________________
પરિશિષ્ટ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન
[ અમે કેટલાંક વર્ષો પહેલાં “જિનેપાસના નામને ગ્રંથ લખીને પ્રકટ કર્યા હતા. તેના બાવીશમાં. પ્રકરણમાંથી સંકલિત કરેલે લેખ પાઠકોની જાણ માટે અહીં આપવામાં આવે છે. ]
કાયાને મંદિર બનાવી, હૃદયને આસન કરી તેના પર શ્રી જિનેશ્વરદેવની મંગલમૂર્તિ સ્થાપિત કરવી અને તેના પર મનને એકાગ્ર કરવું, એ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન છે. પાઠકે અમારા આ કથનને મર્મ બરાબર સમજે. કાયાને મંદિર બનાવવું, એટલે કાયાને પવિત્ર બનાવવી. અહીં કોઈ એમ કહેતા હોય કે “કાયા તે મલસૂત્રથી ભરેલી છે, તે શી રીતે પવિત્ર બને?” તે તે અમારા કથનને મર્મ સમજ્યા નથી. અહીં પવિત્રતાથી સદાચાર-સદુપયેગનું સૂચન છે. કાયા જ્યારે દુરાચારને ત્યાગ કરી સદાચારમાં પ્રવર્તતી રહે અને તેનાં અંગોને ઉપયોગ વિષયભંગ માટે.