતા હતા. કઠાર વચનેાથી સાધુની નિંદા કરતા લેાકેાને કુંભારે નિષેધ્યા. ત્યાં એક ગામવાસી પુરુષ ઉપર ચારીના આરોપ આવ્યા. એ અપરાધના કારણે રાજાએ આખુ' ગામ સળગાવી નાખ્યું. તે સમયે કુંભારને બહાર ગામનું આમત્રણ મળેલુ હોવાથી તે ત્યાં ગયા, એટલે કમ યાગે તે એકલેા ન મળ્યો. બચેલા કુંભાર આયુષ્ય પૂર્ણ થયુ' એટલે મરીને ઘણા ધનથી સમૃદ્ધ વણિક થયા. ગામના બીજા સર્વે લેાકેા વરાડ–વિશ્વમાં ઉત્પન્ન થયા. પેલા કુંભારના જીવ વણિક ત્યાંથી કાલ કરીને રાજાપણે ઉત્પન્ન થયા.
ક્ષુદ્ર જતુએથી ઉપદ્રવિત ગામને હાથીએ ખેદાન-મેદાન કરી નાખ્યું. તે રાજા શ્રમણ થયા, કાલ પામી ઉત્તમ દેવલાકમાં દેવ થઇને ત્યાંથી ચ્યવીને અહીં હવે તું ભગીરથ રાજા થયા. તે વખતે જે ગામલેાકેા હતા, તે વિવિધ જાતિમાં કાલ પામીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org