________________
: ૧૮
પઉમચરિય-પદ્મચરિત્ર
સર્વ હકીકત લોકેને સમજાવી. ત્યાર પછી મહાત્મા અને ધીરતા ગુણવાળા વિમલવાહન પછી ચંદ્ર સરખી કાંતિવાળા અભિચંદ્ર, મરુદેવ, પ્રસેનજિત્ તથા નાભિ કુલકર થયા.
ભારતમાં થએલા આ ચૌદે કુલકર-વૃષભ પૃથ્વીમાં રાજનીતિમાં કુશલ અને તેઓ લોકોને અતિશય પ્રિય હતા. નાભિ કુલકર જ્યાં પિતે નિવાસ કરતા હતા, ત્યાં જે કલ્પવૃક્ષ હતા, તે અત્યંત સુન્દર હતા, તેમ જ ઘણા પ્રકારનાં ઉદ્યાને, વાવડીઓ આદિ ક્રીડા સ્થાને હતાં, તેમજ ભેગસ્થિતિનું સ્થાન હતું. તેને અનેક ગુણયુક્ત યૌવન, લાવણ્ય અને રૂપયુક્ત એવી મરુદેવી નામની પ્રત્યક્ષ દેવી સરખી પ્રિયા હતી.
ઈન્દ્રની આજ્ઞાનુસાર હી, શ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની દેવીએ હંમેશાં તેની સેવા કરતી હતી અને આજ્ઞા ઉઠાવવા તત્પર રહેતી હતી. આહાર, પાન, ચંદન-વિલેપન, શયન, આસન, સ્નાન આદિ તેની સેવાનાં કાર્યો, તેમજ વીણાવાદન, સંગીત, નૃત્ય આદિથી આનંદની વૃદ્ધિ કરાવતી હતી.
કેઈક દિવસે અત્યંત કિંમતી શયનમાં સુખેથી સૂતી હતી, ત્યારે રાત્રે છેલ્લા પહેરમાં મરુદેવીએ પ્રશસ્ત સ્વપ્ન જોયાં. કયાં સ્વપ્ન જોયાં? તે કહે છે- ૧ વૃષભ, ૨ ગજ, ૩ સિંહ, ૪ લક્ષ્મી, ૫ માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ દવજ, ૯ કલશ, ૧૦ સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન-ઉત્તમ ભવન, ૧૩ રત્નને ઢગલ, ૧૪ અગ્નિ. સ્વપ્ન પૂર્ણ થયા પછી સૂર્યોદય-સમયે નવીન ખીલેલ કમલિનીની જેમ જયશબ્દની ઉદ્યોપણું અને વાજિંત્રના શબ્દ સાંભળવાથી તે જાગૃત થયાં.
કૌતુક મંગળસ્નાનાદિ કાર્યો કરવા પૂર્વક હર્ષથી વિકસિત નેત્રવાળી તે મરુદેવી નાભિ કુલકર પાસે ગઈ. રત્નજડિત સિંહાસન પર બેસીને પોતે દેખેલાં ઉત્તમ સ્વપ્ન પતિ પાસે નિવેદન કર્યા. સ્વપ્નના અર્થો જાણીને નાભિએ કહ્યું કે, “હે સુન્દરી ! તારા ગર્ભમાં ઉત્પન્ન થએલ પુત્ર તીર્થકર થશે.” આવા પ્રકારનું ઈષ્ટ વચન સાંભળીને મરુદેવી હર્ષપૂર્ણ શરીરવાળી, ખીલેલા કમલ સરખા નેત્રવાળી, આનંદથી ઉભા થએલા રોમાંચવાળી બની. ચ્યવનકાલથી છ માસે કુબેર પંદર દિવસ સુધી ભગવાન ગર્ભમાં હોય, ત્યારે રત્નવૃષ્ટિ કરે છે. ભગવંત ગર્ભમાં રહેલા હતા, ત્યારે હિરણ્યની વૃષ્ટિ સુવર્ણની સાથે થવા લાગી, આ કારણે જગતમાં ઋષભ “હિરણ્યગર્ભ” ના નામથી પ્રસિદ્ધિ પામ્યા.
ત્રણજ્ઞાન સહિત પ્રભુ ગર્ભમાં રહીને જન્મ–સમયે સમગ્ર ત્રિભુવનને ક્ષોભ પમાડતા તે ઉત્તમ આત્મા પ્રગટ થયા. પુત્ર-જન્મ દેખીને હર્ષિત થએલા નાભિ કુલકર મોટાં વાજિંત્રો-ઢેલ-નગારાં વાગવાના શબ્દોથી અને મંગલવિભૂતિ-સહિત આનંદ અનુભવવા લાગ્યા. પુણ્યરૂપી પવનથી ટકરાએલા અને કંપાયમાન થએલાં સિંહાસને દેખીને દેવેન્દ્રો અવધિજ્ઞાનથી જુએ છે, તે જન્મેલા જિનેન્દ્રને દેખ્યા. શંખના શબ્દોથી ભવનવાસી, પડહાના શબ્દથી વ્યક્તરદેવતા, સિંહનાદથી તિષ્ક દેવતા ઉતાવળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org