________________
૩૫
વિવેકપૂર્વક પુસ્તકોના પરિશીલનથી અપરિમેય લાભ મેળવી શકાય છે. વળી તેમને પરિચય કરવાથી ઉત્તમોત્તમ સિદ્ધગતિ તેમજ કેવલજ્ઞાનાદિક સદ્દગુણેની પરંપરા પ્રગટ થાય છે, તે તે દૂર રહ્યું પરંતુ અન્ય સહવાસની અપેક્ષાએ પુસ્તકોને સામાન્ય સહવાસ પણ લાભકારી લેખાય છે. ઉખલક દષ્ટિ કરવાથી પણ તેમાંથી બે અક્ષરનું જ્ઞાન થાય, તે તે લાભમાં લેખાય, તદુપરાંત અસવિચારે અને અસંગતથી પિતાને બચાવ થાય એ માટે લાભ માનવા જેવો છે.
વળી તે પુસ્તકોના ઉત્પાદક વિદ્વાને વિજય મેળવનાર સુભટ કરતાં પણ અધિક પ્રશંસનીય ગણાય છે. કારણકે પંચવ (મરણ) પામ્યા બાદ પણ તેઓ પોતાના લેખ દ્વારા વિદ્યમાનની માફક કાર્ય કરી રહ્યા છે અને દેશ વિજેતા સુભટે તે મરણત પછી ભરમાવશેષ થાય છે. તે ભસ્મ પણ વાયુદેવને સ્વાધીન થઈ ક્યાંય ચાલી જાય છે.
દરેક વિચારોની અંદર જે કંઈ આકર્ષણ શક્તિ રહેલી છે, તે વિચાર અને કાર્ય સંબંધી આકર્ષણ કરતાં દઢતર સારૂપ્યવાળું અને અભિન્ન સ્વરૂપમય ગણાય છે.
જેમ દીપકથી દીપક પ્રગટાય છે, તેમ વિચારથી વિચારતરની વિશાલતા થાય છે. મૃતસુભટોને ઉદ્દેશી જે
સ્તુતિરૂપ નિવાપાંજલિ આપવામાં આવે છે તે તે માત્ર આરસના પાષાણુથી બંધાવેલા મને હર મંદિરમાં સળગાવેલા ધૂપની તુલનાને વહન કરે છે.