________________
#
ર્દ નમ: I
[ 1 ]
પ્રાકૂકથન
આજથી લગભગ બાર માસ પહેલાં “હવે કોઈન ગ્રન્થ રચવે નથી” એ નિર્ણય અમે કરી લીધું હતું અને મનને પૂજા, પાઠ, જપ, ધ્યાન, અનુષ્ઠાન તથા શાસ્ત્ર-સ્વાધ્યાય તરફ વિશેષ પ્રમાણમાં વાળ્યું હતું. તેમાં આનંદ તથા પ્રસન્નતાને સારે એ અનુભવ થતો હતો, પરંતુ એક વખત એકાએક એવી પ્રેરણા થવા લાગી કે “અધૂરું કાર્ય પૂરું કર.”
અમે વ્યાવહારિક સર્વ કાર્યો પૂરાં કર્યા હતાં અને અન્ય સ્વીકૃત જવાબદારીઓ પણ પૂરી કરી હતી, એટલે આ પ્રેરણું કયા કાર્ય અંગે થઈ રહી હતી, તે સમજાયું નહિ. અમે અમારા કામમાં પડ્યા.
આવી પ્રેરણા બે-ત્રણ વખત થઈ, પણ તેનું ખાસ પરિણામ આવ્યું નહિ. ત્યારબાદ શેઠા દિવસે એવી પ્રેરણા થવા લાગી કે “બે એવા ત્રણ.” આને અર્થ શું સમજે?