________________
દિ] રાક્ષસે અને વાનરોનો પ્રવજ્યા-વિધાન અધિકાર
: ૪૫ :
વાનરવંશની ઉત્પત્તિ
કેઈક સમયે વજીકઠે એક મુનિને પિતાના પિતાનું ચરિત્ર પૂછયું, ત્યારે કહ્યું કે–પૂર્વે બે સગા ભાઈઓ વણિક કુળમાં ઉત્પન્ન થયા હતા. સાથે રહેતા એવા તેઓની પ્રીતિને તેમની પત્નીઓએ તેડાવી નંખાવી. નાનો ભાઈ મિથ્યાત્વી અને મેટો ભાઈ શ્રાવક છે. નાના ભાઈએ રાજા સમક્ષ કે પુરુષને મારી નાખે. મોટાએ કઈ પ્રકારે તેને બચાવી લીધું અને ઉપરાંત દ્રવ્ય પણ આપ્યું. નાના ભાઈને ઉપશાન્ત કરીને માટે ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. નાને પણ દેવપણે ઉત્પન્ન થઈ ચ્યવીને શ્રીકંઠ રાજા થયા. (૬૩)
બધુ-નેહના કારણે ઈન્દ્ર મહારાજાએ પિતાને પ્રકર્ષ જણાવીને શ્રીકંઠને પ્રતિબોધ પમાડ્યો અને નંદીશ્વરદ્વીપ ગ. ઈન્દ્રને દેખીને તારા પિતા શ્રીકંઠને પૂર્વજન્મનું સ્મરણ થયું, તેથી પ્રતિબંધ પામ્યા અને દીક્ષા અંગીકાર કરી. આ વૃત્તાન્ત તને વિસ્તારથી કહ્યો. વજકંઠ રાજાએ પણ ઈન્દ્રાયુધપ્રભ નામના પુત્રને રાજ્ય સ્થાપન કરીને દીક્ષા લીધી અને મનવાંછિત મોક્ષ પ્રાપ્ત કર્યો. ઈન્દ્રાયુધપ્રભને પણ ઈન્દ્રમત નામને પુત્ર વિદ્યાધર-રાજા થયા. તેને પણ મરુકુમાર નામને પુત્ર થયો. તેને અંદર નામને પુત્ર થયે. મન્દર રાજાને પણ પવનગતિ નામને પુત્ર વિદ્યાધર રાજા થયે. પવનગતિને પણ રવિપ્રભ નામને પુત્ર થયે. રવિપ્રભને પણ મહાપરાક્રમી અમરપ્રભ નામને પુત્ર હતા. તે રાજાએ ત્રિકૂટના સ્વામીની ઉત્તમ ગુણવતી નામની કન્યા સાથે લગ્ન કર્યા. વિવાહવિધિ પૂર્ણ થયા પછી ઉત્તમ સુવર્ણના ચૂર્ણથી ચિત્રેલા લાંબી પૂછડીવાળા વાનરોને જેયા. તેવું ભય ઉત્પન્ન કરનાર ચિત્રામણ જેઈને ગુણવતી એકદમ સર્વ અંગેથી કંપતી અમરપ્રભને વળગી પડી. અમરપ્રભ કુમાર પણ રેષાયમાન થઈને કહેવા લાગ્યું કે
પૃથ્વીપીઠ પર જેણે આ અધમ વાનરનું ચિત્રામણ આલેખ્યું, તેને હું સખત શિક્ષા કરીશ.” વિવિધ કલા અને શાસ્ત્રમાં કુશલ મંત્રી તેને મધુર વચનથી કહેવા લાગે કે, “જે કારણે આ વાનરોને આલેખ્યા છે, તેનું કારણ સાંભળો. પૂર્વકાલમાં શ્રીકંઠ નામના પ્રસિદ્ધ મુખ્ય રાજા હતા, જેણે અમરપુરની શોભા સરખી કિષ્કિધી નામની નગરી વસાવી હતી. તેણે સર્વ પ્રથમ વાનરેનાં કુટુંબોને બાંધની જેમ એકઠા કરીને પરમ પ્રીતિથી આહારાદિક કાર્યોમાં દેવની જેમ સ્થાપિત કર્યા. ત્યારથી માંડી તમારા વંશમાં જે કંઈ રાજા ઉત્પન્ન થયા, તેઓમાં મંગલને માટે વાનરો તીર્થરૂપ મનાવા લાગ્યા. પરંપરાથી તમારા કુલમાં વાનરોની સ્થાપના ચાલી આવેલી છે, તે કારણથી હે નરાધિપ ! મંગલ માટે આનું આલેખન કરાયું છે. જે મનુષ્યના કુલમાં ઉચિત મંગલ સ્થાપન કરવાનું પરંપરાથી ચાલ્યું આવતું હોય, તે મંગલને આચાર કરવાથી વિપુલ સુખની સંપત્તિ મેળવી શકાય છે. આવા પ્રકારનું મંત્રિ-વચન સાંભળીને રાજાએ પૂછ્યું કે, “કુલના વડેરાઓ ભૂમિ ઉપર આલેખન કેમ કરાવે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org