________________
( શ્રેણિક-ચિન્તા-વિધાન
: ૧૧ : પરમાત્માને નમસ્કાર કરીને ગૌતમ ગણધરે ધર્મ અને અધર્મનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે જિનેન્દ્ર ભગવંતે સર્વ જીવોને હિત કરનાર મેઘના સરખા ગંભીર અને મધુર અર્ધમાગધી ભાષામાં ધમ કહ્યો
દ્રવ્ય બે પ્રકારનાં હોય છે. એક જીવ દ્રવ્ય અને બીજું અજીવ દ્રવ્ય. વળી સિદ્ધ અને સંસારી એમ છ બે પ્રકારના છે. જે સિદ્ધના જીવ હોય છે, તેમને અનંત, અનુપમ, ક્ષય ન પામે તેવું, અચલ અને શાશ્વતું-સદાકાળ બાધા વગરનું સુખ હોય છે. સંસારમાં રહેલા જીવો ત્રસ અને સ્થાવર એમ બે ભેદવાળા હોય છે. તે બંને ભેદના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદ હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ સ્થાવરના પાંચ ભેદે છે. બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવો ત્રસ કહેવાય અને તે સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે ભેદવાળા છે. જે અછવદ્રવ્ય છે. તેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય એમ ચાર ભેદે છે. - સિદ્ધિગમન ભવ્યજીવોનું થાય છે, જ્યારે અભવ્ય છે કઈ કાળે પણ સિદ્ધિ પામી શકતા નથી, સંસારમાં જ પરિભ્રમણ કરે છે. મિથ્યાત્વ, મન, વચન અને કાય એમ ત્રણ યોગો, વેશ્યા સહિત કોધાદિ કષાયે વડે જીવ હંમેશાં અશુભ કર્મબંધ કરે છે. સમ્યકત્વ-સહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ કરનાર મન-વચન-કાયાને ગોપવનાર અઢળક પુણ્ય ઉપાર્જન કરે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ ભેદવાળાં કર્મો સંક્ષેપથી કહ્યાં. જે પરિણામના ચાગે તે કર્મો બાંધે અને છેડે છે. વિષય-સંગમાં આસક્ત બનેલા સંસારી અને ભગવતી વખતે ક્ષણવાર સુખ થાય છે, પરંતુ તેના પરિણામે અનેક પ્રકારે દુઃખરૂપે ભોગવવા પડે છે.
નરકલાકમાં આંખ મીંચીને ઉઘાડીએ તેટલે અલ્પ સમય પણ પાપકર્મ કરનારા જીને સુખ નથી. તિયચ–ગતિના છ દમન કરવાનું, તાડન, પીડન, બંધન, અપમાન આદિનું દુઃખ અનુભવતા પિતાનું જીવિત પૂર્ણ કરે છે. મનુષ્યને સંયોગ, વિયેગ, લાભ, નુકશાન, રાગ, ષ વગેરે માનસિક દુખ થાય છે. અલ્પ સમૃદ્ધિવાળા દેવને અધિક સમૃદ્ધિવાળા દેવને દેખીને ઈષ્યનું મહાદુઃખ થાય છે અને તેથી અધિક દુઃખ ચ્યવનકાલે દેવતાઓને થાય છે. આવા પ્રકારના ચારગતિવાળા ભયાનક સંસારમાં જો, એક વખત મનુષ્યભવ ચૂક્યો તે ફરી મેળવ ઘણે મુકેલ છે. કદાચ મનુષ્યપણું મળી ગયું, તે પણ પ્લેચ્છ, ભીલ વગેરે દરિદ્ર કુળમાં જન્મ થાય, પરંતુ જીવને ઉત્તમ કુળમાં જન્મ પ્રાપ્ત થ મહામુકેલ છે. કદાચ સુકુલમાં જન્મ થયે, પરંતુ ત્યાં વામન, બહેરે, મૂંગે, હુંઠ કે કÇપાપણે જો તે ભવ નિરર્થક થયે. જીવને પાંચ ઈન્દ્રિયો સંપૂર્ણ અને નિરોગીપણું મળવું મુશ્કેલ છે. કહેલી સર્વ સામગ્રીવાળું સુન્દર મનુષ્યપણું મળવા છતાં પુણ્યરહિત મૂહાત્માને લેભ અને મેહ દેષના કારણે ધર્મમાં બુદ્ધિ થતી નથી. કદાચ તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય, પરંતુ કુધર્મ કે અધર્મમાં જોડાય તે ફરી પાછા સંસારમાં ભ્રમણ કરે અને જિનેશ્વરે ઉપદેશેલે ધર્મ ન મેળવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org