Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૬] ઇંદ્રરાજાની સાથે યુદ્ધ કરવા માટે માળી રાજાનું પ્રયાણ. [ પર્વ ૭ મું ઇંદ્રપણું સમજાવી તેને દેહદ પૂર્ણ કર્યો. સમય આવતાં પૂર્ણ પરાક્રમી પુત્રને જન્મ થયે. ઇંદ્રના સંગને દેહદ થયેલ હોવાથી તે પુત્રનું નામ ઇંદ્ર પાડયું. યૌવન વય પ્રાપ્ત થતાં એ વિધાના અને ભૂજાના પરાક્રમી પુત્રને રાજ્ય સોંપી સહસ્ત્રાર રાજા ધર્મપરાયણ થયે. ઇંદ્ર સર્વ વિદ્યાધરના રાજાઓને સાધી લીધા; અને ઇંદ્રના દેહદવડે જન્મવાથી તે પિતાને ઇંદ્ર માનવા લાગ્યું. તેણે ચાર દિગપાળે, સાત સેના તથા સેનાપતિઓ, ત્રણ પ્રકારની પર્ષદા, વજ આયુધ, ઐરાવણ હાથી, રંભાદિક વારાંગના, બ્રહસ્પતિ નામે મંત્રી અને નૈગમેષી નામે પરિસિન્યને નાયક એ પ્રમાણે સર્વ સ્થાપિત કર્યું. એવી રીતે ઇંદ્રના પરિવારના નામને ધરનારા વિદ્યાધરોથી હું ઇંદ્ર છું' એવી બુદ્ધિવડે તેણે અખંડ રાજ્ય કરવા માંડયું. જતિપુરના રાજા મયૂરધ્વજની આદિત્યકતિ નામની સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલા સેમ નામના વિદ્યાધરને પૂર્વ દિશાને દિકપાળ કર્યો, કિષ્કિધાપુરીના રાજા કાલાગ્નિની સ્ત્રી શ્રીપ્રભાના પુત્ર યમ નામે રાજાને દક્ષિણ દિશાને દિપાળ કર્યો, મેઘપુરના રાજા મેઘરથની સ્ત્રી વરૂણના ઉદરથી જન્મેલા વરૂણ નામે વિદ્યાધરને પશ્ચિમ દિશાને દિપાળ કર્યો અને કાંચનપુરના રાજા મુરની સ્ત્રી કનકાવતીના ઉદરથી જન્મેલા કુબેર નામે વિદ્યાધરને ઉત્તમ દિશાને દિગ્યાળ કર્યો. ઈત્યાદિક સર્વ સંપત્તિસહિત ઇંદ્ર રાજા રાજ્ય કરવા લાગ્યો. “હું ઇદ્ર છું” એમ માનતા તે ઇંદ્ર વિદ્યાધરને બીજા હસ્તીને મદાંધી હાથી સહન કરી ન શકે, તેમ માળી રાજા સહન કરી શક્યો નહિ, તેથી અતુલ પરાક્રમી ભાઈઓ, મંત્રીઓ અને મિત્રો સહિત માળી રાજા તેની સાથે યુદ્ધ કરવા ચાલે. “પરાક્રમી પુરૂષને બીજો વિચાર હેતે નથી.” બીજા પણ રાક્ષસવીરે વાનરવીરોને લઈને સિંહ, હાથી, અશ્વ, મહિષ, વરાહ અને વૃષભાદિક વાહન પર બેસી આકાશમાર્ગે ચાલવા લાગ્યા. તે સમયે ગધેડા, શિયાળીઆ અને સારસ વિગેરે તેમની દક્ષિણમાં રહ્યા છતાં ફળમાં વામપણાને ધારણ કરતાં તેઓને શિષ્ટરૂપ થયાં. બીજા પણ અપશુકન અને દુનિમિત્ત થયાં એટલે સુબુદ્ધિમાન સુમાળીએ યુદ્ધ કરવા જતાં વાર્યો પણ ભુજબળથી ગર્વ પામેલો માળી તેનું વચન નહિ માની વૈતાઢ્યગિરિ પર આવ્યા અને તેણે યુદ્ધને માટે ઇંદ્ર વિદ્યાધરને બોલાવ્યો. ઈંદ્ર ઐરાવત પર બેસી હાથમાં વજને ઉછાળતા નૈગમેષી પ્રમુખ સેનાપતિ એથી અને સમાદિક ચાર કપાળેથી પરવાર્યો સતા વિવિધ આયુધને ધારણ કરનારા અનેક સુભટોની સાથે રણક્ષેત્રમાં આવે. આકાશમાં વિઘત્ અરુથી ભયંકર મેઘની જેમ ઇંદ્ર અને રાક્ષસનાં સૈનિકોને પરસ્પર સંઘટ્ટ થશે. કોઈ ઠેકાણે પર્વતના શિખરોની જેમ રથ પડવા લાગ્યા. પવને ઉડાડેલા વાદળાંની જેમ કેઈ ઠેકાણે હાથીએ નાસવા લાગ્યા, કોઈ ઠેકાણે રાહુની શંકા કરાવતા સુભટના મસ્તક પડવાં લાગ્યાં, એક પગ કપાવાથી જાણે બાંધી લીધા હેય તેમ કેટલાક અો ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઇંદ્રની સેનાએ ક્રોધથી માળી રાજાની સેનામાં ભંગ પાડ્યો. “કેશરીના પંજામાં આવેલ હસ્તી બળવાન હોય તે પણ શું કરી શકે?”
પછી સુમાળી પ્રમુખ વીરોથી વીંટાયેલે રાક્ષસપતિ માળી યુથ સહિત વનહસ્તીની જેમ મોટા સંરંભથી ચડી આવ્યું. એ પરાક્રમી વારે કરાવડે મેઘની જેમ ગદા મુક્કર અને બાણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org