________________
પઉમચરિય-પદ્મચરિત્ર
આ સ્થાને કેટલાક બીજા દેવા લટકતા માતીના ગુચ્છવાળા છત્રને ભગવંત ઉપર ધરતા હતા. બીજા વળી મેઘના સરખા ગંભીર શબ્દવાળી દુંદુભિ વગાડતા હતા. કેટલીક દેવાંગનાઓ વિલાસપૂર્વક હાવભાવ કરતી મનહર પાદ ઠાકતી, કટાક્ષવાળી દૃષ્ટિ ફૂંકતી નૃત્ય કરતી હતી. કેટલાક દેવા ઉપરથી અપૂર્વ ગધવાળાં પુષ્પાની વૃષ્ટિ કરતા હતા. જેથી કરીને સ્વચ્છ આકાશ પણ ક્ષણવારમાં પુષ્પરજથી ધુંધળું બની ગયું. ત્યાર પછી તરત દેવસમૂહા ક્ષીરસમુદ્રના જળથી ભરેલા કળશે। ભગવતને અભિષેક કરવા માટે લાવ્યા. ઇન્દ્ર મહારાજાએ રત્નકળશ ગ્રહણ કર્યાં અને જયકાર શબ્દથી સહિત સ્તુતિમ‘ગલ ખેલતાં ખેાલતાં અભિષેક કરવાનો આરંભ કર્યાં. અનુક્રમે યમ, વરુણુ, સામ વગેરે બીજા પણ મહદ્ધિક દેવા પ્રસન્ન ચિત્તથી પ્રભુને અભિષેક કરવા લાગ્યા. ઇન્દ્રાણી વગેરે દેવીએ પણ સુગધી ચૂર્ણાથી પેાતાના પલ્લવ સરખા કેમલ હસ્તાવડે હ પૂર્વક પ્રભુને પીઢી ચાળવા લાગી.
: ૨૦ :
અભિષેક પૂર્ણ થયા પછી આનંદૅ કરતા ઈન્દ્ર મહારાજાએ જિનેશ્વરનાં અગાને વિષે વિધિપૂર્વક આભૂષણા પહેરાવ્યાં. તેમના મસ્તક ઉપર મુગટ પહેરાવ્યેા અને મસ્તક ઉપર પુષ્પના શેખર રચ્યા. કાનમાં કુંડલા અને ભુજાવિષે માણિક્યરત્ન-જડિત કડાં પહેરાવ્યાં. જિનેશ્વરના કટિપ્રદેશમાં કઢારા પહેરાવ્યા. ઉપર દ્વિવ્યવસ્ર અને તેના ઉપર રત્નાભૂષણ પહેરાવ્યાં. હર્ષિતમનવાળા ઇન્દ્ર મહારાજા સર્વાંદરથી શરીરની આભૂષણાદિકથી શૈાભા કરીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા
“ માહ–અંધકારને દૂર કરનાર હે સૂર્ય ! તમા જય પામેા, ભષ્ય જીવેારૂપ કુમુદને વિકસિત કરનાર હૈ પૂર્ણિમાના ચંદ્ર ! ભવ-સાગરને શેાષણ કરનારા, શ્રીવત્સથી વિભૂષિત હે પ્રભુ! તમે! જયવંતા વર્તા. ” બીજા દેવાએ પણ સદ્ભૂત ગુણેાની સ્તુતિ કરી, ત્રણ વખત (પ્રદક્ષિણા) આપીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં સર્વે પાછા ગયા. ત્યાર પછી હિરણેગમેષી દેવ પણ જિનેશ્વરને તેમના ઘરે લાવીને માતાના ખેાળામાં સ્થાપન કરીને પેાતાના સ્થાનકે ગયા.
મરુદેવી પણ દિવ્યાલ કાર–ભૂષિત પુત્રને જોઇને એવા પ્રકારની આનંદિત અને રેશમાંચિત થઇ કે, શરીરમાં આનંદ ઉભરાવા લાગ્યા. નાભિ કુલકર પણ દેવતાઈ કેસર-ચંદનથી વિલેપન કરાએલા અને શ્રેષ્ઠ રત્નાભૂષણથી શૈાભિત અગવાળા પુત્રને દેખીને પેાતાને ત્રણે લેાકમાં અતિશય પ્રભાવવાળા માનવા લાગ્યા. પ્રભુએ જ્યારે માતાની કુક્ષિમાં પ્રવેશ કર્યાં, ત્યારે મેાગરાનાં પુષ્પ અને ચંદ્ર સરખા ઉજ્જવલ વણુ વાળા વૃષભ જોયા હતા, તેથી તુષ્ટ થએલા નાભિએ ભગવતનું ‘ ઋષભ ’ એવું નામ પાડ્યુ. હુંમેશાં વૃદ્ધિ પામતા અંગુઠામાં રહેલા અમૃતનું પાન કરતા, અનેક દેવીએથી પરિવરેલા અને સેકડા પ્રકારની ક્રીડા ખેલતા, અલ્પકાળમાં શરીરની વૃદ્ધિ અને લાવણ્ય પામેલા, લક્ષણા અને ગુણાનું સ્થાન, વક્ષસ્થલમાં શ્રીવત્સથી અલ'કૃત, પાંચસે ધનુષ ઊંચી કાયાવાળા, વનારાચ સંઘયણવાળા, હારથી અધિક લક્ષણવાળા, સૂર્ય સરખા તેજથી દીપતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org