________________
પઉમચરિય–પદ્મચરિત્ર
આમ કરવાથી મંગલ ઉપર લોકો પગ સ્થાપન કરે છે. માટે છત્રોમાં, તરણુમાં, વજેમાં, પ્રાસાદના શિખર ઉપર રત્નના ઘડાવેલા વાનરે જલદી સ્થાપન કરે.” એમ કહેતાં જ મણિરત્નના બનાવેલા વાનરોના અનેક વિવિધ આકારે છત્રાદિકમાં અને સર્વ દિશાએમાં બનાવ્યા.
ત્યારપછી કઈ સમયે અમરપ્રભ રાજા વૈતાઢ્ય પર્વતમાં શત્રુને જિતીને પાછો ફર્યો અને અનેક ભેગ-સમૃદ્ધ રાય ભગવત હતે. અમરપ્રભને કપિધ્વજ નામને પુત્ર ઉત્પન્ન થયે. તેને સુંદર રૂપવાળી શ્રી પ્રભા નામની ભાર્યા હતી. તેની પછી અનુક્રમે
ક્ષરજ, અતિબલ, ગગનાનન્દ, ખેચર નરેન્દ્ર અને ગિરિનન્દ એ એક બીજાના ક્રમસર પુત્રો હતા. એ પ્રમાણે વીર વાનર રાજાઓની અનેક સંખ્યા વ્યતીત થઈ. તેઓ જિનવરે ઉપદેશેલ તપ કરીને પોતાના કર્મના અનુસારે સ્વર્ગે કે મોક્ષે ગયા. આ લેકમાં જેને જે નિયત લક્ષણ–ચિહ્નવાળો અવયવ હોય છે, તે તેના ગુણે દ્વારા કે ચિહ્ન દ્વારા ઓળખી શકાય છે. જેમ ખગથી ખર્શધારી, ધનુષથી ધનુર્ધારી, કપડાથી કપડાવાળે, ઘોડાથી જોડેસ્વાર, હાથીથી મહાવત, ઇક્ષુથી ઈક્વાકુ તથા વિદ્યાથી “વિદ્યાધર-વંશ” ઓળખાય છે, તેમ વાનરના ચિહ્નથી “વાનરવંશ” ઓળખાય છે. લોકેએ વાનરના ચિહ્નવાળાં છત્રાદિ કર્યા હતાં, તે કારણે વિદ્યારે લોકો વડે વાનરે કહેવાયા. શ્રેયાંસનાથ ભગવંત અને વાસુપૂજ્ય ભગવંતના વચલા કાળમાં અમરપ્રભે વાનરચિહ્નની સ્થાપના કરી. બીજા પણ મહાપરાક્રમી રાજાઓ પૂર્વ પુરુષના ચરિત્રને સ્વેચ્છાપૂર્વક અનુસરતા હતા. હે રાજન્ ! આ પ્રકારે વાનરવંશની ઉત્પત્તિ સારી રીતે કહી જણાવી. બીજો સંબંધ પણ હવે સાવધાનીથી સાંભળો–
દેવલોકમાં રહેલા મોટા દેવની જેમ ઉત્તમ એવા કિષ્કિધિ નામના નગરમાં મહોદધિરવ રાજા વિ ...ભાની સાથે રાજ્ય કરતો હતો. તેને દેવકુમાર સરખા બલ અને દપથી ગર્વિત શત્રુરૂપી હાથીઓ માટે સિંહ સમાન એકસો આઠ પુત્રો હતા. સંસાર-સમુદ્રને મથન કરનાર વિદ્યારે, દે, રાજા, ચંદ્ર અને સૂર્યથી પૂજિત ચરણકમલવાળા એવા મુનિસુવ્રતસ્વામી તીર્થકરનું તીર્થ તે સમયે પ્રવર્તી રહેલું હતું. તે વખતે લંકાપુરીના સ્વામી અને રાક્ષસવંશમાં ઉત્પન્ન થએલા તડિકેશ નામના રાજા અતિવિશાલ રાજ્ય ભેગવતા હતા. અતિશય સ્નેહ-પૂર્ણ મહોદધિરવ અને તડિકેશ રાજા એ બંનેનાં હૃદય એક હતાં, માત્ર બંનેનાં શરીર જુદાં હતાં. સર્વ પ્રકારના સંગથી મુક્ત થઈને તડિકેશે પ્રવજ્યા અંગીકાર કરી, તેવી જ રીતે મહોદધિરવા રાજાએ પણ દીક્ષા અંગીકાર કરી. તડિસ્લેશને દીક્ષા લેવાનું પ્રયોજન
મગધરાજ શ્રેણિકે ગૌતમ સ્વામીને પ્રશ્ન કર્યો કે-“હે ભગવંત ! પ્રસિદ્ધયશવાળા તડિકેશે કયા કારણે દીક્ષા અંગીકાર કરી ? તે મને સ્પષ્ટપણે કહો.” ત્યારે ગણધરેન્દ્ર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org