________________
શારદા દર્શન પુષ્ટિ આપે છે. મોક્ષપુરીના રાજમાર્ગ ઉપર આત્માને દોડતા કરી મૂકે તેવું ઉત્તમ રસાયણ છે.
તમે લેટરીની પાંચ-દશ કે પચીસ રૂપિયાની ટિકિટ ખરીદ કરી પણ તેમાં તમે લાખ બે લાખ રૂપિયાનું પ્રથમ ઈનામ મેળવી લક્ષાધિપતિ બનવાના તમારા કેડ પૂરા કરી શકશે એ વાત નકકી છે? “ના.” એ તે ભાગ્યમાં હોય તો લોટરી લાગી જાય ને ઈનામ મળે પણ અધ્યાત્મજ્ઞાન રૂપી લોટરીની ટિકિટ ખરીદ કરશે તે એના ઉત્કૃષ્ટ ઈનામ રૂપ મોક્ષ મેળવવાના કોડ અવશ્ય પૂરા થવાના છે. એમાં શંકાને સ્થાન નથી.
આજે આપણે સિદ્ધાંતના વાંચનનો મંગલ પ્રારંભ કરે છે. ભગવતે ભવ્ય જેના કલ્યાણને માટે બત્રીસ સિદ્ધાંત પ્રરૂપ્યા છે, તેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચાર મૂળ સૂ, ચાર છેદ સૂત્ર અને બત્રીસમું સાધુ અને શ્રાવકેએ અવશ્ય કરવા ગ્ય એવું આવશ્યક સૂત્ર છે. આવશ્યક સૂત્ર એટલે પ્રતિક્રમણ. તમે શરીરને સ્વચ્છ બનાવવા માટે દરરોજ સ્નાન કરે છે. સ્નાન કરવાથી દેહ સ્વચ્છ બને છે. આત્મા સ્વચ્છ બનતે નથી, પણ સવારથી સાંજ સુધીમાં જે પાપ લાગ્યા હોય તેને યાદ કરી અંત:કરણપૂર્વક તેને પ્રશ્ચાતાપ કરી તેની આલોચના કરવાથી આત્મા પવિત્ર, સ્વચ્છ અને પાપ કર્મના ભારથી હળ બને છે. આત્માને સ્વચ્છ કરવા માટે આ સાચું સ્નાન છે.
ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યું છે. તમે વધુ ન કરી શકે તે એક વખત પ્રતિકમણ તો અવશ્ય કરો પણ આ મારા શ્રાવકને રાત-દિવસ ધન કમાવવાની ધમાલમાં ધર્મ કરવાને ટાઈમ નથી. જયાં તમને ગમતું મળી જાય ત્યાં જવાનું ટાઈમ છે. તમને ધર્મ કથાને બદલે ધન મેળવવાની કથા સંભળાવું તે તમે દેડીને આવશે. ત્યાં મારે કહેવું નહિ પડે કે દેવાનુપ્રિયો ! ઉપાશ્રયે કેમ નથી આવતા ? કેમ બરાબર છે ને? અહીં એક દષ્ટાંત યાદ આવે છે સાંભળે.
એક શ્રીમંત શેઠ ઉતાવળા ઉતાવળા જઈ રહ્યા હતા. મહાન પુદયે તે જૈન કુળમાં જન્મ્યા હતા પણ ધર્મ કરે ગમતું ન હતું. માત્ર ધન મેળવવામાં રક્ત રહેતા. શેઠને માર્ગમાં સંત ભેટી ગયા. મહારાજ કહે છે, દેવાનુપ્રિયા ! તમે કેમ ઉપાશ્રયે આવતા નથી ? શેઠ કહે છે સાહેબ! શું આવું, મને ટાઈમ મળતું નથી. શેઠના મનમાં ભય હતો કે કદાચ ઉપાશ્રયે જઈશ તે મહારાજ દાન, શિયળ, તપ અને ભાવની વાત કરશે. સામાયિક, પ્રતિક્રમણ, ઉપવાસ, આયંબીલ, એકાસણું વિગેરે તપ કરવાનું કહેશે. એટલે મહારાજ પાસેથી છૂટવા જાય છે પણ મહારાજ હોંશિયાર હતા. એમ છેડે તેવા ન હતાં. તે કહે છે. શ્રાવકજી ! વધુ નહિ, એક દિવસ તે આવજે. શેઠ કહે, મહારાજ! મારે કેટલી બધી ઉપાધિ છે. એમાં હું કયાંથી છૂટી શકું? મહારાજ કહે તમને વધુ ટાઈમ ન હોય છેવટે પાંચ મિનિટ વ્યાખ્યાનમાં આવશે તે