________________
[૪] લેકસ્થિતિ, ઋષભ-માહણ (બ્રાહ્મણ)ને અધિકાર
: ૨૫ :
પ્રશસ્ત ધ્યાન કરવામાં પ્રભુ લીન થયા. ધ્યાન કરતા ભગવંતનાં ચાર ઘાતી કર્મોને ક્ષય થ અને કાલોકને જણાવનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જિનેન્દ્રને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં જ સિંહાસન, છત્રાતિછત્ર, ચામર, નિર્મલ ભામંડલ, કલ્પવૃક્ષ, દિવ્ય દુંદુભિ-નાદ, પુષ્પવૃષ્ટિરૂપ પ્રાતિહાર્યો તથા સતિશય–સંપૂર્ણ જિનેન્દ્રની ઋદ્ધિ પ્રભુને પ્રાપ્ત થઈ. કેવલજ્ઞાનની ઉત્પત્તિ જાણુને દે આવ્યા, જિનેશ્વરને પ્રણામ કરીને સ્થાન પર બેસી ગયા. તે સમયે ગણધરે પૂછયું કે, “હે ભગવંત ! આ અનંત સંસારમાં અનાથ જીવો જેવી રીતે પરિભ્રમણ કરી રહેલા છે, તેઓને પાર પામવાનો ઉપાય કહેવાની કૃપા કરે.” ધર્મોપદેશ
હવે જિનેશ્વર ભગવંત મેઘ સરખા ગંભીર અને મધુર સ્વરથી કહેવા લાગ્યા. પ્રભુએ દે અને મનુષ્યની પર્ષદામાં બે પ્રકારના ધર્મને ઉપદેશ આપ્યો. તેમાં પ્રથમ સાધુધર્મ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણગુપ્તિવાળે છે. આ સાધુધર્મ યોગવિશેષથી અનેક પ્રકાર છે. પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાત્રતવાળો શ્રાવકધર્મ દેશવિરતિ સ્વરૂપ છે. જીવ ધર્મથી દેવતાનાં અને મનુષ્યનાં ઉત્તમ સુખો અને અધમ કરવાથી હજાર દુઃખોના આવાસવાળી નારકીનાં દુઃખો મેળવે છે. જેમ મેઘ વગર વરસાદ અને બીજ વગર ધાન્ય થતાં નથી, તેમ જીવને ધર્મ વગર સુખની પ્રાપ્તિ થતી નથી. કદાચ અજ્ઞાનીઓ પ્રયત્નપૂર્વક આકરું તપ કરે, તે પણ માત્ર કિરદેવ તરીકે ઉત્પન્ન થઈ, ત્યાંથી વેલા તેઓ તિર્યંચગતિમાં જાય છે. વળી તેઓ ચારે ગતિ સ્વરૂપ અને ૮૪ લાખ યોનિસ્વરૂપ સંસારમાં મહાદુઃખ અનુભવતા અનંત કાલ પરિભ્રમણ કરે છે. જિનેશ્વરે પ્રરૂપેલા ઉત્તમ ધર્મનું સેવન કરીને કેટલાક નિવૃતિ-સુખ, કેટલાક અહમિન્દ્રપણું પ્રાપ્ત કરે છે. વળી બીજા ધર્મમાં દઢતા રાખવા પૂર્વક જેઓ નિર્ચન્થ મુનિવરાદિકની સર્વ ભાવથી સ્તુતિ કરે છે, તેઓ તેને ફલના પ્રભાવથી દુર્ગતિના માર્ગે જતા નથી. આ પ્રમાણે પ્રભુના મુખથી ધર્મવચન શ્રવણ કરીને મનુષ્ય અને દેવસમૂહો સમ્યકત્વના પરિણામવાળા અને સંગતત્પર થતા હર્ષ પામ્યા. વળી અહીં કેટલાક આરંભ-પરિગ્રહનો સર્વથા ત્યાગ કરી શ્રમણસિંહ થયા, કેટલાક પાંચ અણુવ્રતો ગ્રહણ કરી દેશવિરતિ શ્રાવક થયા. એ પ્રમાણે ધર્મોપદેશ પૂર્ણ થતાં સર્વે ઈન્દ્રાદિક દેવ પ્રભુને પ્રણામ કરીને પિતાના પરિવાર-સહિત પોતપોતાના સ્થાનકે ગયા.
જ્યાં જ્યાં જિનેન્દ્ર વિચરતા હતા, ત્યાં ત્યાં તે દેશે સ્વર્ગ સરખા મનોહર થતા હતા અને ચારે બાજુ સે જન સુધી રોગાદિક ઉપદ્રવથી રહિત અને મનોહર પ્રદેશ થતા હતા. ઋષભદેવ પ્રભુને “ઋષભસેન” વગેરે ૮૪ ગણધરે અને ૮૪ હજાર સાધુઓ હતા. ભરત–આહુબલી યુદ્ધ અને બાહુબલીની દીક્ષા
તે સમયે ભરત રાજાને સમગ્ર ચક્રવતી પદની પ્રાપ્તિ થઈ, આ ધીર પુરુષ અશ્વ, હાથી, યુવતિ આદિ ચૌદ રત્નોના સ્વામી થયા. ઋષભદેવ ભગવંતના સૂર્ય-ચંદ્ર સરખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org