________________
લેગસ મહાસૂત્ર
૩૮૪
ધર્માચરણ પરત્વે થતું હેાઈ ને ધમ ધ્યાનની ગણનામાં આવે છે. વળી તે શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી આજ્ઞાના પાલનરૂપ હાઈ આજ્ઞાવિચયના પ્રકારમાં અંતર્ભાવ પામે છે.
શ્રી જિનેશ્વરદેવ અર્થાત્ વીતરાગ પરમાત્માનું ધ્યાન જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ ઉપાસકના આત્મા વીતરાગતાની સમીપે-પરમાત્મપદ્મની સમીપે જતા જાય છે અને છેવટે તે પાતે જ વીતરાગ–પરમાત્મા અની જાય છે. ચેાગસારમાં કહ્યું છે કે ‘વીતરાનમતો ધ્યાયન્ વીતરાગો વિમુખ્યતેવીતરાગદેવનું ધ્યાન ધરતા આત્મા વીત-રાગ થઈ સંસારથી મુક્ત થાય છે.'
*