Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લે.] માળી રાજાને પરાજય
[૭ ઇંદ્રની સેનાને તત્કાળ ઉપદ્રવિત કરી દીધી, એટલે તત્કાળ લેકપાળ અને સેનાપતિઓ સહિત ઇંદ્ર ઐરાવત પર આરૂઢ થઈ યુદ્ધ કરવાને નજીક આવ્યું. ઇંદ્ર માળી સાથે અને કપાળ વિગેરે સુભટે સુમાળી પ્રમુખની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની વચ્ચે પ્રાણને સંશય થાય તેવું યુદ્ધ ચિરકાળ પ્રવત્યું. પ્રાયઃ જયાભિલાષીઓને પ્રાણ તૃણુ સમાન હેય છે. દંભ રહિત યુદ્ધ કરતાં ઇંદ્ર મેઘ જેમ વિદ્યુતવડે ઘેને મારે તેમ વીર્યવાન માળીને વાવડે મારી નાંખ્યા. જ્યારે માળી હશે ત્યારે રાક્ષસો અને વાનરો ત્રાસ પામી ગયા. પછી સુમાળીને આશ્રય લઈ તેઓ પાતાળલંકામાં જતા રહ્યા. ઇંદ્ર કૌશિકાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા વિશ્રવાના પુત્ર વૈશ્રમણને લંકાનું રાજ્ય આપ્યું અને તે પિતાના પુરમાં પ્રવેશ કર્યો.
પાતાળલંકામાં રહેતા સુમાળીને પ્રીતિમતી નામની સ્ત્રીથી રત્નશ્રવા નામે એક પુત્ર થયે. પૌવનવય પ્રાપ્ત થતાં એકદા તે વિદ્યા સાધવાને માટે કુસુમેઘાનમાં આવ્યું. ત્યાં એકાંતમાં અક્ષમાળા ધારણ કરીને જપ કરતે અને નાસિકાના અગ્ર ભાગમાં દષ્ટિ રાખતે તે ચિત્રમાં આલેખેલે હોય તેમ સ્થિર થયે. રત્રશ્રવા આ પ્રમાણે રહ્યો હતો, તેવામાં કઈ નિર્દોષ અંગવાળી વિદ્યાધરની કુમારી પિતાની આજ્ઞાથી તેની સમીપે આવી અને બેલી કે
માનવસુંદરી નામે મહા વિદ્યા હું તને સિદ્ધ થઈ છું.” આ પ્રમાણે સાંભળી વિદ્યા સિદ્ધ થયેલી જાણી રશ્રવાએ જપમાળા છોડી દીધી. એટલે પિતાની આગળ પેલી વિદ્યાધરકુમારી લેવામાં આવી. રશ્રવાએ પૂછયું કે “તું કેણ છે? કેમની પુત્રી છે અને શા માટે અહિં આવી છે?” તે બેલી-“અનેક કૌતુકનાં ગ્રહરૂપ કૌતુકમંગળ નામના નગરમાં ભેમબિંદુ નામે એક વિદ્યારે રાજા છે. તેની કોશિકા નામે એક મોટી પુત્રી છે, જે મારી બહેન થાય છે. તેની સાથે યક્ષપુર રાજા વિશ્રવા પડ્યા છે. તેને શ્રમણ નામે એક નીતિમાન પુત્ર છે, જે હાલ ઇંદ્રના શાસનથી લંકાનગરીમાં રાજ્ય કરે છે. હું કૌશિકાની નાની બેન કેકસી નામે છું. મને કોઈ નિમિત્તિયાના કહેવાથી મારા પિતાએ તમને આપી છે. તેથી હું અહીં આવી છું.” પછી સુમાળીપુત્ર રતશ્રવા બંધુઓને બોલાવીને ત્યાંજ તેની સાથે પર, અને પુષ્પક નામના વિમાનમાં બેસીને તેની સાથે ક્રિીડા કરવા લાગે.
એક વખતે કૈકસીએ રાત્રિમાં સ્વપ્નને વિષે હાથીના કુંભસ્થળને ભેદવામાં સક્ત એ કેશરીસિંહ મુખમાં પ્રવેશ કરતે જોયે. તેણીએ પ્રાતઃકાળે તે સ્વપ્નની વાર્તા પિતાના સ્વામીને કહી, એટલે રશ્રવાએ કહ્યું કે, “આ સ્વપ્નથી તારે વિશ્વમાં અદ્વિતીય પરાક્રમી પુત્ર થશે.” સ્વપ્ન પ્રાપ્ત થયા પછી તેણે ચિત્યપૂજા કરી, અને તે રતશ્રવાની પ્રિયાએ મહાસારભૂત ગર્ભને ધારણ કર્યો. તે ગર્ભના સદૂભાવથી કકસીની વાણું અત્યંત ક્રૂર થઈ અને સર્વ અંગ શ્રમને જીતે તેવું દઢ થયું. દર્પણ વિદ્યમાન છતાં તેણે પિતાનું મુખ ખગમાં જોવા લાગી. ઇંદ્રને પણ શંકા રહિતપણે આજ્ઞા કરવાને ઈચ્છવા લાગી. હેતુ વિના પણ તેનું મુખ હુંકાર શબ્દ કરવા લાગ્યું. ગુરૂજનને પણ તેણે પિતાનું મસ્તક નમાવવું બંધ કર્યું. શત્રુઓના મસ્તક ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org