________________
: ૩૨ :
પઉમચરિય–પદ્મચરિત્ર નામનો પુત્ર હતું. તાત્યની ઉત્તરશ્રેણિમાં ગગનવલ્લભ નગર હતું, ત્યાં બેચરાધિપતિ સુલોચન નામને રાજા હતો. તેને સહસ્ત્રનયન પુત્ર તથા રૂપવતી પુત્રી હતી. પૂર્ણધન રાજાએ એ શ્રેષ્ઠ કન્યાની માગણી કરી. ઘણી વખત માગવા છતાં પણ તે કન્યા તેને ન આપી અને જ્યોતિષીઓએ એ કન્યા સગરને પરણશે એમ જણાવ્યું. કન્યાના કારણે પૂર્ણધન અને સુચન બંને વચ્ચે રથ, હાથી, અશ્વ અને પાયદળ એમ ચતુરંગ સેનાવાળું મહાભયંકર યુદ્ધ થયું.
બંને પક્ષના સિન્યનું યુદ્ધ એક પ્રહર સુધી પૂરજોશમાં ચાલ્યું. તે સમયે સહસનયન પિતાની બહેનને લઈને નાસી ગયે. યુદ્ધમાં સુલેચનને હણીને તેણે નગરમાં પ્રવેશ કર્યો, પરંતુ કન્યા ન દેખવાથી પૂર્ણધન પાછો પોતાના નગરમાં આવ્યું. તે સમયે સહસ્ત્રનયનનું સૈન્ય ઘટી ગયું હતું અને અસમર્થ બનેલ તે સમયની રાહ જોતો અરણ્યમાં રહેતો હતો. એક સમયે અશ્વથી હરણ કરાએલ સગર ચક્રવર્તી તે જ પ્રદેશમાં આવી પહોંચ્યો એટલે સહસ્ત્રનયને પિતાની બહેન તેને આપી. મનહર સ્ત્રીરત્ન દેખીને સગર ઘણે તુષ્ટ થયે અને તે વિદ્યાધરને સમૃદ્ધિપૂર્ણ રાજ્ય આપ્યું. ત્યારપછી સહસ્ત્રનયને ચક્રવાલ નગરને સર્વ દિશાઓમાં ઘેરી લીધું. પૂર્ણધન પણ સૈન્ય-સહિત સામે આવી લડાઈ કરવા લાગ્યા. યુદ્ધમાં ઘણે જન–સંહાર થયા અને ભયંકર લેહી અને કાદવથી ખરડાએ પૂર્ણધન ગાઢ પ્રહાર વાગવાથી નિધન (મરણ) પામ્યો. તે સમયે ઘન-મેઘવાહન તેને પુત્ર પણ વેરીથી ત્રાસ પામીને ત્યાંથી પલાયન થઈ ગયે અને ભયથી ઉત્પન્ન થએલ વેગથી એકદમ અજિત જિનેન્દ્રના શરણે ગયે. ઈન્દ્રથી પૂછાએલા તેણે વેરનું કારણ જે પ્રમાણે બન્યું હતું, તે પ્રમાણે ઈન્દ્રને જણાવ્યું. તેની પાછળ લાગેલા સૂર્યની જેમ અતિપ્રજવલિત સહસ્ત્રનયને અંધકાર દૂર કરનાર જિનેશ્વરનું દિવ્ય ભામંડલ જોયું. ત્યારે પિતાને ગર્વ ત્યાગ કરીને પરમ ભક્તિથી પ્રભુની
સ્તુતિ કરીને ત્યાં સમવસરણમાં અતિદ્દર નહીં તેવા સ્થાને બેઠો. તે બંને વિદ્યાધરોએ પિતાના પિતા વિદ્યાધર રાજાના પૂર્વભો પૂછ્યા, એટલે કેવલજ્ઞાની ગણધર ભગવંત કહેવા લાગ્યા–
“આ ભરતક્ષેત્રમાં મનોહર આદિત્યપ્રભ નામના નગરમાં ચાર કોડ સેનયાની સમૃદ્ધિવાળો ભાવણ નામનો વેપારી હતા. તેને અત્યંત સ્વરૂપવાળી કીર્તિમતી નામની ભાર્યા અને હરિદાસ નામનો પુત્ર હતો. છતાં અધિક ધનલાભ હોવાથી તે સમુદ્રની મુસાફરી કરવા લાગ્યો. પિતાનું ધન, ઘર અને વૈભવ પુત્રને સોંપીને તથા તેને વિવિધ સમજણ આપીને સારા નક્ષત્ર અને શુભ કરણમાં તેણે ઘરેથી પ્રયાણ કર્યું. પછી તે પુત્ર જુગારમાં સર્વ દ્રવ્ય હારી ગયે, તેણે સુરંગથી રાજાના ઘરમાં ચોરી કરવા પ્રયાણ કર્યું. તે સમયે સમુદ્રયાત્રા કરીને ભાવણ પાછો પોતાના ઘરે આવ્યો, ત્યારે પુત્ર હરિદાસને ન દેખવાથી પ્રયત્નપૂર્વક પોતાની પત્નીને પૂછ્યું. તેણે પણ પતિને જણાવ્યું કે, પુત્ર હરિદાસે તો ધન મેળવવા માટે રાજાને ત્યાં સુરંગ દ્વારા પ્રવેશ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org