________________
૩૦૪
લેગસ મહા સૂત્ર નથી, એટલે નિરાકાર કહેવાય છે. છેલ્લી મધ્યનુગતિમાં તેમના આત્મપ્રદેશે જે આકારમાં હોય, તે જ આકારમાં રહે છે, જો કે તેમાં અમુક સંકોચ થાય છે, પણ તેને આકૃતિ વિશેષ કહી શકાય નહિ. તાત્પર્ય કે તીર્થકરોને પ્રાર્થના કરવાની પાછળ જે સિદ્ધાંત રહે છે, તે જ સિદ્ધાંત સિદ્ધોને પ્રાર્થના કરવાની પાછળ રહેલું છે, એટલે તેમને પ્રાર્થના કરવી ઉચિત છે.
સિદ્ધિ-આ પદ બીજી વિભક્તિના એક વચનમાં આવેલું છે. તેનું સંસ્કૃતરૂપ “સિદ્ધિમ” છે. તેને અર્થ
સિદ્ધિને ” એ પ્રમાણે સમજવાનું છે. સિદ્ધિની વ્યાખ્યા શાસ્ત્રકારોએ આ પ્રમાણે કરેલી છેઃ “સિદ્ઘત્તિ નિકિતાર્થ મન્ચહ્યાં ગત્તા કૃત્તિ સિદ્ધિ - “જ્યાં ગયા પછી જેને કંઈ કરવાનું પ્રયોજન બાકી રહેતું નથી, તે સિદ્ધિ.” સિદ્ધિગતિ, શિવગતિ, મુક્તિ, મોક્ષ, નિર્વાણ, પરમપદ, શિવપદ, બધા એકથી શબ્દો છે.
જૈનદષ્ટિએ તે માનવજીવનનું મુખ્ય ધ્યેય જ સિદ્ધિ હોવું જોઈએ, કારણકે તે માત્ર માનવભવમાં જ શકય છે. જે માનવજીવન પ્રાપ્ત કરવા છતાં આ ધ્યેય સિદ્ધ ન થયું તે ભવપરંપરા ચાલુ રહેવાની કે જે અનેક પ્રકારનાં દુઃખોથી ખદબદી રહેલી છે. તેથી સુજ્ઞજનેએ અર્થ અને કામને મેહ છેડીને તથા ધર્માચરણમાં તત્પર બનીને સિદ્ધિના સંપાદન માટે પરમ પુરુષાર્થ કરે જોઈએ. પ્રસ્તુત સૂત્રનું પ્રણિધાને તે માટે આપણને પ્રબલ પ્રેરણું કરે છે.