________________
- ૬૨
લેગાસ્ય મહાસૂત્ર કે જિનમત શ્રેષ્ઠ છે, તે આત્મકલ્યાણનું પરમ સાધન છે, પછી તેને વળગી રહેવું જોઈએ. આમ કરવાને બદલે તેમાં કેઈ કારણસર ડગમગ્યા કે શ્રદ્ધાનાં કાંગશે તૂટવા માંડે છે અને આખરે શ્રદ્ધાને સમસ્ત કિલ્લે બેંયભેગો થઈ જાય છે. આજે પક્ષપલટાની જે હવા ફેલાઈ છે, તેનાથી કેટલે ભ્રષ્ટાચાર વ્યાપે છે અને દેશને કેટલું નુકશાન થઈ રહ્યું છે, તે આપણે નજરે નિહાળ્યું છે. ધર્મશ્રદ્ધાનું પરિવર્તન પણ આ જ રીતે ખતરનાક પરિણામ લાવે છે. - જે સમ્યકત્વ ગ્રહણ કર્યા પછી એવા વિચારે કરવામાં આવે કે “આ બધી ધર્મકરણીઓનું કુલ મળશે કે નહિ? આજે તે “ધમીના ઘરે ધાડ અને અધમીને લીલા લહેર ” એવી સ્થિતિ જોવામાં આવે છે. તે પણ સમ્યકૃત્વ મલિન થાય છે, કારણ કે તેમાં શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપેલા કર્મના કાયદા અંગે સંદેહ રહેલો છે. સમ્યકત્વધારીએ તે એમ જ વિચારવું ઘટે કે “સારાનું ફલ સારું અને બૂરાનું ફૂલ બૂરું મળે છે. તેમાં કઈ કાળે કશે ફેરફાર થતું નથી. શું આંબા પર લળીઓ પાકે છે કે લીમડા પર કેરી પાકે છે? અથવા તે ગુલાબના છેડ પર ધતૂરે થાય છે કે ધતૂરાના છઠ પર ગુલાબ થાય છે? ખરેખર ! કુદરતને કાનુન-કાયદે કદી બદલાતું નથી. આજે ધમીના ઘરે ધાડ - ભલે દેખાતી હોય, તે એના પૂર્વ કર્મનું ફલ છે, પરંતુ આખરે તે તે તરવાને જ. ધર્મકરણીનું શુભ ફલ મળ્યા વિના રહે જ નહિ. અને આજે પાપીઓ ભલે લીલાલહેર