________________
[૨] શ્રેણિક-ચિન્તા-વિધાન
આપીને ત્રિલેકગુરુ જિનેશ્વરને તે દેએ ફરી માતા પાસે સ્થાપન કર્યા. ઈન્ડે આપેલા આહાર અને અંગૂઠામાં રહેલ અમૃતપાન કરતા ભગવંત ક્રમે કરી બાલભાવને ત્યાગ કરીને ત્રીશ વર્ષની વયવાળા થયા.
પછી કઈક સમયે અસાર સંસાર પ્રત્યે વૈરાગ્ય થવાથી લોકાન્તિક દેવોથી પરિવરેલા (પ્રેરાએલા) વીર ભગવંતે દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી આઠ (ચાર) કમરહિત ભગવંત ધ્યાન ધરી રહેલા હતા, ત્યારે સમગ્ર લોકને પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
તેમનું રુધિર દૂધ સમાન ઉજજવલ વર્ણનું, મેલ અને પરસેવાથી રહિત, ગંધ સુગધી, સામુદ્રિકશાસ્ત્રમાં કહેલાં લક્ષણોથી સહિત તથા અતિશય નિર્મલ સૂર્યની પ્રભા સરખું તેજસ્વી શરીર હતું. તેમનાં નેત્રો હલન-ચલન રહિત, નખો અને કેશ વૃદ્ધિ પામ્યા વગરના અને ચીકાશદાર હતા, તેમજ તેમની ચારે દિશામાં સે એજન ભૂમિ-પ્રમાણ પ્રદેશમાં મરકી આદિ રોગો ઉત્પન્ન થતા નથી. જ્યાં જ્યાં પગલાં પડે છે, ત્યાં ત્યાં સહસપત્રવાળાં કમળો થાય છે, ફળભારથી નમેલાં વૃક્ષો નમન કરે છે, પૃથ્વી ધાન્ય પેદા થવાથી સમૃદ્ધ થાય છે. ભૂમિ આરીસા માફક સ્વચ્છ બની જાય છે. ભગવંતના મુખમાંથી અર્ધમાગધી ભાષા નીકળે છે, તેમજ શરદઋતુની જેમ દિશાઓ રજ-ધૂળ રહિત હોય છે. જ્યાં આગળ જિનેન્દ્ર રોકાઈ રહે છે, ત્યાં રત્નજડિત આશ્ચર્યકારી સિંહાસન દેવતાઓ નિર્માણ કરે છે તથા તેમની વાણી એક યોજન પયત સંભબાય-તે પ્રમાણે મનહર દુન્દુભિ શબ્દની પૂરવણી કરે છે તથા દેવ પુષ્પની વૃષ્ટિ કરે છે.
આ પ્રકારના આઠ પ્રાતિહાર્યો સહિત એવા તે મુનિઓમાં વૃષભ સરખા ઉત્તમ જિનેન્દ્રરૂપી સૂર્ય ભવ્ય રૂપી કમલને પ્રતિબંધ કરતા વિચરતા હતા. અતિશયવિભૂતિ સહિત ગણ-ગણધર–સમગ્ર સંઘ પરિવાર–સહિત મહાવીર ભગવંત વિચરતા વિચરતા વિપુલગિરિ નામના મહાપર્વત પર પધાર્યા.
વિપુલ મહાગિરિવર પર જિનેન્દ્રને પધારેલા જાણીને ઈન્દ્ર મહારાજા હિમગિરિશિખર સરખા ઐરાવણ હાથી ઉપર આરૂઢ થયા. જે હાથીના ગંડસ્થલ સિન્જર રંગથી શોભિત કર્યા હતા, ગળામાં નક્ષત્રમાળાના હાર સરખી કરેલી શોભાવાળા, લટકતા ઘંટાના શબ્દોને પ્રસરાવતા, ગંડતલમાંથી મદલેખાને ઝરાવતા, ગુંજારવ કરતા ભ્રમરે જેના મદમાં લીન બનેલા છે, એવા સુગંધથી વાસિત થએલા, ચપળ કાન રૂપી ચામરથી ઉત્પન્ન થએલા વાયરાથી ફરકતી ધ્વજાવાળા હાથી ઉપર બેસીને અનેક સામાનિક દેવથી પરિવરેલ, અપ્સરાઓ વડે ગવાતા પ્રશંસાના ગીતવાળા સર્વ દેવો અને અસુરોથી પરિવરેલ ઈન્દ્ર મહારાજા વિપુલગિરિ પર આવ્યા. જિનેશ્વર ભગવંતને દેખીને મસ્તકે અંજલિ જોડીને હર્ષિત મનવાળા ઈન્દ્રમહારાજાએ આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org