________________
ગમોહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૧. આ બધું છતાં ખસની ચેળ સહન ન થઈ. તેના લીધે હાથ પકડનારને ધક્કો માર્યો. ચળ, ખણવાનું દુઃખ જાણ્યું હતું, છતાં આંખ મીંચામણા કર્યા હતા. તેવી રીતે અહીં જે કઈ ત્યાગને ઉપદેશ કરે તે કડવા લાગે છે. અત્યારે પરણીને આવ્યો હોય તેને ત્યાગીએ ઉપદેશ કર્યો કે એલામાંથી ચૂલામાં ક્યાં પડ્યો, તે સાંભળનારને શી અસર થાય? ખોટું તે નથી, તે અસર ખરાબ કેમ થઈ? તેવી રીતે અહીં પરણને આ હાય પહેલાં અવિરતિના ઓલામાં હતો. હવે પાપના ચૂલામાં પડ્યો. પેલી બસમાં ચેળ એ ચેળે મનુષ્યને પરાધીન કર્યો, તેવી રીતે આ જીવ પણ ત્યાગની ઉપર અરૂચિવાળો થઈ જાય છે. અઢાર પાપસ્થાનક જાણે છે, માને છે, બોલે છે. પણ તે બધા ઉપર અત્યારે આંખ મંચામણું કરે છે. જન કૂળનો છોકરો ૧૫–૧૭ વરસે પરણે, પણ સાત લાખ પૃથ્વીકાય તથા પહેલે પ્રાણાતિપાત ન જાણે, તે ઓછું બને. પાપસ્થાનક જાણે તે બંધ કરવા મહાપુરૂષ કહે તે ચેળ આવે, તે વખતે હાથ પકડ મુશ્કેલ પડે છે, તેમ આ વખતે ઉપદેશ સાંભળવો મુશ્કેલ પડે છે, પણ હિતિષી એક રસ્તો કરી શકે. એને હાથ પકડ ન ફાવે ત્યારે હિતૈષી શું કરે? ગંધકની દવા આપે કે જેથી ચેળ ઉભી જ ન થાય. ખણવાને વિચારજ ન આવે. એવી રીતે તમારી ઈચ્છાઓ ઉભી જ ન થાય, તેથી શાસકારે ઉપદેશ રૂપી ગંધક આપે છે. જે ઓર્ડર અનિષ્ટ લાગતો હતો ત્યારે હવે ઉપદેશ રૂપ ગંધક દીધો. સંસારનું સ્વરૂપ, આરંભપરિગ્રહનું પરિણામ જાણાવે છે.
તમે મિલકતના માલિક કે ટ્રસ્ટી?
તમે મિલકતના માલીક નથી, મિલકતના ટ્રસ્ટી છે, તે વાત તમે પણ કાયદાથી કબૂલ કરશો. જે બાપ દાદાની મિલકત તમારી પાસે આવી હોય તો કાયદાથી તમે તેના ઘણું નથી. જે તેમાં કંઈપણ અડચણ કરો તે છોકરે અરજી આપી રીસીવર નીમી શકે. તમારી માલિકીની વસ્તુ ઉપર રિસીવર કેમ? કહો કે વડીલેપાર્જીત છે તેથી તેમાં રિસીવર નીમી શકે. કહો તમે ટ્રસ્ટી કે માલિક જરૂર કબૂલ કરશો કે–અમાસ પદા કરેલીનાજ માલીક, વડીલોપાર્જીત મિલ્કતના ટ્રસ્ટી. તમે પણ જે મિલકત રફેદફે કરે તે સાત વરસને છોકરા પણ સરકારને અરજી કરી શકે. છોકરાને અરજી કરવી પડે તેમ નથી, રસ્તાને ચાલતો મનુષ્ય