________________
૩૬
લેગસ્સ મહા સૂત્ર આ ગ્રંથનિમણને વિચાર કેમ ઉદુભ? તે માટે અમે અધિકારી છીએ કે કેમ? અને કઈ દષ્ટિ સામે રાખીને અમે આ ગ્રંથ નિર્માણ કર્યું છે? તે અમે “પ્રાકકથન માં દર્શાવેલું છે. તે પછી સૂત્ર અંગે કેટલીક મહત્વની વિચારણા કરીને, તેમાં લેગસસૂત્રનું સ્થાન કયાં છે ? તે જણાવ્યું છે અને તેને જુદાં જુદાં શાસ્ત્રોમાં ક્યા નામેથી વ્યવહાર થયે છે, તેની પણ રજૂઆત કરી છે. તે પછી ખાસ પ્રકરણ દ્વારા તેની પ્રાચીનતા અને પવિત્રતા સિદ્ધ કરી છે તથા તે જિનભક્તિનું ઘાતક છે, દર્શનશુદ્ધિનું સાધન છે અને અધ્યાત્મની આધારશિલા છે, એ હકીકત જણાવવા ત્રણ પ્રકરણે લખ્યાં છે. તેના પરથી પાઠકોને લેગ. સ્મસૂત્રના મંગલમય મહિમાને પૂરે ખ્યાલ આવી શકે એમ છે.
તે પછી લેગસ્સસૂત્રના અક્ષરદેહને વિસ્તારથી પરિચય કરાવવામાં આવે છે અને તેમાં તેની છંદરચનાને પણ ઉત્થાપનિકાઓ સાથે સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવ્યું છે. ત્યાર બાદ “અર્થપ્રકાશ અંગે કિચિંત્ ” નામનું પ્રકરણ લખીને સૂત્રોના અર્થ કરતી વખતે કઈ કઈ બાબતો લક્ષમાં રાખવી પડે છે, તેને ચિતાર અપાય છે અને તે પછી સૂત્રના સામાન્ય તથા વિશેષ અર્થે જણાવવા માટે ખાસ નવ પ્રકરણે લખ્યાં છે. તેમાં અધિક પ્રયાસ તે વિશેષાર્થને પ્રકટ કરવા માટે જ કર્યો છે, કારણકે સૂત્રરૂપી તાળું ખેલ વાની ખરી કુંચી તેમાં રહેલી છે. વળી પહેલી ગાથાનાં