________________
: ૨૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
મુગુટેથી શોભતા કાન્તિક દે ત્યાં આવી પહોંચ્યા. મસ્તકથી પ્રણામ કરીને તે દેવે કહેવા લાગ્યા કે, “હે નાથ ! આપ પ્રતિબંધ પામ્યા, તે સુંદર થયું. ઘણા લાંબા સમયથી અહીં સિદ્ધિમાગ વિચછેદ પામેલે છે, આ જગતના જીવો ભયંકર ભવસાગરમાં ભ્રમણ કરી રહેલા છે, તેઓ જિનવચન રૂપી વહાણમાં આરૂઢ થઈને સંસારને પાર પામે તેવું તીર્થ પ્રવર્તા, એમાં વિલંબ ન કરો.” આ પ્રમાણે ભગવંત દઢ વ્યવસાયવાળા થયા, ત્યારે તેમનો નિષ્ક્રમણ-મહોત્સવ કરવા માટે સુરેન્દ્ર વગેરે ચારે પ્રકારના દેવ એકદમ આવી પહોંચ્યા. જિનેન્દ્રને નમસ્કાર કરીને હર્ષિત થએલા જય શબ્દ પોકારતા, વજ, છત્ર, ચામર સહિત હાથ રૂપ ચલાવતા અને ઉછાળતા હતા. હીરા, ઈન્દ્રનીલ, મરકત, ચંદ્રકાન્ત વગેરે મણિરત્ન-જડિત સુવર્ણમય “સુદર્શના” નામની, અનેક દેએ પોતાના ખભા પર બરાબર સ્થાપન કરેલી શિબિકામાં પ્રભુ આરૂઢ થયા. ત્યાર પછી સુરેન્દ્ર આદિ દેવો અને નરેન્દ્ર આદિ પરિવાર સહિત ભગવંત નગરથી બહાર નીકળ્યા. તે સમયે હજારો વાજિંત્રો વાગવા લાગ્યાં, તેમ જ બંદીલોકો જય જયકાર શબ્દની ઉદ્દઘાષણ કરવા લાગ્યા. શ્રેષ્ઠ બકુલ, તિલક, ચમ્પક, અશકે, સોપારી વગેરે વૃક્ષ, તેમજ નાગરવેલ આદિ લતાઓથી સમૃદ્ધ એવા “વસંતતિલક” નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં પ્રભુ પહોંચ્યા. માતા, પિતા, પુત્ર, સ્વજન, પરિવાર આદિ સર્વને પૂછીને કંદોર, કડાં વગેરે આભૂષણો તેમજ વને ત્યાગ કર્યો. સિદ્ધોને નમસ્કાર કરીને, પંચમુષ્ટિક લોચ કરીને ચાર હજાર બીજા અનુસરનારાઓ સહિત પ્રભુએ મહાદીક્ષા અંગીકાર કરી.
તે સમયે ઈન્દ્ર મણિઓથી વિભૂષિત એક વસ્ત્રના છેડામાં પ્રભુના લોચ કરેલા કેશ ગ્રહણ કર્યા, તેને મસ્તકથી પ્રણામ કરીને ક્ષીરસમુદ્રમાં નાખ્યા. પ્રભુ મહાદીક્ષાને મહોત્સવ કરીને સમગ્ર દેવો અને મનુષ્યો તેમને નમન કરીને પોતપોતાના સ્થાનકે ગયા. ચાર હજાર શ્રમણ સહિત મહાભાગ્યવંત ઋષભદેવે ઉપવાસનાં પચ્ચખાણ ગ્રહણ કરીને એક વરસ સુધી ધીરજપૂર્વક પરિભ્રમણ કર્યું. સાથે રહેલા ચાર હજારમાંથી કેટલાક ભૂખન પરિષહ સહન ન કરી શક્યા, તે કારણે પ્રથમ માસમાં, બીજા કેટલાક બીજા મહિને એમ છ મહિનામાં સર્વ શ્રમણ ભગ્ન થયા. તરશ અને ભૂખથી પરેશાન થએલા હોવા છતાં પણ ભારતના ભયથી, લજજાથી તેમ જ અભિમાનથી તેઓ ઘરે ન આવતાં અરણ્યમાં વાસ કરતા હતા. સુધાથી પીડાતા તેઓ વૃક્ષો ઉપરથી ફેલ ગ્રહણ કરતા હતા, ત્યારે આકાશમાં ઉલ્લેષણ સંભળાઈ કે “સાધુના વેષમાં તમે ફળો ન ગ્રહણ કરો” ત્યારે ઝાડની છાલ, વસ્ત્રોના ચીંથરા, ઘાસ અને પત્રના બનાવેલા વસ્ત્રો પહેરતા, ફલોને આહાર કરતા, પોતાની બુદ્ધિથી કપેલા ઘણા ભેદવાળા તાપસો થયા. નમિ-વિનમિનું આગમન અને વિદ્યાધરલોકનું વર્ણન
તે પછી ઉત્તમ ભોગોની અભિલાષાવાળા નમિ અને વિનમિ નામના બે (પૌત્ર) પ્રભુની પાસે આવ્યા, તેમને પ્રણામ કરીને સુખપૂર્વક તેમના ચરણ પાસે બેઠા. જો કે તેઓ ભોગ-સન્મુખ હતા, તે પણ ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું, એટલે તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org