________________
[૨] શ્રેણિક–ચિન્તા-વિધાન
| : ૧૩.:
- દિવસનું અવસાન થતાં સૂર્ય અસ્ત પામ્ય, કમલે બીડાઈ ગયાં, ચકવાક-યુગલે વિખૂટાં પડી ગયાં, આકાશમાં દિશામાને મલિન કરતે અંધકાર ફેલાવા લાગે, તેથી સજજનેના ચરિત્રને પ્રકાશ અને દુર્જનને સ્વભાવ કે હોય તે જાણી શકાય છે. રાજા પણ મણિમય દીપકના પ્રકાશથી વ્યાપ્ત એવા પિતાના ભવનમાં પહોંચીને પુષ્પના ઓછાડથી આચ્છાદિત પલંગ પર શયનમાં સુખપૂર્વક સુઈ ગયા. નિદ્રા સેવન કરવા છતાં પણ સ્વમમાં જિનેશ્વર ભગવંતને વારંવાર દેખે છે અને પરમ આદરથી સંશય પૂછતા હતા.
મેઘ સરખા મહાગભીર શબ્દવાળાં ઘણું વાજિંત્ર અને મંગલપાઠકનાં સેંકડો મંગલ ગીતથી સ્તુતિ કરાતા શ્રેણિક મહારાજા પ્રભાત સમયે જાગૃત થયા, વળી વિચારવા લાગ્યા કે, ભગવતે એમ કહ્યું કે “ધર્મવાળા ચક્રવર્તી આદિ પુરુષની આ ભુવનમાં હાનિ થાય છે, તેમાં પણ પદ્મ(રામ)ના ચરિત્રમાં મને માટે સંદેહ થાય છે કે, રાક્ષસ-વૃષભ અતિ બલવાળા હતા. તેમને વાનરે એ કેવી રીતે વિનાશ પમાડ્યા? જિન ધર્મના પ્રભાવથી અતિ મહાન કુલમાં તેમની ઉત્પત્તિ થઈ, સેંકડો વિદ્યાઓની સાધના કરી અને પોતાના બલમાં ગર્વિત થઈ વીરતા પામ્યા.
લૌકિક શાસ્ત્રમાં સંભળાય છે કે, રાવણ વગેરે સર્વે રાક્ષસે ચરબી, લેહી, માંસ આદિકનું ભક્ષણ અને પાન કરનારા હતા. વળી રાવણને ભાઈ કુંભકર્ણ મહાબલવાળે, નિર્ભયપણે લાગલાગટ છ મહિના સુધી શય્યામાં નિદ્રા કરતો હતો. જે મેટા પર્વત જેવડા હાથીઓ આવીને તેના શરીરને ચાંપે, તેલના ઘડા ભરીને તેના કાનમાં પૂરે, ઉંઘતા એવા તેના કાન પાસે મોટા ઢોલ-વાજિંત્રોના શબ્દો સંભળાવે તે પણ સન્મુખ વગાતા શબ્દો ન સાંભળે, કે તે મહાનુભાવ અપૂર્ણકાળમાં શય્યામાંથી ઉભે ન થાય. જાગીને ઉડ્યા પછી છ મહિના સુધી ભૂખે રહેલો હોવાથી તેનું શરીર એટલું વ્યાકુળ બની જાય કે તેની સામે જે કઈ હાથી, પાડા વગેરે ભીમકાયાવાળા જાનવર હોય તેને ગળી જાય. વળી પણ દેવ, મનુષ્ય, હાથી આદિ ઘણું આહારનું ભક્ષણ કરી ઉદર-ભરણ કરી નિર્ભયપણે શય્યામાં આરૂઢ થઈ છ મહિના સુધી લાંબી નિદ્રા કરતો હતો. બીજું પણ એમ સંભળાય છે કે, સંગ્રામમાં રાવણ ઈન્દ્રને જિતને બેડી બાંધી તેને લંકાનગરીમાં લાવ્યા.
સમુદ્ર પર્વતના જંબુદ્વીપને ઉચકવા સમર્થ એવા ઈન્દ્રને આ દેવો અને દાનવાળા ત્રણ લેકમાં જિતવા કેણુ સમર્થ થઈ શકે ? જેની પાસે ઐરાવણ મહાગજેન્દ્ર છે, અમોઘ પ્રહાર કરવા માટે વજા છે, તેનું ચિંતન માત્ર કરતાં જ બીજે કાજળને
ગેલો બની જાય. (આ તે તેના સરખી વાત જણાય છે કે) મૃગલાએ સિંહને મારી નાખે, કૂતરાએ હાથીને ભગાડ્યો, તેમ વિપરીત પદ અને અર્થવાળું રામાયણ (લૌકિક) કવિઓએ રચ્યું છે. તેમણે તેમના રામાયણમાં કહેલી આ સર્વ હકીક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org