________________
ક૯પ અને મંત્ર
૩૫૯ આ દરેક મંત્ર શાંતિમંત્રનું કામ કરે છે અને તેને આવશ્યકતા અનુસાર જપ કરી શકાય છે. :
છેલ્લી ગાથાને ચમત્કાર લેગસ્સસૂત્રની છેલ્લી ગાથા ચમત્કારિક છે, એ ખ્યાલ તે અમને ઘણાં વર્ષો પૂર્વે આવ્યું હતું, પરંતુ એક વાર એક ધર્મપ્રેમી સજનને સમાગમ થયે, તેમણે વાતની વાતમાં જણાવ્યું કે “લેગસ્સસૂત્રની છેલ્લી ગાથા ચમત્કારિક છે અને મને તેને અનુભવ થયે છે.” આ શબ્દ સાંભળતાં જ અમારા આનંદને પાર રહ્યો નહિ. અમે કહ્યું: “એ અનુભવ કહી શકશે ખરા?” તેમણે કહ્યું : “તમને કહેવામાં કંઈ હરક્ત નથી.” અને તેમણે જણાવ્યું કે “એક વાર ધંધામાં મને એકાએક દેઢથી બે લાખ રૂપિયાનું નુકશાન થયું, જે મારા માટે ઘણું ભારે હતું. હું ફિકરમાં પડે અને ઉદાસીન બની ગયે. મારી આ હાલત જોઈને એક મુનિરાજે મને પિતાની પાસે બેલાવ્યો અને પૂછયું કે “શી બાબત છે?” મેં જેવી હતી, તેવી હકીકત કહી સંભળાવી. તેમણે કહ્યું : “ફકર ન કરોબધાં સારાં વાનાં થઈ જશે.” અને તેમણે મને રેજ લેગસસૂત્રની છેલ્લી ગાથાની પૂરી માળા ગણવાનું કહ્યું,
એટલે કે ૧૦૮ વાર ગણના કરવાનું જણાવ્યું અને બે વસ્તુઓને ત્યાગ કરાવ્યું.
અમે પૂછયું : “કઈ બે વસ્તુઓને ત્યાગ કરાવ્યો?” તેમણે કહ્યું : “એક દૂધપાકનો અને બીજે કેરીને.” એ વખતે