________________
[૬] રાક્ષસો અને વાનરોને પ્રવજ્યા-વિધાન અધિકાર
: ૪૩ :
મોકલ્યા છે. હે પ્રભુ! આપ ઉત્તમકુળમાં જન્મેલા છે, આપનું ચરિત્ર પણ ઉત્તમ છે, તે કારણે આપને પ્રગટ યશ ત્રણે લોકમાં ભ્રમણ કરે છે. કીર્તિધવલ રાજા આપને કહેવરાવે છે કે-“મારી વાત આપ સાંભળો કે, શ્રીકંઠકુમાર ઉત્તમ કુલ-રૂપવાળો. છે, ઉત્તમ પુરુષોને સંયોગ જગતમાં ઉત્તમની સાથે જ જોડાય છે, તેમજ અમને અધમ સાથે અને મધ્યમનો મધ્યમ સાથે જોડાય છે; અથવા સરખા સાથે સરખાને યોગ થાય છે. આદર–ગૌરવપૂર્વક કે તિરસ્કારથી રક્ષાએલ ઉત્તમ કન્યા તે દુર્જનની ઋદ્ધિની જેમ બીજાને જ ભોગવવા લાયક હોય છે. આ બંને ઉત્તમ વંશવાળા છે, બંને સમાન વય, રૂપ અને શોભાવાળા છે; માટે હે રાજન ! તેઓનો નિર્વિદને સમાગમ ભલે થાવ. હે પ્રભુ! ઘણું લેકેને ઘાત થાય, તેવા યુદ્ધને ત્યાગ કરો. કારણ કે, સ્ત્રીઓને સ્વભાવ પારકા ઘરની સેવા કરવાનું હોય છે.”
આ પ્રમાણે વાર્તાલાપ ચાલતો હતો, ત્યારે એક દૂતી આવીને વિદ્યાધર રાજાના ચરણ-કમલમાં પ્રણામ કરીને કહેવા લાગી કે-“પદ્મા આપના ચરણમાં વંદન કરીને કહેવરાવે છે કે-“હે નરાધિપ ! આ વિષયમાં શ્રીકંઠને અલ્પ પણ અપરાધ નથી. હું જાતે જ તેને વરેલી છું. અમારા કર્માનુભાવથી આ સમાગ બન્યો છે. આને છોડીને બીજા મનુષ્યને મારે નિયમ છે. ઘણાં શાસ્ત્રો અને નીતિમાં કુશલ રાજાએ મનમાં વિચાર રીને તેને કન્યા આપી અને તરત જ પિતાના નગર તરફ પ્રયાણ કર્યું. માર્ગશીર્ષ મહિનાના શુકલ પક્ષમાં શેભન નક્ષત્રવાળા શુભ દિવસે અપૂર્વ આડંબરથી તેઓનું લગ્ન થયું.
તીવ્રસ્નેહવાળા કીર્તિધવલે શ્રીકંઠને કહ્યું કે-“તું હવે વૈતાઢ્યમાં ન જઈશ. કારણ કે, ત્યાં તારા વેરીઓ ઘણું છે. અહીં લવણસમુદ્રમાં મણિ અને રત્નોનાં કિરણોથી શોભાયમાન અને કલ્પવૃક્ષ સરખા વૃક્ષસમૂહથી આચ્છાદિત એક દ્વીપ છે. ભીમ અને અતિભીમના ઉપર પ્રસન્ન થવાથી દેવોએ તે ઉત્તમ વિદ્યાધરોને આ દ્વીપમાં રહેવાની આજ્ઞા આપી હતી. બીજા પણ સંધ્યાવેલ, મનઃ પ્રહૂલાદ, સુવેલ, કનક, હરિ, સુ-ઉપવન, જલાધ્યાય, હંસ, અર્ધસ્વર્ગ, ઉત્કટ, વિકટ, ધન, અમલ, કાન્ત, ફુરદૃરત્ન, તોયબલીશ, અલંદય, નભ, ભાનુ, ક્ષેમ વગેરે મનને આહલાદ કરાવનાર તેમજ નજીકના દેને ક્રીડા કરવા લાયક અનેક દ્વીપ છે. તેની પશ્ચિમ-ઉત્તર દિશામાં ત્રણ
જન દૂર લવણસમુદ્રની મધ્યે વાનરદ્વીપ નામનો એક દ્વીપ છે. ત્યાં જઈને તું સુખેથી મોટાગુણથી સમૃદ્ધ નગર વસાવીને બંધુવ—સહિત દેવતાઓના સુખની લીલા અનુભવતે વાસ કર.” - ચિત્ર મહિનાના પ્રથમ દિવસે શ્રીકંઠ પોતાના પરિવાર તેમજ રથ, હાથી, ઘોડા સહિત નીકળીને વાનરદ્વીપ તરફ ઉડ્યો. અથડાવાથી ઊંચે ઉછળતી છોળવાળા, હજાર જળચર પ્રાણીઓવાળા, વિસ્તીર્ણ આકાશવાળા, અનેક ઉત્તમ રત્નાદિથી સમૃદ્ધ સમુદ્ર છે. ત્યાં સંપત્તિઓથી પૂર્ણ દ્વીપને જોઈને શ્રીકંઠ નીચે ઉતર્યો અને મણિશિલા પર બેઠે. વજા-હીરા, મરકત, સૂર્યકાન્તમણિ, પદ્મરાગમણિની કાંતિવાળા કિરણેની શ્રેણિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org