________________
[૪] લેકસ્થિતિ, ઋષભ-માહ(બ્રાહ્મણ)ને
અધિકાર
પછી ઋષભ ભગવંત ધ્યાનને છોડીને દાનધર્મ પ્રવર્તાવવા માટે નગરો અને ખાણથી શેભાયમાન પૃથ્વીતલમાં વિચરવા લાગ્યા. (સુવર્ણ) પદ્મ-કમલ ઉપર સંચરતા કમે કરીને ગજપુર નગર–હસ્તિનાપુર પહોંચ્યા. ત્યાં અનેક ગુણના આધારભૂત શ્રેયાંસ નામના રાજા હતા. ત્યાં બરાબર મધ્યાહ્ન-સમયે નગરમાં આહાર ગ્રહણ કરવા માટે પ્રવેશ કર્યો, ત્યારે ગૃહણિમાં ભ્રમણ કરતા તીર્થકર ભગવાનને લોકોએ જોયા. ચંદ્ર સરખા સૌમ્યવદનવાળા, સૂર્ય સરખા તેજથી જળહળતા, લંબાવેલા હસ્તયુગલવાળા, શ્રીવત્સથી વિભૂષિત દેહવાળા ભગવંતને લોકે ઉત્તમ રત્નના હાર, મુગુટ, કુંડલ, મણિ, મોતી, હીરા વગેરેનાં આભૂષણો, કપડાં, ચામર ઈત્યાદિક તેમની આગળ ધરતા હતા, પરંતુ પ્રભુ તેમાં મન લગાડતા નથી. વળી કેટલાક તુષ્ટ થએલા લોકો ચરણમાં પ્રણામ કરીને હાથી, ઘોડા, રથ આદિને રત્નમંડિત કરી આગળ સ્થાપન કરતા હતા. વળી ભિક્ષાવૃત્તિને ન જાણતા સૌમ્યમનવાળા કેટલાક લોકે સર્વાંગસુંદર પૂણચંદ્ર સરખા વદનવાળી કન્યાઓ આપતા હતા. લોકે જે કંઈ પણ નિર્મોહી ભગવંતને આપતા હતા, તેને ભગવંત ઈચ્છતા ન હતા. એમ કરતા લટકતા જટાભારવાળા પ્રભુ રાજાના ભવન પાસે પહોંચ્યા. મહેલના ઉપલા તલ પર રહેલે રાજા પણ પ્રભુને આવતા જોઈને, પૂર્વભવ સંભારીને પ્રભુના ચરણ પાસે આવ્યા. સમગ્ર પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણ દઈને હર્ષવશ રમાચિત શરીરવાળો શ્રેયાંસરાજા તેમના પદયુગલમાં પડ્યો. હવે સર્વ ભાવથી રત્નપાત્રમાં રહેલ અધ્ય આપીને નિર્મલ પરિણામથી પ્રભુના ચરણ–યુગલમાં પ્રણામ કર્યા. સાફ કરેલ અને લિપેલ પ્રદેશમાં અતિશય શ્રદ્ધા સાથે શ્રેયાંસ રાજાએ આનંદથી શેરડીનો રસ પહેરાવ્યો. તે સમયે સુખકારી શીતલ સુગંધિત વાયરો વાવા લાગ્ય, આકાશતલમાંથી રત્નની વૃષ્ટિ અને પુષ્પવૃષ્ટિ થવા લાગી. “અહો ! દાનમ, અહો ! દાનમ્ ” એવી ઉદ્યોષણ થઈ, મેઘના શબ્દ સરખી ગંભીર અવાજ કરતી દુંદુભિ વાગવા લાગી, શ્રેયાંસ નરેન્દ્ર પરમ આબાદી કરનાર ઉત્તમ કલ્યાણ પામ્યા. ત્યાર પછી દે અને ચારણશ્રમણોના સમૂહે કહેવા લાગ્યા કે–સાબાશ સાબાશ ! તમે તે ઘણાજ ઉત્તમ ભાગ્યશાળી પુરુષ છે, હે મહાયશવાળા ! તમે ધર્મ રથના બીજા ચકને સમુદ્ધાર કર્યો. પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થવું
આ પ્રમાણે દાન આપવાની પ્રવૃત્તિ પ્રવર્તાવીને “શકટમુખ” નામના ઉદ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org