________________
[૫] રાક્ષસવ‘શ-અધિકાર
: ૩૩ :
૮ રખેને તેનું મરણ થાય ’ તેવા ભય પામેલા તે કાંઇક એકાગ્ર મનવાળા ખની શાંતિપાઠ કરતા હતા, તેટલામાં હિરદાસ પેાતાના ઘરે આવી પહોંચ્યા. તે વખતે આવેલા પિતાને આળખ્યા વગર વિચારવા લાગ્યા કે, ૮ કાઈ મારા વેરી અહીં આવ્યેા જણાય છે. ’ એમ ધારીને પાપકમ વાળા તેણે તરવારના પ્રહાર કરીને તેનું મસ્તક હણી નાખ્યું, પિતાને મારીને તેની મરણાત્તર ક્રિયા અને પ્રેતકમ કરીને પૃથ્વીતલમાં ભ્રમણ કરતા તે પણ મરણ પામ્યા. જે ભાવ હતા, તે પૂર્ણધન (પુણ્યધન) નામના અહીં ઉત્પન્ન થયા અને જે તેના પુત્ર હતા તે સુલેચન જાણવા. ‘આ પ્રમાણે પૂર્વભવમાં થએલુ વિદ્યાધરોનુ વેર સાંભળીને કલુષિત હૈયાવાળા ન થાય અને વૈરના દૂરથી ત્યાગ કરો.’
પછી સગર ચક્રવર્તીએ પૂછ્યું કે-પૂર્ણ ધન (પુણ્યધન) અને સુલેાચનના વૃત્તાન્ત સાંભળ્યે તા હે મહાયશવાળા ! હવે એમના પુત્રાનું પણ કહેા, ત્યારે કહ્યુ કે–જ'બુઢીપના ભરતમાં પદ્મપુર નગરમાં રંભક નામના આચાર્યને શશી અને આલિક નામના બે ઉત્તમ શિષ્યા હતા. ગેાકુળમાં જઇને આવલકે ઉત્તમ ગાયા ખરીદ્દી અને હજુ મૂલ્ય આપ્યું ન હતું, તેટલામાં ત્યાં શશી આવી પહોંચ્યા. શાસ્ત્રામાં કુશલ એવા રંભક ગુરુએ ગેાવાળને આડુ અવળુ સમજાવી છળ-કપટથી ખંને વચ્ચે ભેદ પડાવ્યેા. ‘ શશીએ ગાયા ખરીદી લીધી ' એ વાત બીજાએ જાણી એટલે બંનેને લડાઈ થઈ. આવલિક ઘાયલ થયા અને મરીને મ્લેચ્છપણે ઉત્પન્ન થયા. શશીએ યથાયાગ્ય સારા મૂલ્યથી ગાયા વેચીને તેવીને તેવી મુખકાંતિવાળા શશી આનદથી ઘરે આવ્યા. કાઇક વખતે તામલિપ્તિ નગરીએ જતા હતા, ત્યારે મ્લેચ્છે શશીને મારી નાખ્યો, એટલે તે બળદપણે ઉત્પન્ન થયા. ભારી પાપવાળા મ્લેચ્છ તે બળદને મારીને ખાઈ ગયેા એટલે બળદ બિલાડા થયા, વળી મ્લેચ્છ ઉત્તર થયેા. અન્યાઅન્ય એક બીજાને મારતા તેએ નારકી અને તિય ́ચ-યાનિયામાં ભ્રમણ કરતા અને સભ્રમદેવના સેવકપણે ઉત્પન્ન થયા. ફૂટ અને કાર્પેટિક એવા નામના બે દાસ અને સહેાદરપણે તે ઉત્પન્ન થયા અને તે સંભ્રમદેવ શેઠે બંનેને જિનમંદિરનું કાર્ય કરવા માટે નિયુક્ત કર્યા.
ત્યારપછી મૃત્યુ પામી તે બંને ભૂતાધિપપણે ઉત્પન્ન થયા. પહેલાનું નામ રૂપાનંદ, બીજાનું નામ સુરૂપ રાખ્યું. શશીના જીવ ચવીને રાજલિમાં કુલધર ઉત્પન્ન થયા અને બીજે ત્યાં જ પુષ્પભૂતિ નામને પુરાહિત થયા. અને મિત્ર હોવા છતાં પ્રીતિ તાડીને એક વ્યભિચારી સ્ત્રી ખાતર પુષ્પભૂતિ કુલધરને હણવાની ઇચ્છા કરતા હતા. એક વખત વૃક્ષ નીચે બેઠેલા સાધુ પાસે ધમ શ્રવણ કરવા બેઠા હતા, ત્યારે રાજાએ તેની પરીક્ષા કરી અને પુણ્યયેાગે તેને સામંતની પદવી મળી. પુષ્પભૂતિ ધર્માંના વૈભવ દેખીને વ્રત-નિયમ કરી કાલ કરીને સનત્કુમાર દેવલેાકમાં ઉત્પન્ન થયા. જિનેશ્વરે કહેલ તપ કરીને કુલધર પણ ત્યાં આવ્યા. ત્યાંથી ચ્યવેલા અને ધાતકીખંડમાં ઉત્પન્ન થયા. શશીનેા જીવ ત્યાંથી પહેલા વ્યખ્યા અને તે જ આ મેઘવાહન થયા છે અને આલિકના જીવ અહીં સહસ્રનયન નામથી ઉત્પન્ન થયેા.
પ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org