________________
સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ બા. બ્ર, પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમ : - “સંવત ૨૦૭૩ના બોરીવલીના ચાતુર્માસમાં આપેલા પ્રવચને” અધિકાર - અંતગડ સૂવ ગજસુકુમારને અધિકાર તથા પાંડવચરિત્ર
વ્યાખ્યાન -૧ અષાડ વદ ૩ ને રવિવાર
તા. ૩-૭-૭૭ શાસ્ત્ર અમૂલ્ય રત્ન છે. સુજ્ઞ બંધુઓ સુશીલ માતાઓ ને બહેન !
અનંત ઉપકારી શ્રી વિતરાગ પ્રભુની પવિત્ર પ્રસાદીરૂપ સિદ્ધાંતનું અધ્યાત્મજ્ઞાન સાગરના નીર કરતા વધુ ઊંડું અને અગાધ છે. તે એટલું બધું ગહન છે કે આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા નું ગજું નથી કે એમાં ડૂબકી મારી અણમોલ રત્ન હાથ કરી લઈએ. જ્ઞાની મહાપુરૂષએ ભગીરથ પુરૂષાર્થ કરી આગમમાંથી અણમોલ રત્ન પ્રાપ્ત કરીને પિતાનું આત્મકલ્યાણ સાધી આપણા જેવા પામર જીના ઉપકાર અર્થે એ અમૂલ્ય રત્નની ભેટ આપણને વારસામાં આપતા ગયા છે.
કર્મના પિંજરમાં પૂરાયેલા આપણા આત્માને આ ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરતાં કેટલા દારૂણ દુઃખો ભેગવવા પડયા છે. એને જે હિસાબ કરવા જઈએ તે હું માનું છું કે આપણું શરીરે ધ્રુજારી છૂટે, ચક્કર આવી જાય ને આંખે અંધારા આવે. માટે કર્મની ફિલોસોફી સમજવા માટે દિવ્ય પ્રકાશની જરૂર છે. એ દિવ્યપ્રકાશ ક્યો છે તે જાણે છે? શાસ્ત્રજ્ઞાન એ દિવ્ય પ્રકાશ છે. માટે જૈન ધર્મમાં શાસ્ત્ર જ્ઞાનની ખૂબ વિશેષતા બતાવવામાં આવી છે. જ્ઞાનની મહત્તા સમજાવતાં મહાન પુરૂએ કહ્યું છે કે,
“બહ કે વર્ષે ખપે. કર્મ અજ્ઞાન જેહ,
જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કમ ખપાવે જેહ.” ..અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલાં કમેને અજ્ઞાની આત્મા ઘણાં કોડ વર્ષે ખપાવે છે. તે કર્મને જ્ઞાની આત્મા શ્વાસોશ્વાસમાં ખપાવે છે. બોલે, જ્ઞાનનો પ્રકાશ કે છે? કે મહાન લાભદાયી છે! જેમ જેમ અધ્યાત્મ જ્ઞાનને પ્રકાશ મળતા જાય છે તેમ તેમ આપણાં કર્મોને વિનાશ જલ્દી થતું જાય છે. એ પ્રકાશના આધારે આપણે અક્ષય સુખના ધામરૂપ મોક્ષમાં પહોંચી શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ કે મહાનમાં મહાન લાભ છે!
બંધુઓ! શિયાળો આવે છે ત્યારે તમે બદામપાક, સાલમપાક અને અડદિયા વિગેરે ઉડાઓ છો પણ યાદ રાખજો કે બદામપાક, સાલમપાક અને અડદિયા વિગેરે પૌષ્ટિક પદાર્થો માત્ર તમારા શરીરને પુષ્ટિ આપી શકે છે. આત્માને નહિ. પણ આગમના અધ્યાત્મ જ્ઞાનરૂપ અડદિયા, બદામપાક, અને સાલમપાક આત્માને અલૌકિક