________________
લેગસ મહાસૂત્ર
૩૮૦
નહિ, પણ સારાં સારાં કામે કરવામાં થાય, ત્યારે તે પવિત્ર
ઃ થઇ કહેવાય.
દુરાચાર કોને કહેવાય, તેની સ્પષ્ટતા કરવાની જર છે ખરી ? જરૂર હાય તેા અમે જણાવીએ છીએ કે અભક્ષ્ય ભક્ષણ કરવુ’, દારૂ પીવા, હિંસા કરવી, જાડ બેલવું, જુગાર રમવા, પરસ્ત્રીગમન કરવુ, વેશ્યા સાથે વિષયભાગ કરવા, પ્રાણીઓના શિકાર કરવા, એ દુરાચાર છે અને કાયાને ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પ્રવર્તાવવી તથા ફાઈ પરોપકારી પ્રવૃત્તિમાં જોડવી, એ સદાચાર છે.
કેટલાક એમ સમજે છે કે કાયાને પુષ્કળ પાણીથી સ્નાન કરાવીએ અને ઉટ્ટ, સાબુ વગેરેથી તેના મેલ કાઢીએ એટલે તે પવિત્ર થાય છે, પણ એ બાહ્ય પવિત્રતા છે. તેની સાથે અભ્યંતર પવિત્રતા પણ જોઇએ અને તે ઉપર કહ્યું તેમ કાયાને સદાચારમાં પ્રવર્તાવવાથી તથા હાથ-પગ વગેરે - અંગેના સારા કામમાં ઉપયાગ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે. કાયાને કુટિલતાના અખાડા બનાવવા કે દેવને વિરાજવાનું મંદિર બનાવવું, એ આપણા હાથની વાત છે. જો આપણે અતિદુલ ભ એવા માનવદેહ પામીને પણ મેાક્ષપ્રાપ્તિમાં અનન્ય કારણભૂત એવા શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, આરાધના કે ઉપાસના ન કરીએ તે આપણા જેવા મૂઢ, મૂખ કે ગમાર કાણુ ?
દેવમૂર્તિને ગમે ત્યાં પધરાવી શકાય નહિ. તે માટે