________________
[૨] શ્રેણિક-ચિન્તા-વિધાન મગધવર્ણન
આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં રહેલા દક્ષિણભરત ક્ષેત્રમાં અનેક ગુણયુક્ત, નગર અને ખાણથી શેભિત, મનહર મગધ નામને દેશ હતે. ગ્રામ, પુર, ખેટ, કર્મ, મડખ, દ્રોણમુખ વગેરે નિવાસ સ્થાનેથી વ્યાપ્ત; ગાય, ભેંસ, ઘેડા, ઘડી આદિ ઉપયોગી પશુઓથી પરિપૂર્ણ ધનસમૂહથી રેકાઈ ગએલ સીમાડાના માર્ગવાળા, સાર્થવાહ, શ્રેષ્ઠી, ગૃહપતિ, કૌટુમ્બિક આદિ ઉત્તમ લકેના સમૂહવાળા, મણિ, સુવર્ણ, રત્ન, મોતી, ઘણું ધાન્યથી ભરેલા કોઠારવાળા, તે મગધ દેશમાં વિજ્ઞાનમાં વિચક્ષણ, અત્યંત સુન્દર રૂપવાળા, બલ–વૈભવ–કાંતિયુક્ત, અધિકપણે ધર્મમાં ઉદ્યમ કરવાની મતિવાળા લોકો રહેતા હતા. ત્યાં નટ, નર્તક, છત્રધારી, વાંસ પર ખેલ બતાવનાર, દેરડા પર ચાલનાર, આદિ અનેક કળાવાન, સંગીત કરનાર, વિવિધ પ્રકારનાં તૈયાર કરેલા ભેજનેથી મુસાફરોને જમાડનાર એવા ઉદાર તે દેશના લકે હતા. - અહિં રહેનાર લોકો વિવાહાદિ મંગલ મહોત્સવ કરવામાં વ્યવસાયી તથા સુગન્ધવાળા પદાર્થો અને પુના પુષ્કળ શેખીન હતા. એવી રીતે અનેક પ્રકારનાં મીઠાં પણ, ઉત્તમ પ્રકારનાં ભોજન, ફળ, મેવા આદિક મેળવવાના નિરંતર ઉત્સાહવાળા હતા. ત્યાં અનેક વાવડીઓ, સરોવર, જળાશ અને ઉદ્યાને હોવાથી ચારે બાજુ રમણીય જણાતો હતો. વળી ત્યાં બીજા રાજ્યનાં આક્રમણ, ચેપી રેગે, ચોર અને દુકાળ ન હોવાથી હંમેશાં દેશ આનંદિત રહેતો હતો. રાજગૃહ નગરનું વર્ણન
તે મગધ દેશની બરાબર મધ્યભાગમાં મજબૂત, વિશાલ કિલ્લાથી વીંટાએલ રાજપુર (રાજગૃહ) નામનું એક પ્રાચીન નગર હતું. તેમાં શ્રેષ્ઠ ભવન, ઊંચાં તરણે, ઉજજવલ અટારીઓથી શોભતાં હતાં અને સર્વ પ્રકારના કલંકથી મુક્ત નગર હતું. વળી ચારે બાજુ ફરતી ખાઈ હતી. તેમજ કિલ્લાના ઉપલા ભાગમાં વાંદરાનાં મસ્તકાકારવાળા કાંગરાઓ કતરેલા હતા. અનેક પ્રકારના કીમતી કરી આણુથી ભરપૂર, તથા જળ અને સ્થળમાં ઉત્પન્ન થએલાં મહામૂલ્યવાન રત્નથી પૂર્ણ ઘરવાળું, દૂર દૂરના દેશાવરથી આવેલા વેપારી વર્ગના વ્યાપારના શબ્દોથી ઘોંઘાટવાળું, ભવનના પ્રાંગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org