Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ જો. રાવણ દિગ્વિજય.
એક વખતે દશમુખે પેાતાના અનુજ બંધુ સાથે આકાશમાં જોયું, તે વિમાનમાં બેસીને આવતા સમૃદ્ધિવાન વૈશ્રવણુ રાજાને દીઠે; એટલે ‘આ કાણુ છે? ' એમ તેણે તેની માતાને પૂછ્યું.. કંકસી એલી–“ મારી માટી એન કૌશિકાના એ પુત્ર છે, વિશ્રવા નામે વિદ્યાધરના રાજાને તે કુમાર છે અને સર્વ વિદ્યાધરાના સ્વામી ઇંદ્ર રાજાનેા એ મુખ્ય સુભટ છે. ઈંદ્રે તારા પિતામહના જ્યેષ્ઠ ખંધુ માળીને મારીને રાક્ષસદ્વીપ સહિત આપણી લંકાનગરી આ વૈશ્રવણને આપી છે. હે વત્સ ! ત્યારથી લ'કાપુરી મેળવવાને મનેરથ મનમાં રાખીને તારા પિત્તા અદ્યાપિ અહી' રહેલા છે. ‘સમ” શત્રુમાં એમ કરવુ' જ યુક્ત છે. ' રાક્ષસપતિ ભીમે દ્રે શત્રુઓના પ્રતીકારને માટે રાક્ષસવંશના અંકુરરૂપ આપણા પૂજના પુત્ર મેઘવાહન રાજાને રાક્ષસદ્વીપ, પાતાળલકા અને રાક્ષસીવિદ્યા સહિત લંકાનગરી આપેલી હતી. એ ઘણા કાળથી ચાલી આવતી આપણા વંશની રાજધાની શત્રુઓએ હરી લેતાં તારા પિતામહ અને તારા પિતા પ્રાણરહિતની જેમ અહીં રહેલા છે, અને રક્ષક વગરના ક્ષેત્રમાં સાંઢડાની જેમ તે લંકામાં આપણા શત્રુએ સ્વેચ્છાએ વિચરે છે, તે તારા પિતાને જીવતાં શલ્ય જેવું છે. હું વત્સ! તે તારા પિતામહના આસન ઉપર અનુબંધુ સાથે બેઠેલા તને આ મંદભાગ્યા કચારે જોશે? અને તારા કારાગ્રહમાં કબજે કરેલા એ લંકાના લુંટારાને જોઈને હું' પુત્રવતીઓમાં શિરામણિ કયારે થઈશ ? હે વત્સ! આકાશપુષ્પની જેવા આવા વ્યંમનારથ કરતી હું મરૂદેશમાં હુંસલીની જેમ પ્રતિદિન ક્ષીણ થતી જાઉં છું, ”
માતાનાં આવાં વચન સાંભળી ક્રોધથી ભીષણ મુખ કરતા વિભીષણે કહ્યું- માતા ! ખેદ કરા નહિ, તમે તમારા પુત્રનું પરાક્રમ જાણતા નથી. હે દેવી ! આ ખલવાન આ દેશમુખની આગળ ઇંદ્ર, વશ્રવણ અને બીજા વિદ્યાધરે કેણુ માત્ર છે! સુતેલા સિંહ જેમ ગજે દ્રની ગર્જનાને સહન કરે, તેમ આજ સુધી અજાણ્યા એવા મારા ભાઈ દશમુખે શત્રુઓના હાથમાં રહેલું લંકાનું રાજ્ય સહન કરેલુ છે. આ દશમુખની વાત તે મૂકી દે, પણ આ આય કુંભકણુ પણ ખીજા સુભટાને નિઃશેષ કરવાને સમર્થ છે. વળી હે માતા ! તે કુ ંભકની વાત પણ કરે મૂકે, હું પણ તેની આજ્ઞાથી વજ્રના પાતની જેમ અકસ્માત્ શત્રુએને સહાર કરવાને સમર્થ છું. આ પ્રમાણે સાંભળીને દાંતવડે અધરને ડસતા રાવણ એક્સ્ચે—“ હે માતા! તું વજના જેવી કઠિન જણાય છે કે આવું શલ્ય ચિરકાળ થયાં ધારણ કરે છે. એ
,,
C - 2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org