________________
૩૭૮
લેગસ મહાસૂત્ર પણ ઉપયોગી મંત્રને એગ્ય નેંધ સાથે સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રના વિષયમાં રસ લેનારને આ પ્રકરણ ઘણું ઉપયોગી થઈ પડશે.
તે પછી “પૂજન-ધ્યાન-યંત્ર' નામનું પ્રકરણ લખી તેમાં શ્રીજયતિલકસૂરિના શિષ્ય બનાવેલ પંચષષ્ઠિ યત્નગર્ભિત-ચતુર્વિશતિજિનસ્તોત્રીને ગુજરાતી અનુવાદ ખાસ વિવેચનાપૂર્વક રજૂ કરવામાં આવ્યું છે અને આ યંત્રનું પૂજન કેમ કરવું ? તથા તેનું ધ્યાન કેમ ધરવું? તેને સમુચિત વિધિ દર્શાવવામાં આવ્યું છે, જેથી કઈ પણ જિજ્ઞાસુજન આ પ્રકારને યંત્ર બનાવીને કે મેળવીને તેના પૂજન-ધ્યાનને લાભ લઈ શકશે. અને એ રીતે પોતાના અભીષ્ટની સિદ્ધિ કરી શકશે. સાથે બીજા બે મહાસર્વતેભદ્ર યંત્ર પણ આપવામાં આવ્યા છે.
આ રીતે લેગસસૂત્ર અંગે જે કંઈ જાણવા જેવું, વિચારવા જેવું અને આદરવા જેવું હતું, તે આ ગ્રંથમાં વિનમ્ર ભાવે રજૂ કરાયું છે અને તેમાં જે કંઈ સુધારવા જેવું લાગ્યું, તે સુધારતા રહ્યા છીએ. આમ છતાં તેમાં કઈ ભૂલચૂક રહી ગઈ હોય, તે તે સુધારી લેવાની. વિનંતિ સાથે સકલસંઘની ક્ષમા પ્રાથ, આ ગ્રંથની પૂર્ણહુતિ કરીએ છીએ. રૂતિ શમ્ | વિ. સં. ૨૦૩૫ના ચિત્ર સુદિ ૩, શુક્રવાર તા. ૩૦-૩-૭૯ દેવલાલી (મહારાષ્ટ્ર)