________________
[૫] રાક્ષસવ’શ-અધિકાર
સાથે પાછા સાકેત (અયેાધ્યા) નગરીએ આવ્યા. ભીમ અને ભગીરથ જ્યારે પુત્રાના મરણના સમાચાર સગરને નિવેદન કરવા તૈયાર થયા, ત્યારે નીતિ અને શાસ્ત્રોના જાણનાર પ્રધાનાએ તેમને અટકાવ્યા. પછી ચતુરમત્રી ત્યાં જઈને ચક્રધરને પ્રણામ કરીને સૂચવેલા આસન પર બેઠા અને સત્તા કરી એટલે કહેવા લાગ્યા કે—
“હે રાજન્ ! આ સંસારની અનિત્યતા અને અસારતા દેખીને આ લાકમાં કચેા એવા પડિત પુરુષ છે કે, જે આ વિષયમાં શેક ન કરે ? પહેલાં પણ તમારા સરખા ભરત નામના ચક્રવર્તી હતા, જેમણે છ ખડાવાળી આ પૃથ્વીને દાસી માફ્ક સ્વાધીન કરી હતી. તેમને આદિત્યયશ નામના પ્રથમ પુત્ર હતા, જેના પ્રસિદ્ધ નામથી તેમના આદિત્યવશ આ લેાકમાં અત્યારે પણ વર્તી રહેલ છે. આ પ્રમાણે હે નરપતિ ! તેમના અલઋદ્ધિ-કીર્તિવાળા વશમાં મહારાજ્યના દીર્ઘ કાળ ભાગવટો કરીને સ્વર્ગવાસી થયા. અરે ! મનુષ્યાની વાત બાજુ પર રાખા, પરંતુ મહર્ષિક ઇન્દ્રો વૈભવથી દૈદીપ્યમાન હાય છે, તેએ પણ એલવાએલ અગ્નિ માફ્ક નિસ્તેજ બની જાય છે. સમગ્ર ત્રણલાક જેમના ચરણમાં નમસ્કાર કરે છે, તેવા જિનેશ્વરા પણ આયુષ્ય પૂર્ણ થતાં શરીરના ત્યાગ કરે છે. જેમ સધ્યાસમયે પક્ષીઆ એક મોટા વૃક્ષ ઉપર એકઠા થઇ આખી રાત્રિ વાસ કરીને પ્રભાત સમયે દશે દિશામાં ચાલ્યા જાય છે, તે જ પ્રમાણે એક કુટુમ્બમાં જીવે. એકઠા થઇને આયુષ્ય પૂર્ણ થતાં અઢાર ભાવિદેશામાં ચાલ્યા જાય છે. મેઘધનુષ, ફીણ, સ્વપ્ન, વિદ્યુલ્લતા, પુષ્પો અને પરપોટા સરખા અસ્થિર અલ્પકાળ ટકનારા ઇષ્ટજનના સમાગમ, વૈભવ અને દેહ જીવને હાય છે. સમુદ્રના જળનુ શાષણ કરનાર, મુષ્ટિપ્રહારથી મેરુના ચૂરા કરવા સમ પુરુષા પણ આયુષ્યકાળ પૂર્ણ થાય, એટલે યમરાજાના મુખમાં પ્રવેશ પામે છે. આ જગતમાં જે કાઇ બળવાન હોય, પરંતુ સર્વાં ખળવાન કરતાં મૃત્યુ સર્વોત્કૃષ્ટ અળવાન છે કે, જેણે અનંતા ચક્રધરાદિક મહા સમ પુરુષોને પણ નિધન પમાડ્યા છે. દેવા, અસુરા તથા મનુષ્યા સહિત આ જીવલાકમાં કર્મારૂપ મલથી મુક્ત થયા છે, એવા સિદ્ધા જ સુસ્થિત-મરણરહિત છે. ઉત્તમ કુળમાં જન્મેલા, હજારો ગુણ્ણાનાં સ્થાનભૂત મહાત્માઓનાં ચરિત્રાનુ સ્મરણુ કરનાર કયા સમજીનાં હૃદય ફાટી ન જાય ? જેમ તે કાળના રાજાએ આ મનુષ્યભવમાં ક્ષય પામ્યા, તેવી રીતે આપણે સર્વે પણ નક્કી અહીંથી બીજા ભવમાં પ્રયાણ કરીશું.
: ૩૭ :
હે સ્વામી! આપ બીજી પણ એક વાત સાંભળેા કે, દીનમુખવાળા ભીમ અને ભગીરથ અહીં એ આવેલા છે, તેને દેખા છે, પરંતુ બાકીના તેા નક્કી મૃત્યુને ભેટ્યા છે.” તે અનેને જોઈને અને પેાતાના પુત્રાનું મરણુ સાંભળીને મહાશાકના કાંટાથી ભેદાએલા અગવાળા સગર ચક્રવર્તી મૂર્છા પામવાના કારણે વ્યાકુલ થઇ ભૂમિ પર ઢળી પડયા. ચંદન-મિશ્રિત જળથી શરીર પર સિંચન કર્યું, ત્યારે મૂર્છા ઉતરી અને ભાન આવ્યું એટલે પુત્રમરણના દુઃખવાળા તે વિલાપ કરવા લાગ્યા અને નેત્રોમાંથી અશ્રુજળ વહેવડાવતા રુદન કરવા લાગ્યા- હું સકમાર શરીરવાળા ! દેવકમાર સરખા ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org