________________
સૂત્રા દર્શન
૩૦૭
પ્રતિહાર્યોં તથા ત્રણેય લેાકના નાયકો વડે પૂજાતા એવા ચોવીશે પણ અહુ કેવલીઓનું હું. સ્મરણુવંદનપૂર્વક સ્તવન કરીશ. ૧
उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमई च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥ २ ॥
શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભસ્વામી, શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું મન-વચનકાયાથી વંદન કરું છું. ૨
सुविहिं च पुप्फदंतं, सीअल सिज्जंस वासुपुज्जं च । विमलमणतं च जिणं, धम्मं संतिं च वंदामि ॥ ३ ॥
શ્રી સુવિધિનાથ અપરનામ શ્રી પુષ્પદ્રુત, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્યસ્વામી, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ અને શ્રી શાંતિનાથને હું મન વચન-કાયાથી વંદુન કરું છું. ૩
कुंथुं अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिनेमिं पासं तह वद्धमाणं च ॥ ४ ॥
શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લિનાથ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી નમિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીરસ્વામીને હું મન-વચન-કાયાથી વંદન કરું છું. ૪