Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦] રાવણાદિકનું મંત્રસાધના કરવા જવું.
પર્વ ૭ મું. ઇંદ્રાદિક વિદ્યારેને તે હું એક બાહુના બળથીજ હણી નાંખુ, તે પછી શાશસિની વાર્તા તે એક તરફ જ રહે. વસ્તુતાએ તે સઘળાઓ મારે મન તૃણ સમાન છે. જો કે ભુજાના પરાક્રમથી તે શત્રુઓને જીતવાને હું સમર્થ છું, તથાપિ કુળદમાગતે આવેલી વિદ્યાશક્તિ મારે સાધવી જોઈએ, માટે હે માતા! હું મારા અનુજ બંધુઓની સાથે તે નિર્દોષ વિદ્યાને સાધીશ, તેથી આજ્ઞા આપે એટલે હું તેની સિદ્ધિને માટે જાઉં.” આ પ્રમાણે કહી માતાપિતાને નમસ્કાર કરી, તેમણે મસ્તક પર ચુંબન કરેલે રાવણ અનુજ બંધુઓની સાથે ભીમ નામના અરણ્યમાં ગયે. જ્યાં સુતેલા સિંહના નિશ્વાસથી આસપાસનાં વૃક્ષે કંપતાં હતાં, ગાવઠ કેશરી એનાં પુંછડાંના પછાડાથી ભૂમિતળ ફુટી જતું હતું, ઘણું ઘુવડ પક્ષીઓના ધુત્કારથી વૃક્ષે અને ગુહાઓ અતિ ભયંકર લાગતી હતી, અને નાચતા ભૂતના ચરણઘાતથી ગિરિના શિખર પરથી પાષાણે પડતા હતા. દેવતાઓને પણ ભયંકર અને આપત્તિના એક સ્થાનરૂપ એ અરણ્યમાં રાવણે અનુજ બંધુઓની સાથે પ્રવેશ કર્યો. પતસ્વીની જેમ મસ્તક પર જટામુગટને ધારણ કરી, અક્ષસૂત્ર માળા હાથમાં રાખી, નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ કરી, અને વેત વસ્ત્ર પહેરી તે ત્રણે બંધુઓએ બે પહેરમાં સર્વ વાંચ્છિતને આપનારી અષ્ટાક્ષરી વિદ્યાને સાધી લીધી. પછી જેને દશહજાર કટી જાપ કરવાથી ફલપ્રાપ્તિ થાય છે એ છોડશાક્ષર મંત્ર જપવાને તેઓએ આરંભ કર્યો.
એ સમયે જંબુદ્વીપને પતિ અનાદત નામે દેવતા અંતઃપુર સહિત ત્યાં ક્રિીડા કરવા આવ્યું. તેણે એ ત્રણે જણને મંત્ર સાધતા જોયા. તે યક્ષપતિએ તેમને વિદ્યા સાધવામાં વિધ્ધ કરવા સારૂ અનુકૂલ ઉપસર્ગ કરવાને માટે પોતાની સ્ત્રીઓને તેની પાસે મોકલી. તે સ્ત્રીએ તેમને ક્ષેભ કરવાને આવી; પણ તેઓના અતિ સુંદર રૂપથી પિતાના સ્વામીનું શાસન ભૂલી જઈ તેિજ ક્ષોભ પામી ગઈ. તેઓને નિર્વિકારી, સ્થિર આકૃતિવાળા અને મીન રહેલા જોઈ ખરા કામદેવના આવેશથી પરવશ થઈને તેઓ કહેવા લાગી—“અરે! ધ્યાનમાં જડ થઈ ગયેલા વીર! યત્નપૂર્વક અમારી સામે તે જુઓ ! આ દેવીઓ પણ તમને વશ થઈ ગઈ છે, તે એથી બીજી કઈ સિદ્ધિ તમારે જોઈએ છીએ? હવે વિદ્યાસિદ્ધિને માટે કેમ યત્ન કરો છે ? આ કલેશ કરવાની હવે જરૂર નથી, તમે વિદ્યાથી શું કરવાના છે ? અમે દેવીએજ તમને સિદ્ધ થઈ ચુકી છીએ. માટે ત્રણ જગતના રમણીય રમણીય પ્રદેશમાં જઈ દેવ સમાન એવા તમે સ્વેચ્છાએ અમારી સાથે યથારૂચિ ક્રીડા કરે.” આવી રીતે તેઓએ કામનાથી કહ્યું, પરંતુ ઘણા પૈર્યવાન હોવાથી તેઓ ડગ્યા નહિ, એટલે તે યક્ષિણીઓ વિલખી થઈ ગઈ કેમકે “એક હાથે તાળી પડતી નથી.” તે સમયે જંબુદ્વીપ પતિ યક્ષે પિતે ત્યાં આવીને કહ્યું-“અરે મુગ્ધ પુરૂષ! તમે આવું કાષ્ઠચેષ્ટિત કેમ આરંહ્યું છે? હું ધારું છું કે કઈ દુરાત્મા અનાપ્ત પાખંડીએ અકાળ મૃત્યુને માટે તમને આ પાખંડ શિક્ષા આપી લાગે
૧ જેનું વચન પ્રમાણ ન થાય તેવા અપ્રમાણિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org