________________
[૩] વિદ્યાધરલેકનું વર્ણન શ્રેણિકનું ગૌતમસ્વામી પાસે જવું અને પ્રશ્ન કરવા
રાજસભામાં બેઠેલા સર્વાલંકારથી વિભૂષિત શરીરવાળા, સામંત-રાજાઓને મુકુટની મણિઓના અને મોતીઓના કિરણથી ઉજજવલ પાદપીઠવાળા તે શ્રેણિકરાજા મુનિ ભગવંતના દર્શન કરવાની અત્યંત ઉત્કંઠાવાળા પ્રશસ્ત લક્ષણવાળા ઉત્તમ હાથી પર આરૂઢ થયા. બીજા અનેક હાથી, ઘોડા, રથ, દ્ધા આદિ ચતુરંગ એનાથી પરિવરેલા નરેન્દ્ર શ્રેણિક ત્યાં ગયા કે, જ્યાં ગૌતમ ગણધર ભગવંત રહેલા હતા. તે પ્રદેશમાં પહોંચીને અનેક મુનિવર–સમુદાય અને સંઘની વચ્ચે વિરાજમાન શરદના સૂર્યના તેજ સરખા ગણધર ભગવંતને જોયા.
ગજરાજથી નીચે ઉતરીને ગૌતમસ્વામીની પ્રદક્ષિણા કરીને હર્ષવાળા રાજાએ મસ્તક પર અંજલિ કરીને તેમને પ્રણામ કર્યા. (ધર્મલાભના) આશીર્વાદ પામેલા તે રાજા મુનિવરના ચરણ પાસે બેઠા અને તેઓએ અતિ આદરપૂર્વક શરીર-કુશલાદિ પૂછ્યું.
ગ્ય સમય છે એમ જાણુંને ફરી પણ વિનયપૂર્વક સંશય-અંધકાર દૂર કરનાર ગૌતમ ભગવંતને રાજા પૂછવા લાગ્યા–
હે મહાયશવાળા ! હું આપની પાસે યથાર્થ પ્રગટ અર્થવાળું પદ્મચરિત સાંભળવાની ઈચ્છા રાખું છું, કારણ કે બીજા કુશાસ્ત્ર રચનારાઓએ તેની પ્રસિદ્ધિ વિપરીતપણે કરેલી છે. હે મહાયશસ્વિ! રાવણ જે દેવ સરખે અતિ પરાક્રમવાળો હતો, તે પછી સંગ્રામમાં વાનર સરખા તિયાથી કેમ પરાભવ પામ્યો? સુવર્ણકાંતિ સરખા દેહવાળા મૃગલાને અરણ્યમાં રામે બાણથી કેમ મારી નાખ્યો? સુગ્રીવ અને સુતારા માટે રામે વાલીને કપટથી કેમ માર્યો? સ્વર્ગમાં જઈને યુદ્ધમાં ઈન્દ્રને જિતને મજબૂત સાંકળથી બાંધીને કેદખાનામાં કેમ નાખે ? સર્વ શાસ્ત્રોમાં કુશલ હોવા છતાં પણ કુંભકર્ણ છ મહિના સુધી શાથી ઉંધ્યા કરતો હતો? વાનરોએ સમુદ્ર વિષે સેતુબંધ (પૂલ) કેવી રીતે બાંધે ? હે ભગવંત! કૃપા કરીને હેતુ–સહિત આ વિષયને સત્ય અર્થે કહે અને આપના જ્ઞાન–પ્રકાશથી મારા સંદેહ-અંધકારને દૂર કરે.
ત્યાર પછી ગણધર ભગવંત કહેવા લાગ્યા કે-“હેનરવૃષભ! એકાગ્ર મનથી સાંભળે, જે પ્રમાણે કેવલી ભગવંતે મને સંભળાવ્યું હતું, તે જ પ્રમાણે હું પણ તમને કહીશ. રાવણને રાક્ષસ એમ કઈ બોલતા નથી, કે તે માંસાહારી હતે-એ સર્વ હકીકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org