________________
[૫] રાક્ષસવંશ–અધિકાર
: ૩૫ : આપે. પૃથ્વીતલની અંદર રહેલ છે યોજન લાંબું, છ જન પહોળું એવું પાતાલલંકાપુર-લંકાનગરી નામનું નગર તેને આપ્યું. આ પ્રમાણે રાક્ષસપતિથી કહેવાએલ ઘનવાહન અત્યંત આનંદિત થયા અને જિનવરને નમસ્કાર કરીને તેની સાથે લંકાએ ગયે.
ઊંચાં તરણે, ઉજજવલ અટ્ટારિકાઓ, મનોહર કોટ, ઉદ્યાન, વાવડીઓ અને ચિત્યભવનોથી મનહર લંકાનગરી જોઈ અને જય જય શબ્દની ઉદઘોષણા અને મધુર શબ્દો બોલતા રાજાએ પોતાના બંધુઓ સહિત તેમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી જિનમંદિરમાં પ્રભુ-દર્શન કરવા ગયા. ભાવપૂર્વક વિનયથી નમસ્કાર કર્યો, ત્રણ વખત પ્રદક્ષિણ કરી અને સિદ્ધ-પ્રતિમાની સ્તુતિ કરીને તે રાજમહેલમાં ગયે. ભીમે મેઘવાહનને લંકાપુરીના રાજા તરીકે સ્થાપન કર્યો અને દેવેન્દ્રની જેમ તે વિદ્યાધર અતિશય સમૃદ્ધ રાજ્ય ભોગવવા લાગ્યો. કિન્નરપુર નગરમાં ભાનુમતીના ગર્ભથી જન્મેલી સુપ્રભા નામની કન્યા ઘનવાહનની ભાર્યા થઈ. અમરેન્દ્રના સરખા રૂપવાળો ઘનવાહન અને સુપ્રભા દેવીને પુત્ર ઉત્પન્ન થયે, તેનું નામ મહારાક્ષસ પાડયું. આ પ્રમાણે સુખપૂર્વક કાળ વહી રહેલો હતો, ત્યારે ભક્તિથી પ્રેરાએલા ઘનવાહન શ્રી અજિતનાથ તીર્થકરને વંદન કરવા આવ્યા. સિંહાસન પર બેઠેલા નિર્મલ દેહવાળા તીર્થકર ભગવંત શરદસમયના આકાશના મધ્યભાગમાં રહેલ સૂર્યના જેવા દેખાતા હતા. સદભૂત ગુણવાળા સેંકડો મંગલ સ્તોત્રોથી જિનેશ્વરની સ્તુતિ કરીને દે અને મનુષ્યની પર્ષદા વચ્ચે
ત્યાં જ બેસી ગયા. ધર્મોપદેશ પૂરે થએલે જાણીને સગર ચકવર્તીએ તીર્થકર ભગવંતને પ્રણામ કરી પ્રશ્ન કર્યો કે–
“ભૂત અને ભવિષ્ય કાળમાં કેટલા તીર્થકર, ચકવર્તીઓ, બલદેવો અને વાસુદેવો જેવા મહાપુરુષે થયા અને થશે ? ત્યારે ભગવંતે કહ્યું કે, ઋષભ નામના પ્રથમ તીર્થકર આ ભરતક્ષેત્રમાં થઈ ગયા, જેમણે લેકેને ધર્મને ઉપદેશ આપ્યો. તેમણે પિતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા લીધી અને નિર્વાણ પામી મેક્ષે ગયા. તેમને સરખે હું બીજો અજિત નામનો વર્તમાનકાળમાં વર્તી રહેલ છું. હવે પછીના ભવિષ્યકાળમાં સંભવ, અભિનન્દન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, પુષ્પદંત, શીતલ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાન્તિ, કુછ્યું, અર, મહિલ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ તથા મહાવીર એમ બાવીશ તીર્થકરો અનુક્રમે થશે. તેમાં શાન્તિ, કુછ્યું અને અર એ ત્રણ તીર્થકરો ચક્રવતી પણ થશે. આ સર્વે ઉત્તમ કુળમાં જન્મ પામશે. વળી ક્ષીરસમુદ્રના જળથી અભિષેક કરાએલા, કેવલજ્ઞાન પામી તે જ ભવે મોક્ષગામી થશે. આ પ્રમાણે આ ચોવીશે જિનેશ્વરે જગતમાં ઉત્તમ છે, તેમનાં નામ જણાવ્યાં. હવે ચકવર્તીઓ અનુકમે કહ્યું, તે સાંભળો. પ્રથમ ભરત ચક્રવતી આગળ થઈ ગયા, અત્યારે સગર નામને તું થયું છે, બાકીના દસ મઘવા, સનકુમાર, શાન્તિ, કુન્થ, અર, સુભૂમ, પા, હરિણ, જયસેન અને બ્રહ્મદત્ત તે ભવિષ્યકાળમાં હવે પછી થશે. - અચલ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનન્દ, નન્દન, પદ્મ તથા બલરામ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org