Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
દશમુખ [રાવણ] ને જન્મ.
[ પર્વ ૭ મું ચિરકાળ ચરણ મૂકવાને ઈચ્છવા લાગી. આ પ્રમાણે ગર્ભના પ્રભાવથી તેણે દારૂણ ભાવ ધારણ કરવા માંડયાં. સમય આવતાં શત્રુઓના આસનને કંપાવનારા અને ચૌદ હજાર વર્ષના આયુષ્યને ધારણ કરનારા પુત્રને તેણે જન્મ આપ્યો. સુતિકાની શય્યામાં ઉછળતો અને અતિ પરાક્રમવાળો તે પુત્ર ચરણકમળને પછાડતે ઊભો થયે; અને પડખે રહેલા કરડીઆમાંથી પૂર્વે ભીમેંદ્ર લાવે નવ માણિકયમય હાર પિતાને હાથે બહાર કાઢ્યો. પછી પોતાની સહજ ચપળતાથી તે બાળકે તે હાર પિતાનાં કંઠમાં નાંખે. તે જોઈ કૈકસી પરિવાર સહિત ઘણે વિસ્મય પામી. તેણે રાશવાને કહ્યું-“હે નાથ! પૂર્વે રાક્ષસેંકે તમારા પૂર્વજ મેઘવાહન રાજાને જે હાર આપે હતે, તમારા પૂર્વજોએ આજ સુધી દેવતાની જેમ જેની પૂજા કરી હતી, નવ મણિયથી રચેલે જે હાર કોઈથી પણ ધારણ કરી શકાતો ન હતો અને નિધાનની જેમ એક હજાર નાગકુમારે જેની રક્ષા કરતા હતા, તે હાર તમારા શિશુએ ખેંચી કાઢીને પિતાના કંઠમાં આરોપણ કર્યો છે.” તે બાળકનું મુખ તે હારના નવ માણિકયમાં પ્રતિબિંબરૂપે સંક્રાંત થયું, તે જોઈને તે જ વખતે રતશ્રવાએ તેનું દશમુખ એવું નામ પાડયું, અને કહ્યું કે મેગિરિ ઉપર ચૈત્યવંદન કરવાને ગયેલા સુમાળી પિતાએ કોઈ મુનિને પૂછ્યું હતું, ત્યારે ચારજ્ઞાનધારી મુનિએ કહ્યું હતું કે “તમારા પૂર્વજને નવ માણિકયને હાર જે વહન કરશે તે અર્ધચક્રી [ પ્રતિવાસુદેવ ] થશે.”
ત્યાર પછી કેકસીએ ભાનુ (સૂર્ય)ના સ્વપ્નથી સૂચિત ભાનુકર્ણ નામના એવા બીજા પુત્રને જન્મ આપે, જેનું બીજું નામ કુંભકર્ણ પણ થયું. પછી ચંદ્રના જેવા નખ હેવાથી ચંદ્રનખા અને લેકમાં વિખ્યાત સૂર્પણખા નામે એક પુત્રીને કૈકસીએ જન્મ આપે. કેટલેક કાળ ગયા પછી ચંદ્રના સ્વપ્નથી સૂચિત વિભીષણ નામના એક ઉત્તમ પુત્રને જન્મ આપે. કાંઈક અધિક સેળ ધનુષ્ય ઉંચી કાયાવાળા તે ત્રણે સહેદર ભાઈ એ દિવસે દિવસે પ્રથમ વયને એગ્ય એવી ક્રીડાવડે નિર્ભયપણે સુખે રમવા લાગ્યા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये
सप्तमे पर्वणि राक्षसवंशवानरवंशोत्पत्तिरावण
जन्मवर्णनो नाम प्रथमः सर्गः
-
૧ રાક્ષસ નામની અંતરનિકાયના ઇંદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org